તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:આ રીતે બનો ‘ચુંબક’ જેવા આકર્ષક

ડૉ. ઉજ્જ્વલ પાટની23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેટલાક લોકો બહારથી સુંદર ન હોવા છતાં પણ આકર્ષક કેમ લાગે છે? કેમ તેમની એક મુલાકાતની સ્મૃતિ ચંુબકની જેમ આપણા મન-મગજની અંદર રહી જાય છે? અનેક સંશોધનોથી જાણવા મળ્યું છે કે સ્થાઈ રીતે ચંુબકીય વ્યક્તિત્વ બનાવવા માટે અંદરનું સૌંદર્ય પણ જરૂરી છે. જાણીએ એવી કઈ ખૂબીઓ છે જે મનુષ્યને આકર્ષક બનાવે છે : • તેઓ અંદરથી વાસ્તવિક હોય છે : આવા લોકો બીજાને બતાવવા માટે પોતાની બોલચાલ, સ્વભાવ, વ્યવહાર અથવા પહેરવેશ બદલીને નકલી બનવાનો પ્રયત્ન નથી કરતા. તેઓ એ બાબતનો પ્રયત્ન નથી કરતા કે બીજા લોકો તેમને પસંદ કરે. સંશોધનો કહે છે કે મોટાભાગના લોકો નકલી પ્રશંસા, વ્યવહાર અને આદતોને ઓળખી લે છે. નકલી દેખાડો કરીને તમે કાલ્પનિક લાભ જ મેળવી શકો. • જે મનમાં હોય છે તે જ મોંમાં હોય છે : એવા લોકો જે મનમાં હોય છે તે કહી દે છે. આવા લોકો જ્યારે ખુશ થાય છે ત્યારે ખળખળાટ હસી લે છે, દુ:ખ હોય તો દુ:ખ પ્રગટ કરી દે છે. આવા લોકોની સાથે જ્યારે તમે વાતચીત કરો છો ત્યારે તમને સત્યનો આભાસ થાય છે. તેનાથી વિપરીત જે નકલી લોકો છે, તેમના મનની અંદર કંઈક બીજુ ચાલી રહ્યું હોય છે અને તેમના મોંમાંથી શબ્દ કંઈક બીજા નીકળી રહ્યા હોય છે. • વાયદાઓ પ્રત્યે સાચા હોય છે : આકર્ષણનું એક બહુ મોટું કારણ ભરોસાને માનવામાં આવ્યો છે. જ્યારે તમે કોઈના પર ભરોસો કરો છો તો તે વ્યક્તિ તમને આકર્ષક લાગવા લાગે છે. અંદરથી આકર્ષક લોકો પોતાના વાયદા પર અડગ રહે છે. તમે વાયદા પૂરા કરશો તો બીજાને મહત્ત્વપૂર્ણ હોવાનો બોધ થશે, બીજી વ્યક્તિ તમારાથી ખુશ થશે, વિશ્વસનીયતા વધશે. ભરોસો હશે તો ભૂલો માફ થઈ જશે. • તેઓ બીજામાં રસ લે છે: કેટલાક લોકોની સાથે વાત કરવી એ એક બોજ જેવું હોય છે, કારણ કે તેમને તમારામાં કોઈ રસ નથી હોતો. તેઓ કમેન્ટ નથી કરતા, ચહેરા પર ભાવ નથી લાવતા. અંદરથી આકર્ષક લોકો સામેવાળાની વાત સાંભળે છે. વચ્ચે વચ્ચે સવાલ પૂછે છે, સાથે હસે છે. સામેવાળાને અનુભવ કરાવે છે કે, ‘હું તમારામાં રસ ધરાવું છું.’ ચુંબકીય બનવું હોય તો બીજામાં રસ લો. • નબળાઈઓનો સ્વીકાર કરો : ચંુબકીય લોકો ‘પરફેક્ટ’ નથી હોતા, કારણ કે વધારે પરફેક્શન બોરિંગ હોય છે. તેને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે, બે લોકો ભાષણ આપીને મંચ પરથી ઉતરી રહ્યા છે અને બંનેનું ભાષણ સારું નહોતું. આમાંથી બનાવટી વ્યક્તિએ ઘણાં બહાના આપ્યાં કે મારો કાગળ ખોવાઈ ગયો હતો, રાત્રે હું સૂઈ નહોતો શક્યો વગેરે. તેનાથી ઊલટું અંદરથી આકર્ષક વ્યક્તિ સ્પષ્ટ સ્વીકારશે કે આજે પ્રસ્તુતિ બિલકુલ પણ સારી નહોતી થઈ અને બીજી વખત હું વધારે તૈયારી કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો