ગીત ગાતા હૂઁ મૈં…:અચ્છા લગતા હૈ... વિ. બડા અચ્છા લગતા હૈ...

10 દિવસ પહેલાલેખક: ડૉ. અશોક ચાવડા
  • કૉપી લિંક

વક્તૃત્વ-કળામાં કાવ્યપંક્તિઓ કામ આવે એમ 1986થી ગઝલ સાંભળવાનું સારું લાગતું. ઉર્દૂ શબ્દોનાં ખાખાંખોળા ગમતા, પણ ગઝલ લખીશું એવું ગજું નહોતું. ગજવામાં માત્ર સ્મૃતિ. સાબરમતીની ભીની રેતમાં પગ ખૂંપી ઘર બનાવવું. પછી એને જ ભાંગીને ભીની આંખે પગપાળા ચાલવું. થાકીએ તો વીરડો ગાળી પાણી પીવું અને મનને સંભળાય એમ સાંભળવું. હજી યાદ છે બાવળની શૂળ સ્લીપરની આરપાર થઈ, પણ મનને ઇજાની જાણ પગ ધોતાં થઈ. કાંટો પે ચલે લેકિન હોને ન દિયા જાહિર, તલવોં કા લહૂ ધોયા છુપ છુપ કે અકેલે મેં. આમ, કૈસરસાહેબ (1926-2005)નો પરિચય શૂળથી થયો અને મૂળથી થયો પંકજ ઉધાસના ‘મુકર્રર’ (1981) આલ્બમથી. દીવારોં સે મિલ કર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ. દુનિયાભર કી યાદેં હમ સે મિલને આતી હૈ, શામ ઢલે ઇસ સૂને ઘર મેં મેલા લગતા હૈ. કિતને દિનોં કે પ્યાસે હોગેં યારો સોચો તો, શબનમ કા કતરા ભી જિનકો દરિયા લગતા હૈ. કિસકો ‘કૈસર’ પત્થર મારું કૌન પરાયા હૈ, શીશમહલ મેં ઇક ચહેરા અપના લગતા હૈ. પછી મુન્ની બેગમ, ગુલામ અલી પાસે સાંભળ્યા, પણ કાયમ અટકું ‘એક હી મકસદ’ (1988) ફિલ્મ પાસે, જે પહેલાં ‘આધા રામ આધા રાવન.’ કૈસર-ઉલ જાફરીનું સર્જન, પંકજ ઉધાસનું સ્વરાંકન, અનુરાધા પૌંડવાલનો સ્વર. ઇંદુ વર્માના (દિવ્યા રાણા) ગાનથી ડૉ. રામકુમાર વર્મા (ઓમ પુરી) જાગે છે. બાળમનને દિવ્યા ગીતમાં રેખા જેવાં લાગતાં કારણ કે ‘ઉમરાવ-જાન’ (1981)થી લાગતું કે ફિલ્મોમાં ગઝલો તો રેખાના ભાગે આવે! ખૈર, કરાટેની તાલીમ માટે વહેલી સવારે ઉસ્માનપુરા ઉદ્યાનમાં દોડતો, ત્યારે જીવન-કરતબના ભાગરૂપે બાગના ખૂણે ક્ષણિક અટકી મનના ખૂણે ગણગણતો. દીવારોં સે મિલ કર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ. ચલતે ચલતે રાહ મેં કૈસા મોડ યે આયા હૈ, અપની મંઝિલ કા હર રસ્તા ધૂઁધલા લગતા હૈ. કૈસી યાદે હૈ જો ઉલઝન બન કર આઈ હૈ, હમ સે જુદા અબ અપના સાયા લગતા હૈ. રોક સકે તો રોકે કોઈ વક્ત કી યે રફતાર, આને વાલે હર ઇક પલ સે ડર સા લગતા હૈ. કૈસર-ઉલ જાફરીની ઉપર્યુક્ત ગઝલના જે શેર નથી ગવાયા એ પણ માણી લઈએ. આઁખોં કો ભી લે ડૂબા યે દિલકા પાગલપન, આતે જાતે જો મિલતા હૈ તુમ સા લગતા હૈ. ઇસ બસ્તી મેં કૌન હમારે આઁસૂ પોંછેગા, જો મિલતા હૈ ઉસકા દામન ભીગા લગતા હૈ. ‘અચ્છા લગતા હૈ’ ત્યારે સાંભળીએ જ્યારે ‘અચ્છા નહીં લગતા.’ નિદા ફાઝલી કહે. તુમ ક્યા બિછડે ભૂલ ગયે રિશ્તોં કી શરાફત હમ, જો ભી મિલતા હૈ કુછ દિન હી અચ્છા લગતા હૈ. ખૈર, પાનખરનાં પર્ણોને પળવાર હટાવીએ તો ‘અચ્છા લાગે’ એવું ગીત ‘તેરે નામ’ (2003) ફિલ્મમાં. સમીરના શબ્દો, હિમેશ રેશમિયાનું સંગીત, ઉદિત નારાયણ-અલકા યાજ્ઞિકના સ્વરમાં રાધે-મોહન (સલમાન ખાન) અને નિર્ઝરા ભારદ્વાજ (ભૂમિકા ચાવલા) અભિનિત વાસંતી ગીત માણીએ. તુમ સે મિલના બાતેં કરના બડા અચ્છા લગતા હૈ, ક્યા હૈ યે ક્યૂઁ હૈ યે ક્યા ખબર હા મગર જો ભી હૈ, બડા અચ્છા લગતા હૈ. તેરી છોટી છોટી બાત તેરી હર ઇક મુલાકાત, તડપાયે મુઝકો લમ્હા લમ્હા તેરા સાથ, ક્યા હૈ યે ક્યૂઁ હૈ યે ક્યા ખબર હા મગર જો ભી હૈ. બડા અચ્છા લગતા હૈ. બહકે બહકે મેરે દિન મહકી મહકી મેરી શામ, કોરે આઁચલ પે સદા મૈં તો લિખૂઁ તેરા નામ, ક્યા હૈ યે ક્યૂઁ હૈ યે ક્યા ખબર હા મગર જો ભી હૈ, બડા અચ્છા લગતા હૈ.{ a.chavda @yahoo.co.in