તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇફ મેનેજમેન્ટ:તમારી લાયકાત ઉપર ભરોસો છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી વાર પ્રશંસા સાંભળીને કાર્ય કરનારી વ્યક્તિ પણ વધારે ઉત્સાહી બને છે

ઘણી વાર આપણને પોતાને જ આપણાં ઉપર ભરોસો નથી હોતો, પણ પોતાની લાયકાત ઉપર વિશ્વાસ કરવો જ સાહસ છે. હકીકતમાં તો તમારો ખુદ ઉપર ભરોસો તમારાં સપનાંને સાકાર કરી શકે છે. સાહસ વિપરીત પરિસ્થિતિઓ સામે આપણને લડતાં શીખવે છે. આપણે કરેલાં સાહસથી તો એવી ખબર પડે છે કે હવે એક મજબૂત લક્ષ્ય પાર પાડવાનું છે. આમ, સફળતા સુધી પહોંચવાનું છે. શારીરિક હાવભાવ જે રીતે એક તસવીરમાં હજારો શબ્દ છુપાયેલા છે, એ રીતે તમારા શારીરિક હાવભાવ ઘણું બધું કહી જાય છે. ઘણી વાર તમે હાવભાવ દ્વારા મનમાં છુપાયેલી સાચી ભાવનાઓ પણ વ્યક્ત કરી શકો છો. તમે જે રીતે વાત કરો છો કે ચાલો છો, તમે આખા વિશ્વને તમારાં વિશે ઘણી બધી જાણકારી ઓપો છો. કદાચ તમે આ વિશે નહીં જાણતાં હો, પણ આ હકીકત છે. પ્રશંસાથી ઘણાં લોકો પ્રોત્સાહિત થશે જો તમે લોકોનાં કામની પ્રશંસા કરો છો ત્યારે તમે તેમને વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરો છો. વાત સાચી છે. કોઈએ ખરેખર સુંદર કામ કર્યું હોય તો તેમની પ્રશંસા કરવામાં શું વાંધો છે? વિશિષ્ટ કાર્યની પસંદગી માટે પ્રશંસા અચૂક કરવી જોઈએ. લોકોને જણાવો કે તેમણે જે કામ કર્યું છે તે કેવી રીતે સારું હતું! એકની પ્રશંસા કરવાથી બીજાં ઘણાં લોકોને પ્રોત્સાહન મળશે. ઘણી બધી વાર આવી પ્રશંસા સાંભળીને કાર્ય કરનારી વ્યક્તિ પણ વધારે ઉત્સાહી બને છે. માફ કરવાથી શાંતિ મળશે લોકોને લાગે છે કે માફ કરવાથી તે વ્યક્તિના એ ખોટા વ્યવહારને માન્યતા આપે છે, જે તેમની નારાજગીનું કારણ હતું. તેઓ વિચારે છે કે માફ કરીને તેને સમર્થન આપી રહ્યાં છે. ખરેખર તો માફ કરવા એ બહુ સ્વાર્થી કામ છે. એ તમારાં માનસિક સંતુલન અને મનની શાંતિથી થઈ શકે છે. એક વાર માફ કરવાથી તમને અચૂક મનની શાંતિ મળશે. ⬛

અન્ય સમાચારો પણ છે...