તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરબી દેશોમાં સજા:કુવૈતમાં ઓનર કિલિંગ માટે માત્ર 3 વર્ષની સામાન્ય સજા, અરબ દેશોમાં આવી હત્યાના અધિકૃત આંકડા જાહેર કરાતા નથી

કુવૈત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કુવૈતની નેશનલ એસેમ્બલીમાં ચર્ચા દરમિયાન અનેક વખત મારામારી થાય છે. જોકે, એક મુદ્દા પર સાંસદો પાસે બોલવા માટે કશું ન હતું. ડિસેમ્બરમાં સંસદની એક મહિલા કર્મચારી શેખા અલ આઝમીની તેના ભાઈએ હત્યા કરી. કેટલાક લોકોનું કહેવું છે કે, તે બીજા સમુદાયના પુરુષ સાથે લગ્ન કરવા માગતી હતી. સંસદે મહિલાના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પણ ન આપી. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં કોઈ પણ દેશ ઓનર કિલિંગના અધિકૃત આંકડા જાહેર કરતું નથી. તેના અંતર્ગત પુરુષ પોતાની મહિલા સ્વજનને તથાકથિત અનૈતિક કાર્યોનું કારણ ધરી હત્યા કરી નાખે છે.

એક્ટિવિસ્ટનું કહેવું છે કે, મધ્યપૂર્વ દેશોમાં આવી હત્યાઓ આજે પણ સામાન્ય છે. મોટાભાગના દેશો તેમને અન્ય હત્યાની સરખામણીએ હળવાશથી લે છે. કુવૈતમાં દગો દેનારી પત્નીની હત્યા કરનારાને માત્ર ત્રણ વર્ષની સજા થાય છે. અહીં તેને સામાન્ય અપરાધ મનાય છે. અનેક સ્થળો પર સરવે પર પ્રતિબંધને કારણે અરબ દેશોમાં જનમત જાણવો મુશ્કેલ છે. છતાં 2018 અને 2019માં 6 અરબ દેશોના સરવેમાં જાણવા મળ્યું કે, સમલૈંગિકતાની સરખામણીમાં વધુ લોકોને ઓનર કિલિંગની તરફેણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો