તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચીને તિબેટમાં ધર્મ અને સંસ્કૃતિ પર હુમલા તેજ કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાવો - તિબેટિયનોની ખુશીનું કારણ દલાઈ લામા નહીં શી જિનપિંગ

તિબેટની કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ વૂ યિંગ્જીને જાન્યુઆરીમાં લ્હાસાના એક યાક-પશુપાલકે પત્ર લખ્યો છે. પત્રમાં સોમન તેસરિંગ નામના આ વ્યક્તિએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાના સુખી જીવનનું કારણ જણાવ્યા છે. ચીનનું મીડિયા હવે તેનો તિબેટિયન ધર્મ ગુરુ દલાઈ લામા વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે. એવું કહેવાય છે કે, સોનમની ખુશી પાછળ તિબેટિયન બૌદ્ધ ધર્મ અને તેમા નેતા દલાઈ લામા નથી. કમ્યુનિસ્ટ પાર્ટી લાંબા સમયથી દલાઈ લામા વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહી છે.

તાજેતરના કેટલાક મહિનામાં અધિકારીઓએ ચીનની લગભગ 6.3 કરોડ વસતીના ધાર્મિક જીવનમાંથી દલાઈ લામાનું મહત્ત્વ ઘટાડવાના પ્રયાસો તેજ કર્યા છે. તિબેટિયનોને પોતાનો ધાર્મિક વિશ્વાસ ઘટાડવા અને શીની પાર્ટી પ્રત્યે ‌વધુ ઉત્સાહ વધારવા કહેવાઈ રહ્યું છે. આ જ પ્રકારનું એક અભિયાન પડોશી શિગજિયાંગમાં ઉઇગર મુસ્લિમો વચ્ચે ઈસ્લામ અંગે ચલાવાઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય તિબેટિયન પઠારમાંથી દલાઈ લામા અને શિંગજિયાંગમાથી ચીનના બહારની ધાર્મિક અસરો સમાપ્ત કરવાનો છે. પાર્ટીને શિગજિયાંગમાં આતંકવાદ વિકસવાનો ડર છે. તિબેટમાં પાર્ટીને સ્થિરતા અંગે ચિંતા છે. 2008માં અહીં ફેલાયેલા આંદોલન અને અશાંતી પછી વિદેશીઓના અહીં આવવાપર સખત પ્રતિબંધ મુકાયો છે. પત્રકારોને તો માંડ-માંડ પ્રવેશમળેછે.

શિંગજિયાંગમાંથી 10 લાખથી વધુ ઉઈગરોને નવા સ્થળે મોકલાયા છે. તિબેટમાંથી અનેક ખેડૂતોને છેલ્લા એક દાયકામાં બીજા કસબા અને શહેરોમાં મોકલાયા છે. અહીં દલાઈ લામાનો ફોટો ઓનલાઈન પોસ્ટ કરવો એક અપરાધ છે. ડિસેમ્બરમાં એક પશુપાલકે વીચેટ પર દલાઈ લામાની નવા વર્ષની શુભેચ્છા પોસ્ટ કરવા માટે 1 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો