તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:બારમાવાળાનો બીજો લેટર!

મન્નુ શેખચલ્લી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર્ષદ મહેતાનું સ્કેમવાલુ બી ટ્વેલ ટાઈમ્સ વોચ કર્યું. બટ એમાથી કોઈ ક્વેશ્ચન પેપર થોડી નીકાડવાના છે!

મોદીસાહેબે પોતે જ બારમાની એટલે કે CBSCની એક્ઝામો રદ કરવાની જાહેરાત કરી એટલે આપણને એમ કે બારમાવાળા તો ખુશ-ખુશ થઈ ગયા હશે! પણ એવું નથી. ઈંગ્લિશ મીડિયમમાં ભણતા એક છોકરાએ ગુજ-હિંગ્લિશમાં (ગુજરાતી વઘાર સાથેના અંગ્રેજીમાં) મોદીસાહેબને જે લેટર લખી નાંખ્યો છે એ તો અંગ્રેજી એબીસીડીમાં છે (આને વોટ્સએપ ઈંગ્લિશ પણ કહેવાય છે. જેમકે, How r u... wht u doin...M fin...tks... એવું બધું.) છતાં અમે એનું મહામહેનતે ગુજરાતી ‘શબ્દાંતર’ કર્યું છે. ધીરજ રાખીને વાંચજો... ડિયર મોદી સર, આઈ એમ ગુજરાત બોર્ડ બારમા સ્ટુડન્ટ રાઈટિંગ લેટર ટુ યુ. એક્ચુલી, બિઈંગ ગુજરાતી મારે ગુજુ લેન્વેજમાં જ રાઈટ કરવું જોવે. બટ ચાઈલ્ડહૂડથી મીડિયમ ઈંગ્લિશમાં સ્ટડી કરવાના રિઝનથી મારુ ગુજરાતી બોવ ફાઈન નથી. સો પ્લીઝ, તમે રીડ કરતી વખતે માઈન્ડમાં લિટલ-લિટલ કરેક્શન કરી લેજો. ઓકે? લાસ્ટ વીકમાં તમે જે CBSC એક્ઝામના બારામાં એનાઉન્સ કર્યું તેનું ન્યુઝ મને 24 અવર્સ લેટમાં મલ્યુ. બિકોઝ, એ નાઈટની પ્રીવિયસ નાઈટમાં હું ઓનલાઈન પોકર રમવામાં એટલુ એન્ગ્રોસ થઈ ગયેલો કે મારા ફોનની બેટરી ટોટલી ફિનિશ થઈ ગયેલી. મોર્નિંગમાં મારા ફેસબુક પેજમાં સ્ટેટસ અપડેટ મારવાનું અરજન્સી હતુ એટલે હું પોટી કરવા ટોઈલેટમાં ચાર્જર લઈને ગયો હતો પણ બાય મિસ્ટેક ચાર્જર ટોઈલેટમાં ફોલ થઈ ગયું! ધેટ્સ વ્હાય મારો હોલ-ડે સ્પોઈલ થઈ ગયો. બિકોઝ મારી સિસ (સિસ્ટર) એનું ચાર્જર મને ટચ કરવાનું એલાવ કરતી નથી એન્ડ મોમ-ડેડના ફોન્સ તો 200 BCના ટાઈમના છે. એની વે, મને નેક્સ્ટ ડે અપડેટ મલ્યુ કે ગુજરાત બોર્ડ ઓલ્સો કેન્સલ બારમા એક્ઝામ! ફર્સ્ટ તો આઈ થોટ કે વાઉ, વોટ ફન! બટ લેટરમાં અન્ડરસ્ટેન્ડ થયું કે યાર, આપડે તો સૂપમાં છીએ. બિકોઝ, જે બી કોલેજમાં એડમિશન મલસે ત્યાં કેન્ટિનમાં બી પીસફુલી બેસવા માટે સ્પેસ મલવાનુ ડિફિકલ્ટ છે. બિકોઝ, ક્લાસનું પોપ્યુલેશન જ ટુ-મચ હસે. યસ, ગર્લ્સની ક્વોન્ટિટી મોર હસે, બટ સેમ ટાઈમ બોય્ઝનું કોમ્પિટિશન બી એક્સ્ટ્રા મોર હસે ને! આજકાલ તો એવરીબડી ઈઝ સેઈંગ કે ડૂડ, તને તો જલસા છે. નો એક્ઝામ, નો ટેન્શન! બટ સર, તમને તો કોઈ આઈડિયા જ નથી કે હાઉ મચ ટેન્શન વી હેવ. ફોર એક્ઝામ્પલ, વરસના બિગિનિંગમાં જ તમે તો પબ્જી અને ટિકટોકનું બેન લગાઈ દીધુ. ઉપરથી કોલેજ બી ઓનલાઈન! એટલે નો ગોઈંગ આઉટ, નો ફ્રેશર્સ પાર્ટી, નો ડિફરન્ટ ડિફરન્ટ ડેઈઝ, નો લેટેસ્ટ ફેશન કપડાં, નો બાઈક, નો દારુ... સરવાડે... નો પોકેટ-મની! સર, તમને સુ આઈડિયા હોય કે ઘરમાં બેસીબેસીને ફેસબુક-ઈન્સ્ટા બી કેટલુ કરવુ? ઓકે, ઓનલાઈન એજ્યુકેશનનું એક્સક્યુઝ નિકાડીને ડેડ પાસેથી સિક્સ્ટી થાઉઝન્ડ રૂપીઝનો મોબાઈલ તો લઈ લીધો બટ એનું કરવાનુ સુ? પિકલ? ઉપરથી મોમ દિવસમાં હંડ્રેડ ટાઈમ્સ દિમાગ ખાસે, ઓનલાઈન હોમવર્ક કર્યુ? ઓનલાઈન હોમવર્ક કર્યુ? વોટ હોમવર્ક? ઘરનું હોમવર્ક તો બિચારા ડેડ કરે છે! જો હું કહું કે આઈ એમ ફ્રી તો મોમ મને યુટેન્સિલ્સના વોશિંગમાં લગાડી દે! એટલે મારે ખાલીપીલી કાનમાં ઈયર-પ્લગ નાખીને આખો દિવસ પ્રિટેન્ડ કરવાનુ કે સ્ટડી કરુ છુ. અરે, વોટ સ્ટડી? બધી ઈંગ્લિશ વેબસિરીઝો ટેન-ટેન ટાઈમ્સ વોચ કરી લીધી. હર્ષદ મહેતાનું સ્કેમવાલુ બી ટ્વેલ ટાઈમ્સ વોચ કર્યું. બટ એમાથી કોઈ ક્વેશ્ચન પેપર થોડી નીકાડવાના છે! તો વોટ ટુ ડુ? મારા ડેડ કહે છે કે સાલા, ઈડિયટ, તને મેરિટથી તો એડમિશન મલવાનુ નથી તો ડોનેશનની પ્રાઈઝ બી વધી જસે. એટલા બધા પૈસા ક્યાંથી લાવસુ. મેં બાય મિસ્ટેકમાં કહી દીધુ કે ડેડ, મારો મોબાઈલ સેલ કરી દો. તો હી સેઈડ, ગ્રેટ આઈડિયા! એમણે મારો મોબાઈલ લઈ લીધો! હવે તમે જ કહો, વોટ ટુ ડુ?⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...