તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુગાન્ડના સરમુખત્યાર ઈદી અમીને એક વખત કહ્યું હતું કે, તેઓ બોલવાની આઝાદીનું સન્માન કરે છે, પરંતુ ગેરન્ટી આપી શકે નહીં. એવું લાગે છે કે, ભારત સરકાર આ સિદ્ધાંતથી એક પગલું આગળ વધી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવા છતાં ભારતમાં બોલતા પહેલા જ લોકોની આઝાદી પર અંકુશ લગાવાઈ રહ્યો છે. વ્યાપક વિરોધ દબાવવા માટે સરકાર ઈન્ટરનેટ સેવા બંધ કરી દે છે.
2019માં કાશ્મિરમાં 213 દિવસ સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. ત્યાં મોબાઈલમાં પણ 2જી સેવા જ ચાલે છે. રાજધાની દિલ્હીની સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોબાઈલ નેટવર્ક બંધ કરી દેવાયા છે. એક નવા રિપોર્ટનું અનુમાન છે કે, 2020માં 8927 કલાક સુધી ઈન્ટરનેટ બંધ રહેવાને કારણે અર્થતંત્રને રૂ.20 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. સરકાર સોશિયલ મીડિયા પર સક્રિય લોકોને પણ નિશાન બનાવી રહી છે. ઈન્ટરનેટ પર ‘રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ’ની શોધ માટે પોલીસ દ્વારા સાઈબર વોલેન્ટિયર્સની સેવાઓ લેવાની પહેલ કરાઈ છે. ટ્વીટરે કહ્યું કે, 2020ના પ્રથમ 6 મહિના દરમિયાન સરકાર તરફથી કન્ટેન્ટ દૂર કરવાની માગણી 254% વધી ગઈ છે. 2700થી વધુ કન્ટેન્ટ દૂર કરાયા છે. 1 ફેબ્રુઆરીના રોજ સરકારના આગ્રહ પર 250 એકાઉન્ટ બંધ કરી દેવાયા હતા. કડક વિરોધ પછી તેને ચાલુ કરાયા હતા.
સંવેદનશીલ મુદ્દે જાહેર ચર્ચા રોકવા વિદેશ મંત્રાલયે એકેડમિક સંમેલનોના આયોજનો માટે નવા નિયમો લાગુ કર્યા છે. સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને બારતની આંતરિક બાબતો સંબંધિત કોઈ વિષય પર ઓનલાઈન કોન્ફરન્સ કે સેમિનારના આયોજન માટે મંત્રાલયની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. આ જ રીતે કેટલાક રાજ્યોએ પણ કડક પગલાં લીધે છે. ઉત્તાર ખંડ પોલીસે રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરનારને પાસપોર્ટ ન આપવાની જાહેરાત કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.