મેનેજમેન્ટની ABCD:સાચા સવાલો પૂછવાની આવડત

બી.એન.દસ્તૂર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોક્રેટિસના સમયથી સાચા સવાલો પૂછવાની આવડતને ખૂબ જ અગત્યતા આપવામાં આવી છે. મેનેજમેન્ટના મહાન ગુરુ પિટર ડ્રૂકર સાહેબ કહેતા કે ખોટા સવાલો પૂછનાર નથી મેનેજ કરી શકતો માનવીઓને કે માનવીઓનાં જ્ઞાનને. લક્ષ્યાંકો ઉપર પહોંચવા માટે, પરિવર્તનોનાં તોફાનોને મેનેજ કરવા માટે, લોકોની માન્યતાઓ, લાગણીઓ, વર્તન બદલવા માટે, માહિતીનું પરિણામમાં રૂપાંતર કરવા માટે, ગ્રાહકોને ડિલાઈટ અને સિડ્યૂસ કરવા માટે, મોટિવેટ કરવા માટે સાચા સવાલો પૂછવાની આવડત અનિવાર્ય છે. છ દાયકાના સેલ્સ, માર્કેટિંગ અને મેનેજમેન્ટના અનુભવો ઉપર આધારિત, પૂછવા જેવા સવાલોની ઝલક આ રહી: ⬛ શું કરવાની જરૂર છે? (અને નહીં કે ‘મારે શું કરવું છે?’) ⬛ મારી પાસે જે રિસોર્સ છે તેનો મહત્તમ ઉપયોગ કરવો કઈ રીતે? ⬛ જે બધાં ઉપર મારું સીધું નિયંત્રણ નથી એવા સ્ટેકહોલ્ડરો પાસેથી કામ લેવું, કરાવવું, કઢાવવું કઈ રીતે? ⬛ જે નિર્ણય મારે લેવાનો છે, એ લેવા માટે મને કોના સાથ, સહકાર, મદદની જરૂર પડશે? ⬛ મારા નિર્ણયની અસર કોના ઉપર કેટલી પડશે? ⬛ જે નિર્ણય લેવો છે તે ન લઉં તો શું થશે? શું થઈ શકશે? ફાયદો કેટલો? નુકસાન કેટલું? ⬛ મારે જે કરવાનું છે તે કોઈ અન્ય વ્યક્તિ, મારા જેટલી જ ક્ષમતાથી કે વધારે બહેતર રીતે કરી શકે એમ છે? ⬛ મારા સ્ટેકહોલ્ડરોની અસરકારકતા વધારવા માટે શું કરવાની જરૂર છે? ⬛ મારા ભૂતકાળ સાથે કે પછી મારાથી નબળા પ્રતિસ્પર્ધીઓ સાથે હું બેન્ચમાર્કિંગ તો નથી કરી રહ્યો? ⬛ કારકિર્દીની ખાબડખૂબડ અને ડાયવર્ઝનથી છલકાતી સડક ઉપર ઝડપથી પ્રગતિ કરવા માટે મારે કઈ આવડતો, કેવું અને કેટલું જ્ઞાન, કેવા અને કેટલા અનુભવની જરૂર પડશે? ⬛ લોકોને હું પગાર, ઈન્સેન્ટિવ વગેરે આપું છું પરિણામો લાવવા કે મને ખુશ રાખવા? ⬛ સાચું શું? (અને નહીં કે ‘કોણ સાચું?’ ⬛ આવડત, જ્ઞાન, અનુભવ અને પ્રતિભા ધરાવતા કર્મચારીઓને હું તકો ઉપર લગાડી રહ્યો છું કે સમસ્યાઓ ઉપર? ⬛ આજના અનિશ્ચિતતા અને પરિવર્તનોથી છલકાતા માહૌલમાં, મારે શું શરૂ કરવાની, શું બંધ કરવાની, શું સુધારવાની જરૂર છે? ⬛ સંસ્થામાં ગ્રૂપ થિંક, ગ્રૂપ શિફ્ટ અને ડિફેન્સિવ બીહેવિયરના ખતરનાક વાઈરસોને ન્યૂટ્રલાઈઝ કરવા શું કરવાની જરૂર છે? ⬛ પ્રતિભા શોધવા માટે ઈન્ટરવ્યૂ કરતાં મને ‘બીહેવિયરલ’ સવાલો પૂછતાં આવડે છે? ⬛ ખરાબ સમાચારો ઝડપથી મળે એવી મેં વ્યવસ્થા કરી છે? ⬛ મારી સંસ્થામાં ફંકશનલ કોન્ફ્લિક્ટનો માહૌલ છે? આવા સવાલો થોરામાં ઘનું આપી શકશે.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...