તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓના પુનરાગમનની રાહ:અગાઉ કરતાં વધુ ઝડપે પ્રવાસન વધશે, સ્વરૂપ નવું હશે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

દુનિયામાં પ્રવાસનનું પુનરાગમન નિશ્ચિત છે. કોવિડના કારણે પ્રવાસન ક્ષેત્રે કાયમી મંદીની આશંકા નથી. તમામ પૂર્વાનુમાન આગામી કેટલાક વર્ષમાં યાત્રા અને પ્રવાસનના મહામારીથી પહેલાના સ્તર પર પહોંચવા તરફ સંકેત આપી રહ્યા છે. સાથે જ તેમાં તેજ વિકાસની સંભાવના છે. કન્સલ્ટન્સી કંપની ઓલિવર વાયમનના માઈકલ ખાન કહે છે, યાત્રા પર અસર થઈ છે, પરંતુ લાંબા સમય સુધી નહીં રહે. લોકો પાસે વધતો પૈસો અને સમય લાંબા ગાળે પ્રવાસનમાં વધારો કરશે. ચીનમાં વધતું પ્રવાસન આ વાતનું ઉદાહરણ છે.

ચીન ઉપરાંત ભારત, મલેશિયા અને ઈન્ડોનેશિયામાં વધતો મધ્યમ વર્ગ તેમાં ભાગીદારી વધારશે. સ્થાનિક યાત્રાને પ્રાથમિકતાને કારણે દક્ષિણ-પૂર્વ એશિયા મનપસંદ પ્રવાસન સ્થળ બની શકે છે. કોવિડની ખરાબ અસરો છતાં વર્ષના બીજા ભાગમાં ઝડપી રિકવરી આવી શકે છે. અનેક મહિના સુધી લૉકડાઉનમાં રહેલા લોકો હવે લાંબી યાત્રા માટે સસ્તી ટિકિટોનો ફાયદો લેવા માગશે. સાથે જ દુનિયાભરમાં અટકેલા કામ ફરીથી શરૂ થવાથી પણ યાત્રાઓ વધશે.

ટૂંકા અને લાંબા અંતરની યાત્રાઓમાં પરિવર્તન આવશે. કેટલીક લાંબા અંતરની યાત્રાઓમાં ભાડામાં વધારો થશે તો ટૂંકા અંતરની યાત્રામાં સેવાઓમાં વધારો થશે. જોકે, સ્પર્ધાને કારણે ભાવ કાબૂમાં રહી શકે છે. યાત્રા દરમિયાન સુરક્ષા અને તંદુરસ્તી સૌથી વધુ મહત્ત્વની રહેશે. હોલિડે ડેસ્ટિનેશનની ખામીઓ અને ફાયદાને ટૂરિસ્ટો વધુ ધ્યાનથી ચકાસશે. સારો તાલીમપ્રાપ્ત સ્ટાફ અને સુરક્ષા મોટો સેલિંગ પોઈન્ટ બની જશે. જોકે, તાજેતરમાં જ ઝડપી વિકાસ છતાં વિદેશ યાત્રા હજુ પણ કેટલાક લોકો માટે જ સરળ છે. જેમ-જેમ દુનિયામાં સમૃદ્ધિ આવશે, વિદેશમાં રજાઓ ગાળવા જનારા લોકોની સંખ્યા વધતી જશે. હવે અપ્રચલિત અને ઓછા જાણીતા સ્થળો પણ પ્રવાસન સ્થળ બની રહ્યા છે, જેના કારણે પ્રવાસન વ્યવસાયનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આ પરિવર્તન સુપરસોનિક યાત્રાથી આવી શકે છે. કેટલાક સ્ટાર્ટ અપ પહેલાથી જ નાના સુપરસોનિક કોર્પોરેટ જેટ વિકસાવી રહ્યા છે.

80% વસતીએ ક્યારેય વિમાનમાં પગ મૂક્યો નથી
ઉડ્યન કંપનીઓનું અનુમાન છે કે, દુનિયાની લગભગ 80% વસતીએ ક્યારેય વિમાનમાં પગ મુક્યો નથી અને આ વર્ગ પ્રવાસનથી અળગું રહેલું મોટું બજાર છે. વિદેશ યાત્રા હજુ પણ એક મોટા વર્ગ માટે દુર્લભ છે. સ્વીડનની લિનિયસ યુનિવર્સિટીના સ્ટીફન ગોસલિંગની રિસર્ચ અનુસાર દુનિયામાં માત્ર 11% વસતીએ જ વિમાનમાં મુસાફરી કરી છે. તેમાંથી પણ માત્ર 4% એ જ વિદેશ યાત્રા કરી છે. ધનિક દેશોમાં પણ અડધાથી ઓછી વસતીએ વિમાન યાત્રા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો