તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એ િવસો જુદા હતા. સોશિયલ ડિસ્ટન્સ પહેલાંના દિવસો... જ્યારે થિયેટરમાં ફિલ્મ જોવા માટે તો જવાતું જ હતું, પણ મુખ્ય કારણ પોપકોર્ન ખાવા માટે થિયેટરમાં ફિલ્મ જોવાનું હતું. એમાંય ફિલ્મના રસપ્રદ દૃષ્યમાં એવું બને કે હીરો મરી ન જાય એની સાંત્વના લેવા માટે અનાયાસે બાજુવાળાની પોપકોર્ન ખવાઇ જતી. બાજુવાળો પણ પોતાને જ આશ્વાસન આપતો. અંધારામાં કંઇ બન્યું નથી એમ ફિલ્મના રોમાંચક દૃષ્યોમાં ખોવાઇ જતો. મોંઘીદાટ થઇ ગયેલી એ પોપકોર્નનું શું થશે હવે? લગ્ન સમારંભમાં બૂફે કાઉન્ટર પર અડધો કલાક ઊભા પછી થાળી ભરીને આપણા પરિવાર પાસે જતાં હોઇએ અને રસ્તામાં પંખો આવતાં ચટણીવાળા ઊડેલા પાપડો યાદ તો આવે જ. હવે લગ્નમાં બસો માણસની પરમિશનમાં આપણો નંબર ક્યા લાગવાનો? એ વિચારમાં જ ઘરની સારી બનાવેલી રસોઇથી પણ પેટ બગડી જાય. કલાકો સુધી પાનના ગલ્લે સચીન તેંડુલકરના દીકરાના ક્રિકેટમાં પ્રવેશની કે ધોનીએ લીધેલી આબરૂદાર સ્વૈચ્છિક નિવૃત્તિની કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ પ્રકારના નિર્ણયો લેવા એવી ચર્ચા કરતાં હોઇએ ને ત્યાં જ કોઇકનો ફોન આવે ત્યારે ફોન પર ‘હું મીટિંગમાં છું, કરુંં ફરીથી.’ કહીને ફોન મૂકી દેતા હતા. એ દિવસો જુદા હતા. માવો તો ખાતાં ખવાશે, પણ કાવો સવાર-સાંજ પીવાશે તેવું લાગે છે. રસી શોધાતી નથી અને ઘરમાંથી ખસી શકાતું નથી. સાહિત્યના સભારંભોમાં આગલી હરોળમાં બેસવાનો આનંદ હતો. ખબર પડે કે ન પડે પણ સ્ટેજ પર કશું જ બોલાયેલું ન હોય તો પણ ‘ક્યા બાત હૈ’ કહેવાનો (મોટ્ટેથી) રિવાજ હતો. દસ-બાર જણામાં એવો વટ પડતો કે આખી રાત ઊંઘ ન આવે તોય ચાલી જતું, એ વટ પડ્યાના આનંદમાં. દિવસોની યાદ ન આવે? એ દિવસો જુદા હતા, જ્યારે રેસ્ટોરાંમાં રવિવારની સાંજે નીકળી જ પડવાનું, એવો નિયમ હતો. કેટલાકના તો લગ્નો જ આ શરતેે થયા હતા. હવે રેસ્ટોરાંમાં જઇએ છીએ, ત્યારે વેઇટર જ ‘ટેક અવે’ની ભલામણ કરે છે. પુરુષોની જોબ એની એ જ રહી. કેટલુંક શરતો આધારિત કામ ઉમેરાયું. એ દિવસોની યાદ તો આવે જ... પ્રેમીઓ વીડિયો કોલની સુવિધા છતાં મળતાં હતાં. કારણ આંખોમાં મળવાની ચમક હતી. હવે સાત-આઠ મહિનાથી બેઠેલાંને કોરોના થાય છે. ‘સંક્રમિત’ થવાનું પાલવે એવું જ નથી. માણસોએ મહામારી પહેલાં જ ઘણા મહોરાં પહેરેલા હતા, એમાં ઉપરથી માસ્ક આવ્યા. દરેકને પોતાનો અસલ ચહેરો ઢાંકવાની આદત હતી. એમાં માસ્કે સુવિધા કરી આપી. માસ્ક પહેરેલો હોય છતાં આંખોથી ઓળખાઇ જાય એવાં ઘણા સંબંધોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને મળી શકાય એમ છે, પણ સામે જ ઊભા હોય અને વાત જ ન કરવી હોય ત્યારે આંખોથી ઓળખવા છતાં ‘સોરી હોં! માસ્કને કારણે ઓળખાયા નહીં!’ – એવો દાવો માણસોને ‘ઓળખવામાં’ સાચ્ચો પડે છે. ‘એ દિવસોની વાત’ રોજ ભારેખમ સમાચાર વાંચીને, મૂડ બદલવા, હળવા થવા માટે કરી છે. બાકી આજકાલ બધું જ ડિઝ્પોઝેબલ થઇ ગયું છે. ઓન ધ બીટ્સ : આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં. - રમેશ પારેખ ghazalsamrat@gmail.com
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.