તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીનો માર:કોવિડ-19થી છુટકારો સરળ નથી, તે સ્થાનિક બીમારી બની રહી છે, સરકારોએ નીતિઓ બનાવવી પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારી લાંબા સમય સુધી દુનિયામાં ટકી રહેશે, રસીકરણમાં અનેક મુશ્કેલી
 • કોરોના ફેલાતો રહેશે, કેમ કે દુનિયાની 7.8 અબજ વસતીનું રસીકરણ મુશ્કેલ કામ

કોરોના વાઈરસની રસીઓ અપેક્ષાથી પહેલા આવી ગઈ છે અને અનેક લોકો પર અપેક્ષાથી સારી અસર કરી રહી છે. જો રસીઓ ન આવતી તો દુનિયામાં લગભગ 15 કરોડ લોકોનાં મોતનું જોખમ હતું. જોકે, પૂર્ણ રસીકરણ શરૂ થયા તે પહેલા જ સ્પષ્ટ થઈ ગયું છે કે રસીથી મહામારી સંપૂર્ણપણે દૂર થશે નહીં. આ પેન્ડેમિક (મહામારી)ને એક વર્ષ થઈ ગયું છે અને હવે તેણે એન્ડમિક (સ્થાનિક) સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે કે, તેનાથી છુટકારો સરળ નથી.

કોવિડની રસીના 14 કરોડથી વધુ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે. કોવિડ-19ની તમામ રસી હળવા અને અસ્થમેટિક કેસને રોકવામાં નિષ્ફળ રહી છે, છતાં જેમને ગંભીર ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે કે મોતનું જોખમ છે તેવા કેસમાં આ રસીઓ ઉપયોગી સાબિત થઈ રહી છે. તેના લીધે મહામારીનો ફેલાવો ધીમો પડી શકે છે. સાથે જ તે લૉકડાઉન કરવાનું સરળ બનાવી શકે છે. જોકે, આ સારા સમાચાર છતાં કોરોનાવાઈરસ હજુ સુધી સમાપ્ત થયો નથી. તે વ્યાપક રીતે ફેલાતો રહેશે. તેનું કારણ એ છે કે, દુનિયાના 7.8 અબજ લોકો માટે રસી બનાવવી અને તેમના સુધી પહોંચાડવી અત્યંત મુશ્કેલ કામ છે. બ્રિટન પણ મે મહિના સુધી પોતાની 50 વર્ષથી વધુની વસતીનું રસીકરણ પૂરું કરી શકશે નહીં. દુનિયાના સમૃદ્ધ દેશો સિવાય 85% દેશોમાં તો હજુ રસીકરણ શરૂ પણ થઈ શક્યું નથી. આ દેશોમાં રહેતા અબજો લોકોએ રસી માટે 2023 સુધી રાહ જોવી પડશે.

કોવિડના ટકી રહેવાનું બીજું કારણ છે, ભલે રસીઓ સાર્સ-કોવિડ-2ને ઓછો સંક્રામક બનાવતી હોય અને લોકોને મૃત્યુથી બચાવતી હોય, પરંતુ વાઈરસનો નવો પ્રકાર તેની અસરોને ઘટાડી રહ્યો છે. બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં મળેલા કોવિડ-19ના નવા વેરિએન્ટ છેલ્લા કોવિડ સંક્રમણથી પેદા થયેલી ઈમ્યુનિટીને હરાવી શકે છે. જોકે, તેની અસર નબળી રહેશે. છતાં વાઈરસનો ફેલાવો ચાલુ રહેશે, કેમ કે વાઈરસ એ લોકોને શોધતો રહેશે, જેનામાં તેના પ્રત્યે ઈમ્યુનિટી નથી.

સાર્સ કોવિડ-2ના રહેવાનું ત્રીજું કારણ અનેક લોકો રસી લગાવવાથી બચી રહ્યા છે. એક અનુમાન અનુસાર જો 10 ટકા લોકોએ પણ રસી લગાવવાનો ઈનકાર કરી દીધો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું તો વાઈરસ ઝડપથી ફેલાશે. તેનું પરિણામ મોટી સંખ્યામાં મૃત્યુ તરીકે સામે આવી શકે છે.

કટોકટી માટે તૈયાર રહેવું પડશે
કોવિડ-19ના નવા પ્રકારના હિસાબે રસીમાં ફેરફારનું કામ શરૂ થઈ ગયું છે. જોકે, સરકારોએ કોવિડ-19ને એક સ્થાનિક બીમારી માનીને યોજના બનાવવાનું શરૂ કરવું પડશે. ન્યૂઝીલેન્ડે દુનિયા માટે પોતાના દરવાજા બંધ કરીને કોવિડથી મૃત્યુને 25 પર જ રોકી લીધા હતા. જોકે, આ મહામારી સામે લડવાની રીત હોઈ શકે નહીં. દુનિયાભરની સરકારોએ કટોકટીની સ્થિતિ માટે એવી નીતિઓ બનાવવી પડશે, જે આર્થિક અને સામાજિક વ્યવસ્થાને પ્રભાવિત ન કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો