તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના શેર બજાર વોલ-સ્ટ્રીટનો ઘટનાક્રમ એટલો વિચિત્ર છે કે, નેટફ્લિક્સ તેના પર શો બનાવવાની તૈયારી કરી રહી છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ટ્રેડિંગને ખુલ્લું કરી નાખ્યું છે. માહિતીના અભાવે નવા બિઝનેસ મોડલ ઉભર્યા છે. જેના કારણે માર્કેટના કામમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. તેનાથી આગળ જઈને બીજા અન્ય ફાયદો થવાની સંભાવના છે. રેડિટની ઈન્વેસ્ટમેન્ટ ફોરમ વોલ સ્ટ્રીટ બેટ્સે 80 લાખ ફોલોઅરોએ જાન્યુઆરીના છેલ્લા દિવસો સુધી કેટલીક ગુમનામ કંપનીઓની કિંમત વધારી દીધી છે. તેનાથી શેરના ભાવમાં ઘટાડા પર દાવ લગાવનારા હેજ ફંડોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
માર્કેટની હચલચે ઓનલાઈન બ્રોકરો પાસે રોકડ નાણાની અછત પેદા કરી છે. 28 જાન્યુઆરી પછી સૌથી પ્રમુખ બ્રોકિંગ ફર્મ રોબિનહૂડને રૂ.24 હજાર કરોડ ભેગા કરવા પડ્યા છે. આ સપ્તાહે કેટલીક સારી કંપનીઓના શેર પણ ધડામ થયા છે. ગયા વર્ષે માત્ર બીજી કંપનીઓનું અધિગ્રહણ કરવા માટે લિસ્ટેડ 300 કંપનીઓ (સેપ્ક્સ- સ્પેશિયલ પરપઝ એક્વિઝિશન કંપની)એ રૂ.5.83 લાખ કરોડ જમા કર્યા છે. આવી કંપનીઓને આઈપીઓ વગર જ આગળ વધવાની તક મળી છે. છેલ્લા 10 વર્ષમાં આટલું બધું શેર ટ્રેડિંગ પ્રથમ વખત થયું છે.
આ બાજુ, માહિતીના ઢગલાએ બજારની હલચલને પ્રભાવિત કરી છે. ઈનસાઈડર ટ્રેડિંગ સંબંધિત બેઠકો અને બજારમાં હેરાફેરી કરવાના કાયદાના સમાચારોથી કંપનીઓ અને અર્થતંત્ર સંબંધિત માહિતી મળતી રહે છે. હવે લોકો વેબસાઈટ, ઈન્ડસ્ટ્રીયલ સેન્સરોનું ટ્રેકિંગ અને સોશિયલ મીડિયા દ્વારા અસંખ્ય માહિતી મળે છે. નવા બિઝનેસ મોડલ વોલ સ્ટ્રીડને પાછળ મુકી રહ્યા છે. આઈપીઓની મોટી કીંમત અને જૂની રીતોથી વિરુદ્ધ સિલિકોન વેલી સામે સ્પેક્સ કંપનીઓ આગળ આવી છે. માર્કેટમાં આ પ્રકારની હલચલ આગળ પણ ચાલતી રહેશે. કમ્પ્યૂટરોના અલ્ગોરિધમ આવા એસેટનો વિસ્તાર કરશે. ડિજિટાઈઝેશનથી વધુ લોકોની માર્કેટ સુધી પહોંચ સરળ બનશે.
રોકડનો ઢગલો, જેપી મોર્ગન ચેઝે પૈસા જમા કરવાનું બંધ કર્યું
શેર બજારની તેજ હલચલનું એક કારણ સરકારોના આર્થિક પેકેજને જોખમી લોનને મદદ કરી છે. બેન્કો પાસે મોટી સંખ્યામાં વધારાની રોકડ છે. મહામારીમાં જેપી મોર્ગન ચેઝ પાસે રૂ. 42 લાખ કરોડથી વધુની કેશ જમા થઈ છે. તે હવે પૈસા જમા કરનારને પરત આપી રહ્યા છે. અમેરિકામાં અનેક લોકોએ સરકારી મદદના પૈસાનું ટ્રેડિંગમાં રોકાણ કર્યું છે.
રિટેલ રોકાણકારોની સંખ્યા વધી
વર્ષ 2000માં બજાર તુટવાથી પહેલાની સરખામણીએ આજે શેર સસ્તા છે. શેર બજારમાં વર્તમાન ઉત્સાહથી ફાઈનાન્સમાં આવેલા પરિવર્તનની ઝલક મળે છે. શેર ટ્રેડિંગ ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો છે. તેના કારણે સૌથી પહેલા ફંડ્સ અને બ્લેકરોક જેવા મોટા એસેટ મેનેજરોને ફાયદો મળ્યો હતો. જાન્યુઆરીમાં 25% ટ્રેડિંગ કરનારા રિટેલ ઈન્વેસ્ટર હવે આ લાઈમાં જોડાઈ ચુક્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.