તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની abcd:લફરાંની ABCD

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડો થયા પછી ‘સોરી’ જેવો નાનકડો શબ્દ બોલવામાં કશો હિચકિચાટ ન રાખશો

- બી.એન. દસ્તૂર

અનામિકા એક મલ્ટિનેશનલ કંપનીના સી.ઈ.ઓની પર્સનલ સેક્રેટરી છે. પ્રેમલગ્ન કર્યાં છે. આઈ.ટી. પ્રોફેશનલ સાથે. એનો પતિ અમેરિકાનું કોલ સેન્ટર ચલાવે છે. અહીં રાત હોય ત્યારે અમેરિકા જાગતું હોય છે. માટે એ રાત્રે જાગે છે. દિવસે ઉંઘે છે. અનામિકાનો બોસ દોસ્તી કરવામાં અને નિખારવામાં ઉસ્તાદ છે. કોમ્પ્લિમેન્ટ્સ આપતાં આવડે છે. કંપનીમાં ખૂબ લોકપ્રિય છે. અનામિકાને રોજ કોમ્પ્લિમેન્ટ્સ આપતો રહે છે. ‘યુ લુક ગુડ’, ‘તારો સેલ્ફ કોન્ફિડન્સ ગજબનો છે.’, ‘આઈ વીશ, મારી ઘરવાળી તારા જેવી અફલાતૂન કોફી બનાવતી હોત.’, ‘યુ નો સમથિંગ?’ મારી પત્નીની નજરમાં હુ સેકન્ડ ક્લાસ સિટીઝન છું. પહેલો નંબર કામવાળી બાઈનો છે.’, ‘તારો હસબન્ડ નસીબદાર છે. તને પકડી લીધી. એના ટેસ્ટ ખૂબ ઊંચા છે.’ ⚫ ⚫ ⚫ નિનામાના પતિને ‘આઈ લવ યુ’ બોલતાં આવડતું નથી. મારી ખૂબ ફેવરિટ બોધકથાના રૂસ્તમજી સોડાવોટરબોટલવાલા જેવું એનું વર્તન છે. રૂસ્તમજીની પત્ની ચા બનાવતાં કહે છે, ‘રૂસી, તેં મને આઈ લવ યુ છેલ્લું ક્યારે કયલું?’ ન્યૂઝપેપરમાંથી મોં બહાર કાઢ્યા વિના રૂસ્તમજી આપે છે અફલાતૂન જવાબ – ‘આપરાં લગન થએલાં તા’રે મેં તને ‘આઈ લવ યુ’ કયલું. એમાં કંઈ ફેરફાર થસે તો હું તને જનાવસ.’ ⚫ ⚫ ⚫ કેશ્મીરાને કીટી પાર્ટીમાં જે મજા આવે છે તે ડિનર ટેબલ ઉપર આવતી નથી. એની સેક્સલાઈફ કરતાં એને સોશિયલ મીડિયાની ‘લાઈક્સ’ વધારે વહાલી છે. ⚫ ⚫ ⚫ ઉપરની ત્રણે વાર્તાઓમાં લફરાંની રેસિપી છે. આપણે સૌ ‘સામાજિક’ પ્રાણીઓ છીએ. પ્રેમ, સ્વીકૃતિ આપણી ખૂબ જ ઊંચી જરૂરિયાતો છે. તમને, મને સૌને – અનામિકાને, રૂસ્તમજીની પત્નીને અને કેશ્મીરાના પતિને – પ્રેમનો અહેસાસ થતો નથી. એ સૌ સમજે છે કે એમનો પતિ કે એમની પત્ની તેમને પ્રેમ કરે છે, પણ એ ‘દેખાતો’ નથી. આપણે સૌ આદતોના ગુલામો છીએ, પ્રેમ આપવા અને લેવાની આદત છૂટતી નથી. પોતાના પાર્ટનર પાસેથી પ્રેમ મળતો નથી. એવો સાચો-ખોટો અહેસાસ થાય તો આદતથી મજબૂર થઈ આપણે ક્યાંક બીજે ખોવાયેલા પ્રેમને શોધીએ છીએ. અખબાર ખોલો તો રોજના સરેરાશ બે-ત્રણ સમાચારો લફરાંના જોવા મળે છે. ધ્યાનથી વાંચશો તો જણાશે કે મોટાભાગના કિસ્સાઓમાં, સમાચારના હીરો અને હીરોઈને પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પહેલાં પ્રેમ જીતવા અને સાચવવા જે મહેનત કરેલી, તે લગ્નબાદ અદૃશ્ય થઈ જાય છે. ‘આઈ લવ યુ’, ‘આઈ મીસ યુ’, ‘તું મને ખૂબ યાદ આવે છે.’ – બોલવામાં તકલીફ પડે છે. પૈસા કમાવાની હોડમાં એક સમયનું પ્રિયપાત્ર પારકું બનતું જાય છે. સાવધાન ⚫ પારસીઓનો નિવડેલો ફોર્મ્યુલા અજમાવો. રાત્રે ઊંઘી જતા પહેલાં અને સવારે આંખ ખુલતાં જ કરો પાંચ સેકન્ડનું ચુંબન અને કહો, ‘ગુડ નાઈટ ડાર્લિંગ, આઈ લવ યુ. ગુડ મોર્નિંગ ડાર્લિંગ, આઈ લવ યુ.’ ⚫ વર્કપ્લેસમાંથી રોજ ઓછામાં ઓછો એક ફોન તમારા લાઈફ-પાર્ટનરને કરો. ‘તારો અવાજ સાંભળવો હતો’, ‘બધું બરાબર છે?’ ⚫ વર્ષમાં એકાદ-બે વાર હનિમૂન ઉપર જતાં રહો. બાળકોને મમ્મીને, સાસુમાનો હવાલે કરી બે-પાંચ દિવસો માટે કોઈ સસ્તી અને રોમાન્ટિક જગ્યા ઉપર જઈ પ્રેમની બેટરી ચાર્જ કરી લો. ⚫ બંનેને પસંદ હોય એવી કોઈ ક્રિએટિવિટી, કોઈ હોબી શોધો. ⚫ ઝઘડો કરવો એ સૌનો જન્મસિદ્ધ હક છે, પણ એ પતે પછી ‘સોરી’ જેવો નાનકડો શબ્દ બોલવામાં કશો હિચકિચાટ રાખશો નહીં. ⚫ કોઈ પણ સંજોગોમાં, કમ્યૂનિકેશન બંધ કરવું ખતરનાક છે. કમ્યૂનિકેશનની ચેનલ ચાલુ રાખો. ⚫ મુસિબતો, ચિંતાઓ, સ્ટ્રેસ છુપાવો નહીં. પાર્ટનર સાથે શેર કરો. ‘તારા હાથોમાં હોઉં ત્યારે બધી જ તકલીફો અલોપ થઈ જાય છે.’ ⚫ દિવસમાં એક વાર, બને તો ડિનર એક સાથે લો. ‘આજે બટાકાવડાં ગજબનાં બન્યાં છે.’, ‘આજે ઓફિસમાં શું થયું?’ થોરામાં ઘનું સમજવું હોય તો તમારા પાર્ટનરને સિડ્યુસ કરો, કરતા રહો. જે બિહેવિયર તમે તમારા પાર્ટનર પાસે એક્સપેક્ટ કરો છો, એવું જ બિહેવિયર પાર્ટનર સાથે કરો. baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો