તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:તણાવમુક્ત રહેવાની 6 સરળ ટિપ્સ

ડૉ. ઉજ્જ્વલ પાટની5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂના મિત્રોને મળીને મનની વાતો શેર કરો

નિષ્ફળતાનો ભય સૌથી મોટો ભય છે. તમે જેમ ઊંચાઈએ પહોંચો છો, તેમ એકલતા અનુભવો છો. લક્ષ્ય મેળવવાની દોડમાં તમે તણાવનો શિકાર બની જાઓ છો. તમારી ઈમેજ મેઈન્ટેન કરવાનું પ્રેશર અને બીજા સાથે સરખામણીને કારણે આંધળી દોડમાં તમે જીવવાનું ભૂલી જાવ છો, પણ આજે અહીં એવી કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ છે, જેનાથી તમે ખુદને આવી પરિસ્થિતિથી બચાવી શકો છો. 1 નાની સિદ્ધિનો આનંદ : તમારાં મોટાં કે ઊંચાં લક્ષ્યો વચ્ચે નાના-નાના પડાવ રાખો અને નાની સિદ્ધિ મેળવવાનો પણ આનંદ લો. આવા નાના નાના આનંદના અવસર તમને સફળતાનો સાચો આનંદ માણતાં શીખવશે. નહીંતર મહેનત કર્યા પછી ઊંચે પહોંચીને પણ તમે એકલતા જ અનુભવશો. 2 કોઈ સામાજિક સંસ્થાનો હિસ્સો બનો : કોઈ રાષ્ટ્રીય મિશન, સામુદાયિક કે સામાજિક સંસ્થા સાથે જોડાવ. આવી જગ્યા પર તમે લોકોને સંઘર્ષ કરતાં જોશો તો તમારી તકલીફો નાની લાગશે. તમને થશે કે આની સામે મારી તકલીફ તો કંઇ જ નથી. આ વાતથી તમારો સ્ટ્રેસ દૂર થઇ જશે. 3 સ્વજનોને મળતાં રહો : તમારા જે પણ સગાંસંબંધીઓ સાથે તમારા વિચાર મળતાં હોય, તેમને મળવાનું રાખો. ભારતમાં ડિપ્રેશનનો દર અન્ય દેશની સરખામણીએ ઓછો હોવાનું કારણ અદ્્ભુત કૌટુંબિક માળખું અને પરસ્પરની આત્મીયતા છે. 4 જૂના દોસ્તોને મળતાં રહો : તમે તમારા મનની વાતો જેમની સાથે શેર કરી શકો એવા દોસ્તો-બહેનપણીઓને મળો. પરિણામ વિચાર્યા વિના તમે ગુસ્સે થઈ શકો છો તેથી તમારા જૂના મિત્રોને મળતાં રહો. 5 ઈડિયટ ડે ઊજવો : પાવર થિંકિંગ નામની કૃતિનો ‘ઈડિયટ ડે’ સિદ્ધાંત ઘણો લોકપ્રિય થયો છે. આ સિદ્ધાંત અનુસાર દર મહિને એક દિવસ એવો ઊજવો જેમાં કોઈ નિયમને માનવાના ન હોય. પતંગ ઉડાવો, ગીતો ગાવ, જે ગમે તે કરો, ક્રિકેટ રમો, ઝિંદાદિલ રહો. 6 મોટિવેશનલ સ્પીકર્સને સાંભળો : મોટિવેશનલ સ્પીકર્સના વીડિયો સાંભળીને તમારા અંદરની નકારાત્મકતા અથવા તો નિરાશા દૂર કરો. તમારા રસ મુજબના વીડિયો જુઓ અને તમારી બેટરીને દિવસભર માટે ચાર્જ કરી દો. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો