તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સક્સેસ સ્ટોરી:પિતાની મહેનતને સફળતાની ટોચ પર પહોંચાડતા વિક્રમ અને ગૌરવ સ્વરૂપ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિક્રમ સ્વરૂપ અને ગૌરવ સ્વરૂપની મહેનતથી કૂલિંગ સોલ્યુશન્સના બિઝનેસમાં ડ્રાય કૂલિંગ ટાવર્સની ભાગીદારી 15 ટકા થઇ ગઇ છે

વાત કરીએ માત્ર ભારતની નહીં, પણ એશિયાની સૌથી મોટી કૂલિંગ ટાવર્સ મેન્યુફેક્ચરિંગ કંપની કોલકાતાની પહાડપુર કૂલિંગ ટાવર્સની. 1948માં કોલકાતાના મહેન્દ્ર સ્વરૂપે એક બિસ્માર પેકિંગ સૉ મિલ ખરીદી. સખત મહેનત અને આવડતના જોરે તેમણે ‘નો કોમ્પિટિશન’વાળા ઉદ્યોગમાં બદલી નાખી. 2012માં તેમનું અવસાન થયું, પણ પોતાના જીવનકાળ દરમિયાન તેમણે બંને દીકરા- વિક્રમ સ્વરૂપ અને ગૌરવ સ્વરૂપને એવી તાલીમ આપી કે તેઓ આજે કૂલિંગ સોલ્યુશન્સ ઉપરાંત ફ્લેક્સિબલ પેકેજિંગ, વિન્ડ એનર્જી અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં પુન:નિર્માણ શરૂ થયું. મહેન્દ્ર સ્વરૂપ ટિમ્બરના ઔદ્યોગિક ઉપયોગને સમજવા માટે યુરોપ ગયા. ત્યાંથી પાછા ફર્યા પછી યુદ્ધનાં સાધનો, ટ્રક બોડીઝ અને રેલવેના કોચીસના ભંગારમાંથી તેઓ લાકડાંનાં ઉત્પાદનો બનાવવા લાગ્યાં. એ વખતે બિહારના સિંદરીમાં દેશનો પ્રથમ ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થપાઇ રહ્યો હતો. તેના વૂડન કૂલિંગ કમ્પોનન્ટ્સની શિપમાં આગ લાગી. ખાદ્ય નિગમને નિર્ધારિત સમયમાં વૂડન કમ્પોનન્ટ્સ સપ્લાય કરવાની મહેન્દ્ર સ્વરૂપે હા પાડી. તેમણે તેનું એક સેમ્પલ બનાવ્યું અને તેને દહેરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યું. ત્યાં તેની તપાસ કરવામાં આવી કે એનો કૂલિંગ ટાવરમાં ઉપયોગ કરી શકાશે કે નહીં? કૂલિંગ ટાવરના આ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા વૂડન કમ્પોનન્ટ્સને લીધે સ્વરૂપને રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ પાસેથી સંપૂર્ણ કૂલિંગ ટાવર પ્લાન્ટનો ઓર્ડર મળ્યો. 2000 કરોડ રૂપિયાના ભારતના કૂલિંગ સોલ્યુશન્સ માર્કેટમાં પહાડપુર કૂલિંગ ટાવર્સની 50 ટકા ભાગીદારી છે. આના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે દેશના અડધોઅડધ કરતાં વધારે પાવર, સ્ટીલ, શુગર, સિમેન્ટ, ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ અને મિલ્સને એસકેબીએ સંપૂર્ણ કૂલિંગ સોલ્યુશન્સ પૂરાં પાડ્યાં છે. મહેન્દ્ર સ્વરૂપના મોટા પુત્ર વિક્રમ સ્વરૂપે મિકેનિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. જ્યારે બીજા પુત્ર ગૌરવે ટેક્નિકલ એજ્યુકેશનની સાથોસાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી. તે બંને પહાડપુર કૂલિંગ ટાવર્સના મેનેજિંગ ડાયરેક્ટર્સ છે. કંપની પાંચ ટનથી માંડીને વિશાળ હાઇપરબોલિક કૂલિંગ ટાવર્સ ઉપરાંત સંપૂર્ણ કૂલિંગ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. પહાડપુર કૂલિંગ ટાવર્સે ડ્રાય કૂલિંગ ટેક્નિક પણ વિકસાવી છે. કંપનીના કૂલિંગ સોલ્યુશન્સના બિઝનેસમાં ડ્રાય કૂલિંગ ટાવર્સની ભાગીદારી 15 ટકા થઇ ગઇ છે. પહાડપુર કૂલિંગ ટાવર્સના સ્થાપક સ્વરૂપની ત્રીજી પેઢીના સિદ્ધાર્થ અને વરુણ (વિક્રમ સ્વરૂપના પુત્ર) અને દેવિના (ગૌરવ સ્વરૂપની દીકરી) બિઝનેસમાં જોડાયાં. સ્વરૂપ પરિવારે ફ્લેક્સિબલ પેકેજિંગ, વિન્ડ એનર્જી અને રિયલ એસ્ટેટના ઉદ્યોગમાં એન્ટ્રી કરી છે. આ નવી પેઢી પણ પોતાની મહેનતથી આ બિઝનેસને આગળ વધારી રહી છે.⬛ prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...