તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનદુરસ્તી:અટેચમેન્ટ સિક્યોરિટીઃ પપ્પાઓ ધ્યાન આપશો?

ડો. પ્રશાંત ભિમાણીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળકની સંભાળ માતા-પિતા બંનેએ રાખવી જરૂરી છ

આ વિમિશા પોતાની સાત વર્ષની દીકરી સનમને લઈને શહેરની બહાર ફરવા નીકળ્યા હતા. આશરે ચાર-પાંચ કલાકની ડ્રાઈવ પછી હોટલ પર પહોંચી ગયા. શુભેન્દુ રિસેપ્શન પર ચેક-ઈન કરીને તરત રૂમમાં જઈને પલંગ ઉપર લાંબો થઈ ગયો. આમ તો એ જાગતો જ હતો, પણ પોતાના મોબાઈલમાં બિઝી હતો. સનમને ભૂખ લાગી હતી. પાસ્તા ઓર્ડર કરવા માટે એ પપ્પાને છેલ્લા અડધો કલાકથી કહી રહી હતી. ‘અરે યાર, દીકરીની વાત પર થોડું તો ધ્યાન આપ, શુભ? તારા મોબાઈલને સાઈડમાં મૂકીને એને સાંભળ. તારે ખાલી રેસ્ટોરન્ટમાં ઓર્ડર જ કરવાનો છે. એટલું પણ તું નહીં કરે? અહીંયા પણ મારે તો બ્રેક જ નહીં, એવું ને! હું સિંગલ પેરન્ટ જ છું, એવું મારા મનમાં કન્ફર્મ થતું જાય છે. મને તો લાગે છે કે તારે મેરેજ કરવાની જ જરૂર નહોતી. એટલિસ્ટ વેકેશનમાં તો દીકરી પર ધ્યાન આપ?’ વિમિશાનો પારો વધતો જતો હતો. ‘દેખાતું નથી, હું રેસ્ટ કરી રહ્યો છું. તું સનમના દેખતા મારા પર બ્લેમ ના કર, દરેક વખતે મને જ વિલન બનાવે છે, તારું કામ એનું ધ્યાન રાખવાનું છે, તો તું જ એટેન્ડ કરે એમાં ખોટું શું છે?’ શુભેન્દુ અકળાઈ ગયો. એ તો આજકાલ બધા જાણે છે કે, બાળકની સંભાળ માતા-પિતા બંનેએ રાખવી જરૂરી છે. તો પણ આવું શક્ય બનતું નથી. ઘણા પિતાઓ આખા અઠવાડિયા દરમ્યાન એટલા બધા વ્યસ્ત હોય છે કે સવારે બાળક ઉઠે તે પહેલાં કામે જતા રહ્યા હોય અને મોડી રાત્રે બાળક સૂઈ જાય પછી કામેથી પાછા ફરી શક્તા હોય, આધુનિક ઉંદર-દોડના આ જમાનામાં આવું થવું સામાન્ય છે. દરેક વખતે પપ્પાઓનો જ વાંક હોય છે એવું પણ નથી, પરંતુ જે વખતે શક્ય હોય ત્યારે તો પિતાના એવા પ્રયત્નો હોવા જ જોઈએ કે એ બાળક સાથે વધુ સમય ગાળે. અલબત્ત, સમગ્ર પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો એ પિતાના પોતાના માટે પણ સ્ટ્રેસ-બસ્ટર હોય છે. કેટલાક પિતાઓ માત્ર રમત-ગમત માટે કે આનંદ કરવા પૂરતા જ બાળકો સાથે સંકળાય છે. મનોવિજ્ઞાન આ વિશે રસપ્રદ વાત કરે છે. ‘જર્નલ ઓફ ફેમિલી સાયકોલોજી’ માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ પ્રમાણે જે પિતા પોતાના રૂટિન દિવસો દરમ્યાન બાળકની સારસંભાળ (જેમ કે રમવા ઉપરાંત એને બ્રશ કરાવવું, સ્નાન કરાવવું, હોમવર્કમાં હળવી મદદ કરવી વગેરે...) રાખે છે. તેમનો પોતાના સંતાન સાથે લાગણીનો સંબંધ વધુ મજબૂત થાય છે. માત્ર રમત-ગમતમાં જોડાવા કરતા આ પ્રકારની સાર-સંભાળવાળા કામમાં ઈન્વોલ્વ થતા પિતાઓમાં સંતાન સાથે ‘અટેચમેન્ટ સિક્યોરિટી’ વધુ સારી રીતે ઊભી કરી શકે છે. સંતાન આવા પિતાઓમાં એક વિશ્વસનીય ઈમોશનલ સપોર્ટ મેળવે છે. ટૂંકમાં અઠવાડિયાના ચાલુ દિવસોએ જો શક્ય હોય તો રોજિંદા કામમાં સંતાન માટે ઈન્વોલ્વ થતા પિતા અને રજાઓના દિવસે રમત-ગમતમાં ઈન્વોલ્વ થતા પિતા સંતાનમાં મોટી ઉંમરે ભાવનાત્મક સજ્જતા લાવે છે, જેમાં પત્ની સાથેની નિકટતા વધવાથી પણ ચોક્કસ ફાયદા થાય છે. સમગ્ર પરિવારનું ઈમોશનલ બોન્ડિંગ વધે છે અને ભવિષ્યની સારી-નરસી બાબતો માટે સૌ સુપેરે તૈયાર થાય છે. સંતાનને નિર્ભય અને ઈમોશનલી ઈન્ટેલિજન્ટ બનાવવામાં તેમજ અટેચમેન્ટ સિક્યોરિટી વધારવામાં પપ્પાઓનો ફાળો ઘણો મોટો હોય છે. આપણે ત્યાં આધુનિકતાની અપેક્ષા અને દોડ માત્ર ફેશન પૂરતી મર્યાદિત થઈ જાય છે. પતિ-પત્નીમાં જ્યારે આ આધુનિકતા જવાબદારી વહેંચવાની ઘટના સાથે સંકળાય છે ત્યારે એક સશક્ત આધુનિક પરિવાર અસ્તિત્વમાં આવે છે. સંતુલિત લાગણીઓના દુકાળના સમયમાં આવી ‘પ્રેમપૂર્વક જોડાયેલી સલામતી’ ભવિષ્યની પેઢીમાં મજબૂત મનદુરસ્તી ઊભી કરે છે. ‘આ મારું કામ નથી’ અને ‘એ તો તારું જ કામ છે’ એવું પરિવારમાં કે બાળ-ઉછેરમાં લાગુ પાડવાનું, હવે ‘આઉટ ઓફ ડેટ’ થતું જાય છે. શું કહો છો?! વિનિંગ સ્ટ્રોકઃ ઘણી વાર બહારથી આધુનિક લાગતા યુગલોમાં જવાબદારીની આંતરિક અસમાનતા ઠાંસી-ઠાંસીને ભરેલી હોય છે, ક્યારેક એનાથી એ બંને પોતે પણ અજાણ હોય છે.drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો