તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ ઈજિપ્તમાં એક પત્રકાર મોહમ્મદ મોનીરનું કોવિડથી હોસ્પિટલમાં મોત થઈ ગયું. ગયા મહિને ખોટા સમાચાર ફેલાવા માટે તેની ધરપકડ કરાઈ હતી. તેણે પોતાના લેખમાં ઈજિપ્ત સરકારની મહામારીનો સામનો કરવાની પદ્ધતિ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. કોવિડ-19ને કારણે દુનિયામાં ખોટી માહિતીનું જાણે કે પૂર આવ્યું છે. જોકે, તેનાથી દુનિયાભરની અનેક સરકારોને પોતાનાં ટીકાકારો પર ગાળિયો કસવાનું બહાનું મળ્યું છે.
ઈન્ટરનેશનલ પ્રેસ ઈન્સ્ટિટ્યુટ અનુસાર, ગયા વર્ષે માર્ચ અને ઓક્ટોબર વચ્ચે 17 દેશોએ ‘ઓનલાઈન ખોટી માહિતી’ કે ‘ખોટી જાણકારી’ વિરુદ્ધ નવા કાયદા પસાર કર્યા છે. નોટિંધમ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત માર્કો મિલાનો કહે છે કે, સરકારો હંમેશાથી અભિવ્યક્તિને નિયમિત કરતી આવી છે. ખોટી માહિતીનો ફેલાવો એક મોટી સમસ્યા તરીકે સામે આવ્યો છે. જાણીજોઈને જૂઠ ફેલાવનારા લોકોને પકડવા માટે નકલી સમાચારો વિરુદ્ધ કાયદો બનાવવો એક વાત છે. તેના બહાને અસ્પષ્ટ નિયમો લાગુ કરવા બીજી વાત છે. જે હકીકતમાં પ્રેસ અને ફ્રી સ્પીચને રોકવાનો ઉદ્દેશ્ય છે. આ એક મોટી સમસ્યા છે. કેટલીક સરકારોએ નવા કાયદા માટે મહામારીનું કારણ આગળ ધર્યું છે.
રશિયામાં માર્ચ, 2020માં બનેલા કાયદા અનુસાર જો કોઈ કોવિડ સહિત જાહેર સુરક્ષા બાબતે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવવાનો દોષી ઠરે છે તો તેના પર 1 લાખ 40 હજાર ડોલરનો દંડ ફટકારાશે. રશિયામાં પહેલાથી જ લોકો પર ‘ખોટી માહિતી’ ફેલાવવા માટે દંડ લગાવાતો રહ્યો છે. એક વેબસાઈટના સંપાદક પર કોવિડ-19ના સંભવિત પીડિતો માટે એક હજાર કબર ખોદવાના રિપોર્ટિંગ પર 810 ડોલરનો દંડ ફટકારાયો હતો. ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકામાં પણ આ સંબંધિત કાયદો બનાવાયો છે. હોંગકોંગમાં પણ 2019માં વિરોધ પ્રદર્શનો પછી ફેક ન્યૂઝનો ફેલાવો રોકવાનો કાયદો બનાવવાની તૈયારી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.