તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાગ્યે જ કોઈ મોટી ટેક્નોલોજી કંપનીએ કોઈ બીજી કંપનીને આવું નુકસાન પહોંચાડ્યું હશે, જેવું એપલે ફેસબુકને પહોંચાડ્યું છે. એપલના પ્રમુખ ટિમ કુકે 28 જાન્યુઆરીના રોજ ભાષણમાં કહ્યું કે, જબરદસ્ત આવકને કારણે કાવતરું ફેલાવવા અને હિંસા ભડકાવનારા કન્ટેન્ટના પરિણામ શું આવશે. તેમણે કહ્યું કે, કોઈ સામાજિક દુવિધા (સોશિયલ ડાઈલેમા)ને સામાજિક વિનાશનું સ્વરૂપ ધારણ કરવા દેવાય નહીં. કુકે નામ લીધા વગર ફેસબુક તરફ ઈશારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેસબુકે નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ - ધ સોશિયલ ડાઈલેમામાં તેના ચિત્રણની ફરિયાદ કરી હતી.
કુકની ચેતવણી ફેસબુક દ્વારા એપલની એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ઉપાયની ટીકાના જવાબમાં આવી છે. એપલના એક પોપ અપ પર ટૂંક સમયમાં જ યુઝર્સને તેને મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસના નવા વર્ઝન પર પુછાશે કે, શું તે બીજી કંપનીઓની એપ્સ અને વેબસાઈટ પર પોતાની ડિજિટલ ગતિવિધિ, પસંદ, નાપસંદની માહિતી આપતી ફેસબુક જેવા એપનું નામ જણાવી શકે છે. તેનાથી ફેસબુક, ગુગલ સહિત અનેક ટેક્નોલોજી કંપનીઓના જાહેરાતના વેપાર પર નુકસાન થવાની સંભાવના છે. આમ તો અગાઉ એપલ જાહેરાતોનું ટ્રેકિંગ કરતી હતી. 2000માં એપ ડેવલપર અને એડવર્ટાઈઝરે ઈન્ટરનેટ યુઝર્સની પસંદગી જાણવા તેના ડિવાઈસ (યુડીઆઈડી)નો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. આ ડિવાઈસ દરેક આઈફોન કે આઈપેડમાં કાયમી રીતે એટેચ હતા. 2010માં એપલ અને ગુગલના સંબંધમાં પ્રાઈવસી વિવાદ પેદા થયો હતો. બે વર્ષ પછી એપલે એપ ડેવલપર્સ માટે ડિવાઈસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
આઈઓએસના 6ઠ્ઠા વર્ઝનમાં એડવર્ટાઈઝર્સ માટે એક નવું ટૂલ રજૂ કર્યું. તેમને બ્લોક કરી શકાય છે. તે યુઝર્સની વ્યક્તિગત રીતે ઓળખ કરી શકતા નથી. હવે એપલ પ્રાઈવસી પર વધુ ધ્યાન આપવા માગે છે. તેણે ચાર વર્ષ પહેલા પોતાના વેબ બ્રાઈઝસ સફારી પર યુઝરનો પીછો કરવાનું બંધ કરી દીધું હતું. ગૂગલે પણ પોતાના ક્રોમ બ્રાઈઝસ પર 2022 સુધી ત્રીજી પાર્ટીની ગતિવિધિઓની માહીતી બંધ કરવાની યોજનાની જાહેરાત કરી છે. એડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, હજુ પણ એડવર્ટાઈઝર્સ માટે યુઝરોને શોધવાના સંસાધન હાજર છે. એપલ તેમને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે.
જોકે, ફેસબુકે એપલનો સખત વિરોધ કર્યો છે. ડિસેમ્બરમાં તેણે અખબારોમાં જાહેરાત આપી કે એપના પરિવર્તનથી નાના વ્યવસાયોને નુકસાન થશે. ફેસબુકનું કહેવું છે કે, એપલ ઈન્ટરનેટના બિઝનેસ મોડલને જાહેરાતને બદલે ચુકવણી આધારિત બનાવવા માગે છે. આ હિસાબે એપલની પ્રાઈવસી નીતિ પોતાના ફાયદા માટે છે. ગયા મહિને એવી અફવા ચાલી હતી કે, જકરબર્ગની કંપની એપલ એપ સ્ટોર પર પોતાની એપને પ્રાથમિકતા આપવાના આરોપમાં કેસ દાખલ કરી શકે છે. ફેસબુક સામે પણ એકાધિકાર સંબંધિત એન્ટી ટ્રસ્ટ કેસ ચાલી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.