તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની abcd:ફ્રસ્ટ્રેશનનું ‘થોરા’માં ઘનું

બી.એન. દસ્તૂર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફ્રસ્ટ્રેશન આવે એટલે ભીતરમાં ભાંગફોડ થવાની શરૂઆત થાય

માનવી લાવ લાવ કરતું પ્રાણી છે. એની જરૂરિયાતો અને અપેક્ષાઓનો અંત હોતો નથી. જે નથી એ મેળવવાના ચક્કરમાં એ જે છે તેનો આનંદ લઇ શકતો નથી. એને સફળતા વહાલી છે, પણ સફળતાની વ્યાખ્યા એ શોધી શકતો નથી. એની ભીતરમાં ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ ચાલ્યા કરે છે. ⚫ સ્વતંત્રતા વહાલી છે, પણ લગ્ન કરવાના કોડ છે. ⚫ સુરેશ પસંદ છે એટલો જ રમેશ અને સ્વાતિ પસંદ છે એટલી જ સ્મૃતિ પસંદ છે. ⚫ જે જોઇએ છે તે મળતું નથી કે મોડું મળે છે અથવા ધાર્યાં કરતા ઓછું મળે છે. ⚫ જે બનવું જોઇતું હતું તે બનતું નથી. ન બનવાનું બની બેસે છે. ⚫ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાતું નથી. ⚫ પ્રમોશન વહાલું છે, પણ વધારાની જવાબદારી લેવાની ઇચ્છા, આવડત, ત્રેવડ નથી. ⚫ સંસ્થા પસંદ છે, પણ બોસ પસંદ નથી. ⚫ કારકિર્દીની સડક ખાબડખૂબડ છે, અસંખ્ય ડાયવર્ઝનો છે. દિશાઓ બતાવતાં પાટિયા, પરિવર્તનોના ટાઇફૂનમાં ઊખડી ગયાં છે કે ખોટી દિશાઓ બતાવે છે. રસ્તે મળે છે સાત સમંદર પારથી આવેલા પ્રતિસ્પર્ધીઓ જે તમને, એમની એસોલ્ટ રાઇફલોથી ઉડાવી દેવા તૈયાર, તત્પર અને સક્ષમ છે. આપણી દુનિયાનું આયોજન જ એવું છે કે આપણી ઇચ્છાઓ, યોજનાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવામાં બાધાઓ આવતી રહે છે. ઘડિયાળને કાંટે ચાલતી જિંદગી, વિલંબ સ્વીકારવા તૈયાર નથી. રિસોર્સની અછત છે, સમય શોર્ટ સપ્લાયમાં છે, કાવડિયા કમ છે, આ‌વડત અધૂરી છે. નિષ્ફળતાઓ સાથ છોડતી નથી. આપણાથી વધારે સફળતા મેળવતી વ્યક્તિ, આપણી સફળતાનો આનંદ લેવા દેતી નથી. સમય અને સંજોગોની લપેટમાં આવી જઇ, ન કરવાનું કરી બેસતાં, અપરાધ કર્યાની લાગણી પીછો છોડતી નથી. ઘણી વાર જિંદગી અર્થહીન લાગે છે. વર્કપ્લેસમાં પાર વિનાના ફ્રસ્ટ્રેશન આવે છે. ધારેલો પગાર વધારો મળતો નથી. શેઠનો સાળો તમારું પ્રમોશન લઇ જાય છે. સહકાર્યકરો સાથ આપતા નથી. આવડત, જ્ઞાન અને પ્રતિભાની કદ થતી નથી. બોસ સારા કામનું શ્રેય ચોરી જાય છે. અનુભવ અને સંશોધનો એવું કહે છે કે નાના નાના હેસલ્સ ઘણી વાર મોટી બાબતો કરતાં વધારે ફ્રસ્ટ્રેશન આપી શકે છે. રસ્તે આવતી ટ્રાફિક લાઇટો, તમને રોંગ સાઇડથી કટ મારતો બાઇકર સ્ટ્રેસ આપી જાય છે. ઘણી વાર આપણે ફ્રસ્ટ્રેશનને કંકોત્રી મોકલી બોલાવી-મંગાવીએ છીએ. જેની જરૂર છે, એવી આવડત મેળવવામાં બેદરકારી, કામ લેતાં, કરાવતાં અને કઢાવતાં લાગતો ડર, વર્ક લાઇફ બેલેન્સની બાદબાકી ફ્રસ્ટ્રેશનને આમંત્રણ આપતાં રહે છે. ફ્રસ્ટ્રેશન આવે એટલે ભીતરમાં ભાંગફોડ થવાની શરૂઆત થાય. સવાલોની ધાણી ફૂટે. ⚫ શું કરવા જેવું હતું? ⚫ શું કરી શકાય એમ હતું? ⚫ શું કરવા જેવું નહોતું? ⚫ આકાંક્ષાઓ વધારે પડતી ઊંચી હતી? ⚫ જે જોઇતું હતું એ મેળવવા માટે જરૂરી ભોગો આપવાની તૈયારી નહોતી? ⚫ દોસ્તોએ દગો કર્યો? ⚫ દુશ્મનની તાકાતને અંડરએસ્ટિમેટ કરી? ⚫ રિસોર્સ એકઠા કરવામાં કચાશ રહી ગઇ? આવા સંજોગોમાં સવાલો દિલ અને દિમાગમાં ઊઠતા રહે, ફ્રસ્ટ્રેશન આપતા રહે. ફ્રસ્ટ્રેશનથી દૂર રહેવાના ઉપાય : ⚫ આવેશ પર નિયંત્રણ મેળવો. દિલ-દિમાગ ઠંડું કરો. પાંચ દસ ઊંડા શ્વાસ લો. ⚫ સમસ્યા ઉપર ચેલેન્જનું લેબલ મારો. ⚫ મિત્રો અને નિષ્ણાતોની મદદ લો. ⚫ સમસ્યાનું ઠંડા દિમાગથી એનાલિસિસ કરો. જરૂરી રિસોર્સ એકઠા કરો, તે વાપરવાની પ્રોસેસ શીખી લો ને શું કરવું તે નક્કી કરો. ⚫ જે નિર્ણય લીધો એના ઉપર પૂરી નિષ્ઠાથી અમલ કરો. ⚫ યાદ રાખો, તમારી સમસ્યાઓની સરખામણીમાં રાક્ષસી કદની સમસ્યાઓ ધરાવનાર ઇન્સાનોની સંખ્યા કરોડોમાં છે. ફ્રસ્ટ્રેશન છે એક ઇમોશન, લાગણી અને તમને એ સિગ્નલ આપે છે કે તમારે કરવા જેવું કરવાનો સમય આવી ગયો છે. બોલવા અને ગાવા માટે ઉત્તમ એવી રચનાઓ (હમ હોંગે કામિયાબ એક દિન, તારી હાક સૂની કોઇ ન આવે તો.. એકલો જાને રે, શ્રદ્ધા જ મને લઇ ગઇ મંઝિલ ઉપર, રસ્તો ભૂલ્યો તો દિશાઓ ફરી ગઇ) ના ચક્કરમાં આવવાને બદલે બાંય ચડાવો. આવડતો ને રિસોર્સ મેળવો, રિસોર્સ વાપરવાની પ્રોસેસ જાણી લો, જરૂરી મદદ મેળવો અને જે કરવા જેવું છે એ કરી નાખો. યાદ રાખો, જો સર રખતા હૈ, દર્દે સર રખતા હૈ. થોરામાં ઘનું. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો