તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:ડિગ્રી પાછળ દોડવાનું છોડી આરુષિએ બનાવ્યો રોબોટ

પ્રકાશ િબયાણી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરુષિ નીમા માત્ર આઠ વર્ષનાં હતાં, ત્યારે તો એમણે કોડિંગ કરતાં પણ શીખી લીધું હતું

આરુષિ એટલે ‘સૂર્યોદયની લાલિમા.’ આરુષિ નીમાએ પોતાના નામને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. માત્ર 18 વર્ષની આ વિદ્યાર્થિની દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કે. પુરમમાં બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. પોતાના સમવયસ્ક તરુણોની માફક એમને પણ આયર્નમેન ગમે છે, પણ એ તેમના માટે એક રમકડું જ નથી. એમણે તો આ આયર્નમેનમાંથી પ્રેરણા મેળવી બનાવ્યો છે – આરુ રોબોટ. એટલું જ નહીં, આવા જ ઇનોવેટિવ હાઇટેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્રોડક્ટ્સ બનાવવા અને વેચવા માટે આરુષિએ એક કંપની પણ સ્થાપિત કરી છે – ધ સ્માર્ટ ઇન્ટરફેસ. આરુષિ નીમાના પિતા અજય નીમા રિલાયન્સ જીઓના વાઇસ પ્રેસિડન્ટ છે. એમનું કહેવું છે કે જ્યારે આરુષિએ મને રોબોટના આઇડિયા વિશે વાત કરી ત્યારે મને ખુશી થઇ. મેં એને બનતી તમામ મદદ કરી. એ વખતે આરુષિ IIT-JEEની તૈયારી કરી રહી હતી. મેં કહ્યું, જે સારું લાગે એ કર. મનગમતું કરવા માટે આઇઆઇટી પ્લાન ડ્રોપ કરવો પડે તો કરો. ડિગ્રીથી વધારે મહત્ત્વ છે સ્કિલનું. આરુષિએ એમ જ કર્યું અને આરુ રોબોટ બનાવ્યો અને પોતાની કંપની સ્થાપિત કરી, જેનાં તેઓ આજે સીઇઓ છે. પોતાના પિતાના કેટલાક આંત્રપ્રિન્યોર મિત્રો સાથે વાત કર્યાં પછી આરુષિ નીમાએ આરુ રોબોટ ડેવલપ કર્યો છે. એ નાના અને મધ્યમ કદના બિઝનેસમેન્સના ગ્રાહકો સાથે સંપર્ક કરવાનું સરળ બનાવી દે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટરફેસીસ જેમ કે, અમેઝોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ હોમ અથવા માઇક્રોસોફ્ટની કોર્ટોનાની સહાયતાથી તેઓ પોતાના ગ્રાહકો સાથે ચોવીસ કલાક સંપર્કમાં રહી શકે છે. મેન્યુઅલ આસિસ્ટન્ટ ચોવીસે કલાક, સાતેય દિવસ કામ નથી કરતા, એ આ રોબોટ કરે છે. જેમ કે, એકસાથે અનેક જાણકારી અને સવાલોના વિવિધ ભાષાઓમાં જવાબ આપવો. યુઝર્સની જરૂરિયાત અનુસાર તેને કસ્ટમાઇઝ કરી શકાય છે. પેરેન્ટ્સ એના દ્વારા સંતાનોની ફી, સ્કૂલબસનું લોકેશન, સ્કૂલનું ટાઇમટેબલ જાણી શકે છે. ઇલેક્ટ્રિસિટીના બિલની પણ જાણ મેળવી શકાય છે. કોલ સેન્ટર્સ અને હેલ્પ સેન્ટર્સનું કામ આ રોબોટ સરળ બનાવે છે. એટલું જ નહીં, જાણકારી માત્ર યુઝર્સને મળવાથી ડેટા પ્રાઇવસીનું પણ આરુષિએ ધ્યાન રાખ્યું છે. એમનું કહેવું છે કે આ સ્માર્ટ ઇન્ટરફેસ દ્વારા હું નાના અને મધ્યમ વેપારીઓ અને હોમ યુઝર્સને ટેક્નિક અને મશીન લર્નિંગથી સાંકળવા ઇચ્છું છું, જે આજના સમયની માગ છે. ધ સ્માર્ટ ઇન્ટરફેસ પોતાના ગ્રાહકો દ્વારા રોબોટના ઉપયોગ અનુસાર ગ્રાહક પાસેથી માસિક ચાર્જ લે છે. આરુષિ નીમા આઠ વર્ષનાં હતાં, ત્યારે એમણે કોડિંગ કરતાં શીખી લીધું હતું, પણ રોબોટની સિસ્ટમ ડિઝાઇનિંગ માટે એમણે સ્કિલ વિકસાવવી પડી. એ સિસ્ટમ અને એપ ડેવલપમેન્ટ શીખ્યાં. તેઓ સવારના છ વાગ્યે સ્કૂલબસ દ્વારા સ્કૂલે જતાં. સ્કૂલેથી પાછાં આવી હોમવર્ક કરી, પછી રાત્રિના 11 વાગ્યા સુધી પોતાના સ્ટાર્ટ-અપ માટે કામ કરતાં. આજે પણ એમની દિનચર્યા યથાવત્્ છે. એ પોતાના સહકર્મચારીઓ પાસેથી આખા દિવસના કામનો રિપોર્ટ માગે છે. એ ઇચ્છે છે કે આરુ રોબોટ હોલોગ્રામ દ્વારા પણ વાત કરે. આરુષિ અંતર્મુખી હોવા છતાં ટેક્નોલોજી કે બિઝનેસની વાત આવે ત્યારે એવા લોકોને મળે છે જેમને વિજ્ઞાનની સમજ હોય અથવા સંગીત સાંભળતા હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો