ટેક નોલેજ:એ સંકેત કે જે જણાવે છે કે સ્માર્ટફોન હેક થઈ ચૂક્યો છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સ્માર્ટફોન હેક થવા અને ઓનલાઈન ફ્રોડ થવાં એ સામાન્ય બાબત બની ગઈ છે. એમાં જે સૌથી મોટી મુશ્કેલી યૂઝર્સ સામે આવે છે તે એ છે કે તેમને પોતાના સ્માર્ટફોન હેક થવાની ખબર ત્યારે પડે છે કે જ્યારે હેકર્સ તેમના ફોનથી મેલવેયર દ્વારા અંગત જાણકારી મેળવી લે છે. એવામાં એ જરૂરી છે કે તમે તમારા ફોનમાં થતી કોઈ પણ પ્રકારની ગતિવિધિ પ્રત્યે સજાગ રહો. કેટલાક સંકેત છે કે જેનાથી તમારો ફોન હેક થવા વિશે તમે જાણી શકો છો.

ઝડપથી ફોનની બેટરી ઉતરી જતી હોય ફોનની બેટરી ઝડપથી ઉતરી જતી હોય ત્યારે શક્ય છે કે ડિવાઈસમાં માલવેયર હોય. ખરેખર તો માલવેયર યુક્ત મોબાઈલ એપ્સ વધુ બેટરી માગે છે, જેથી તે ઝડપથી ઉતરી જાય છે. જોકે, ઘણી વાર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને કારણે પણ આવું થઈ શકે છે. એટલે સૌથી પહેલાં એ ચેક કરો કે બેકગ્રાઉન્ડમાં કોઈ એપ ઓપન તો નથી ને અને પછી બેટરી વિશે જાણો.

શંકાસ્પદ પોપઅપ્સ અને એડઓન્સ આપણે ઘણી વાર સ્માર્ટફોનમાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે ક્યારેક પોપઅપ એડ આવવા માંડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો એને અવગણશો નહીં અને તે માલવેયર હોવાનો સંકેત આપે છે. એક્સપર્ટ્સ પણ માને છે કે એનાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ ન કરવો. એનાથી તમારો ડેટા પણ સેફ રહેશે.

ફોન વધુ ગરમ થાય કે ફ્લેશલાઈટ ઓન થઈ જાય જો તમારો ફોન આપમેળે ખૂબ જ ગરમ થતો હોય ત્યારે એવું બની શકે કે હેકર તમારો ફોન ઓપરેટ કરી રહ્યો છે. આ સ્થિતિમાં ખાસ કોઈ ટેક્નિશિયનની સલાહ તમારે લેવી જોઈએ. આ રીતે ફોનની ફ્લેશલાઈટ ઓટોમેટિક ઓન થઈ જાય ત્યારે પણ સચેત રહો. તમારા ફોનમાં માલવેયર ડિલીટ કરવા માટે એને તરત ફેક્ટરી રીસેટ કરો.

અન્ય સમાચારો પણ છે...