તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:સૂતા પહેલાંના સફળ લોકોના 7 કામ

ડૉ. ઉજ્જ્વલ પાટની18 દિવસ પહેલા
 • કૉપી લિંક

જોસફળ લોકોને રોલ મોડલ બનાવીને તેમની આદતોને જીવનમાં ઉતારવામાં આવે તો આપણને ઉંચાઈને સ્પર્શતા કોઈ નહીં રોકી શકે. આ આદતો નાની હોઈ શકે છે ને મોટી પણ, પરંતુ દરેક આદતનું પોતાનું મહત્ત્વ હોય છે. દુનાયાના કેટલાક સફળ લોકોની સૂતા પહેલાંની આદતો જાણી તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો : • ત્રીસ મિનિટ વાંચે છે : બરાક ઓબામાથી લઈને બિલ ગેટ્સ જેવા સફળ વ્યક્તિ સૂતા પહેલાં ઓછામાં ઓછું 30 મિનિટ જરૂર વાંચે છે. એટલું જ નહીં, તેઓ રાતના સમયે મોબાઈલ બંધ કરી દે છે. તેઓ આ કલાકોને એકદમ પર્સનલ રાખીને એવા કામ કરે છે જેનાથી તેમને ખુશી મળે. આ તેમના મગજને રિચાર્જ કરે છે અને તેનાથી બીજો દિવસ વધારે ઉત્પાદક હોય છે. • બીજા દિવસની સકારાત્મક કલ્પના કરે છે : આ એક બહુ જ અદ્્ભુત આદત છે. ઘણી સફળ વ્યક્તિ સૂતા પહેલાં બીજા દિવસની ખૂબ જ શક્તિશાળી કલ્પના કરે છે. તેઓ પોતાના કામને પૂરા થતાં જુએ છે. જે સમસ્યા ઘણાં સમયથી ઉકેલાઈ ન હોય, તેનું સમાધાન મળી ગયું છે તેવું પણ જુએ છે. તેઓ બીજા દિવસની સફળતાનું માનસિક ચિત્ર તૈયાર કરે છે. • પરિવારને સમય આપે છે : તેઓ રાત્રે સૂતા પહેલાં પોતાના જીવનસાથીની સાથે સૂવાનો સમય નક્કી કરે છે, જેથી પથારીમાં હળવી વાતો થઈ શકે. સૂતા પહેલાં તેઓ બાળકોના રૂમમાં જઈને વાતો કરે છે. તેનાથી પરિવાર મજબૂત તાંતણે જોડાય છે જે તેમને ઉત્પાદક બનાવે છે. • ધ્યાન-મનન કરે છે : સફળ વ્યક્તિઓ સૂતા પહેલાં ધ્યાન-મનન કરે છે. તેનાથી આખા દિવસનો તણાવ દૂર થઈ જાય છે. ધ્યાનથી તેમનું ફોકસ વધે છે અને શાંતિથી નિર્ણયો લઈ શકે છે. • પોતાને સાફ-સ્વચ્છ રાખે છે : ‘ક્લીન બોડી, ક્લીન માઈન્ડ’ના સિદ્ધાંત પર વિશ્વાસ કરનારા સફળ લોકો સૂતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરે છે. કેટલાંક લોકો સારી રીતે ચહેરો અને હાથ-પગ ધોઈને બ્રશ કરે છે, પોતાના વાળ ઓળે છે. તેઓ સૂતાં પહેલાં પોતાને દર્પણમાં જુએ છે. • ડિનર-ડ્રિંક્સથી દૂર રહે છે : જો પાર્ટીઓની વાત જવા દઈએ તો સામાન્ય રીતે મોડી રાત્રે ડિનર અને ડ્રિંક્સ લેવાથી દૂર જ રહે છે. તેનાથી સવારના વ્યાયામમાં પણ સમસ્યા નથી આવતી અને શરીર સ્વસ્થ રહે છે. • અનેક સ્લીપ એલાર્મ ગોઠવે છે : સૂવાના સમયને નક્કી કરવા અને પોતાની બોડી ક્લોકને સેટ કરવા સફળ લોકો 2-3 એલાર્મ સેટ કરે છે. પહેલું એલાર્મ એ સંદેશો આપે છે કે સૂવાનો સમય થઈ રહ્યો છે અને પોતાનું કામ પૂરું કરવાની તૈયારી કરો. બીજા એલાર્મનો અર્થ છે કે, હવે પથારીમાં આવી જાઓ. ધીરે-ધીરે એલાર્મ આપણો સમય નક્કી કરી દે છે ને પછી આપણને બરાબર તે જ સમયે નિદ્રા આવવા લાગે છે. ઉત્પાદક દિવસ માટે ગાઢ નિદ્રા જરૂરી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો