તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનની પુસ્તક:વર્ગીસ કુરિયનઃ ખેડૂતોનો સેવક

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશ બિયાણી (કૉપરિટ ઇતિહાસકાર અને જીવનીકાર. બે ડઝન પુસ્તકો પ્રકાશિત, જેમાં શૂન્યથી શિખર, લોકલથી ગ્લોબલ, મહિલા ઉદ્યોગ, જી વિત્તમંત્રીજી, ધ બોસ, 25 સુપર બ્રાન્ડ અને નોટબંધી વગેરે મુખ્ય છે)

જ્યાં અન્ય લોકોને માત્ર માટી અને ઘાસ જોવા મળે છે, ત્યાં વર્ગીસ કુરિયનને દૂધની એક ધાર જોઇ. આ ધાર ફરી તેમની પ્રેરણાથી એવી વહી કે તેણે ક્ષીરપ્લાવનનું સ્વરૂપ લઇ લીધું. કાળાંતરમાં તેને જ ઓપરેશન ફ્લડ કહીને ઓળખવામાં આવ્યું. હકીકતમાં વર્ગીસ કુરિયનને જો ‘ગ્લોબલ ગ્વાલા’ કહેવામાં આવે તો તેમાં કોઇ આશ્વર્ય નથી. આજે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધના ઉત્પાદન કરતો દેશ છે, તો તેમાં વર્ગીસ કુરિયન અને તેની શ્વેત ક્રાંતિને કેન્દ્રિય યોગદાન છે. તેમણે ગુજરાત દુગ્ધ વિપણન મહાસંઘની સ્થાપના કરીને સહકારી શબ્દોને ભારતીય અર્થનીતિના કેન્દ્રમાં લઇ આવ્યાં હતાં. તેમણે માત્ર બે દૂધ ઉત્પાદક ખેડૂતોથી શરૂઆત કરી અને 26 લાખ સભ્યોનો એક એવું સહકારી વટવૃક્ષ પાછળ છોડી ગયાં, જે રોજ 60 લાખ લીટર દૂધ 10,755 ગામથી એકઠું કરે છે. સંપૂર્ણ દેશમાં આ સંસ્થાના 50 વિક્રય કાર્યાલય, 3000 થોડ ડીલર્સ અને 5000થી પણ વધારે છૂટક વેચાણકર્તા છે. 1970 માં વર્ગીસ કુરિયનની અધ્યક્ષતામાં સ્થાપિત એનડીડીબીએ ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી, જેનાથી દેશને દુનિયાનો સૌથી મોટો દુગ્ધ ઉત્પાદક બનાવી દીધો. નવેમ્બર મહિનામાં જન્મેલાં વર્ગીસ કુરિયનની જન્મ શતાબ્દી વર્ષના આ મહિનાથી શરૂ થઇ રહી છે. એવામાં આ જ સમય છે કે આપણે શ્વેત ક્રાંતિના આ જનકને આદરપૂર્વક શ્રદ્ધાંજલી આપીએ. આ વર્ષે જિંદગીની કિતાબ ગ્લોબલ ગ્વાલેને સમર્પિત.

દેશને દુનિયાના સૌથી મોટા દુગ્ધ ઉત્પાદન બનાવનાર ડો.વર્ગીસ કુરિયન બનવાં કઇંક ઇચ્છતાં હતાં પરંતુ પરિસ્થિતિએ તેમને કઇંક અન્ય બનાવી દીધા. તેમને પણ જાણ નહીં હોય કે નિયતિએ તેમને ખાસ કામ માટે પસંદ કર્યાં છે અને તે જે કામ મજબૂરી માટે કરી રહ્યા હતાં, તે આગળ જઇને ક્રાંતિ બની જશે.

કહેવાય છે કે પડછાયો વાંચનાર એક જ્યોતિષે ત્યારે સૂર્યના પ્રકાશમાં તેમનો પડછાયો માપીને કહ્યું હુતું- વર્ગીસ, તમે ઘોર નાસ્તિક છો. તમને મારી વિદ્યામાં વિશ્વાસ નથી. તમે જે કરી રહ્યા છો, તેનાથી તમે ખુશ નથી. પરંતુ જે થઇ રહ્યું છે તેને થવા દો. તમે તે ઊંચાઇ સુધી પહોંચી જશો જેની આજે તમે કલ્પના પણ કરી નહીં હોય. આ પડછાયો અને વિજ્ઞાન યોગ્ય સાબિત થયું કે નહીં? આ રસપ્રદ કોયડાને ભૂલો અને ડો. વર્ગીસ કુરિયનને જાણો.

ફોજમાં જવાની પહેલી ઇચ્છાઃ-

એક સદી પહેલાં, 26 નવેમ્બર 1921ના રોજ કાલીકટમાં જન્મેલાં વર્ગીસના પિતા પુથનપરક્કલ કુરિયન બ્રિટિશ કાળની કોચીન રિયાસતના સિવિલ સર્જન હતાં. તેમની માતા પણ શિક્ષિત અને પ્રતિભાવાન હતી. સીરિયન ઈસાઈ પરિવારમાં ત્રણ ભાઈ-બહેનો સાથે વર્ગીસનો યોગ્ય રીતે ઉછેર થયો. સ્કૂલનું શિક્ષણ પૂર્ણ થયા પછી વર્ગીસને તેમના માતા-પિતાએ વિજ્ઞાન ભણવા માટે મદ્રાસ (હવે ચેન્નઈ)ના લોયોલા કોલેજમાં દાખલો અપાવ્યો. 19 વર્ષની ઉંમરે ભૌતિક શાસ્ત્રમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લીધા પછી વર્ગીસે 1940માં એન્જીનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો. અહીં તેમણે ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ અને બોક્સિંગમાં કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું. યુનિવર્સિટી ટ્રેનિંગ કોરમાં તેઓ સામેલ થયા અને મદ્રાસ યૂટીસીની પાંચમી બટાલિયનના સર્વશ્રેષ્ઠ કેડેટ તરીકે સિલેક્ટ થયાં ત્યારે સેનામાં ભરતી થવાનો નિર્ણય લઇ લીધો.

વર્ગીસના પિતાનું નિધન થયું ત્યારે તેમની માતાના એક સંબંધી ચેરિયન મથાઈ તેમના પરિવારને ત્રિચુર (હવે ત્રિસૂર) લઇ ગયાં. ચેરિયન મથાઈ કોચીન રિયાસતમાં મોટા અધિકારી હતાં અને મથાઈ માસ્ટરના નામથી ઓળખવામાં આવતાં હતાં. તેમણે 100 એકરમાં ફેલાયેલાં મકાનમાં બોટ ક્લબ, જિમ્નેજિયમ અને ગોલ્ફ કોર્સ હતો. મથાઈ માસ્ટરના નાના ભાઈ જોન મથાઈ તે પછી દેશના વિત્ત મંત્રી બન્યાં હતાં. માતા ઇચ્છતી નહોતી કે દીકરો સૈનિક બને. તેમના કહેવાથી જોન મથાઈએ 1944માં વર્ગીસને ટાટા એન્ડ સ્ટીલ કંપની (ટિસ્કો)માં નોકરી અપાવી દીધી.

પાશ્ચુરાઇઝેશન શું છે?

જોન મથાઈ એકવાર જમશેદપુર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેઓ વર્ગીસના કાકા છે. બીજીવાર જ્યારે જોન મથાઈ વર્ગીસને મળ્યાં ત્યારે તેમણે કહ્યું કે- હું હવે અહીં રહેવા માંગતો નથી. હું હવે કુરિયન રહ્યો નથી, તમારો ભત્રીજો બની ગયો છું. મેં બ્રિટિશ સરકારને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપનું આવેદન મોકલ્યું છે. જોન મથાઈએ તેમને સમજાવ્યું કે ટાટા ગ્રુપમાં તેમનું ભવિષ્ય ઉજ્જળ છે. વર્ગીસે તેમની વાત માની નહીં.

બ્રિટિશ સરકાર 500 યુવા ભારતીયોને ખાસ અભ્યાસ માટે વિદેશ મોકલી રહી હતી. સરકારી વિદ્યાર્થીઓની પસંદગી સમિતિએ વર્ગીસને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો. ત્યાં તેમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો- પાશ્ચુરાઇઝેશન શું છે? વર્ગીસે અચકાતા જવાબ આપ્યો- હું આ પ્રક્રિયાને જાણતો નથી પરંતુ લગભગ આ દૂધને જીવાણુહીન બનાવવા સાથે જોડાયેલી છે. સમિતિના ચેરમેને ઇન્ટરવ્યુ પછી કહ્યું- તમે ડેરી એન્જીનિયરિંગમાં સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યાં છો. વર્ગીસે કહ્યું- સર, મારે ધાતુ વિજ્ઞાન કે પરમાણુ ભૌતિક શાસ્ત્ર ભણવું છે. જવાબ મળ્યો- ડેરી એન્જીનિયરિંગ માટે જ સ્કોલશિપ મળશે અથવા કોઇ સ્કોલરશિપ મળશે નહીં. વિચારી લો.

મન વિના ડેરીનો અભ્યાસ કર્યોઃ-

વર્ગીસને ટાટા સ્ટીલ છોડવું હતું. તેમને અમેરિકામાં ડેરી એન્જીનિયરિંગ અભ્યાસની સ્કોલરશિપ લઇ લીધી. વર્ગીસે ઇન્ટરવ્યુમાં જણાવી દીધું હતું કે તેઓ ડેરી ઉદ્યોગ અંગે કશું જ જાણતાં નથી, એટલે પહેલાં તેમણે 8 મહિના માટે બેગ્લોર ઇમ્પીરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યાં. 1946માં વર્ગીસે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં દાખલો લીધો. સરકાર સમજી રહી હતી કે તેઓ ત્યાં ડેરી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ હકીકતમાં તેમણે ધાતુ વિજ્ઞાન અને પરમાણુ ભૌતિક શાસ્ત્રમાં અભ્યાસ કર્યો. સરકારને સંતુષ્ટ કરવા માટે ડેરી એન્જીનિયરિંગના થોડા વિષયોનો અભ્યાસ કર્યો. મિશિગન યુનિવર્સિટીમાં જ તેમની ફિરોઝ મેડોરા અને હરિચંદ્ર એમ દલાયા સાથે મિત્રતા વધી, જેઓ ડેરી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતાં.

1948માં વર્ગીસ ભારત પાછા ફર્યા ત્યારે ગુજરાતના આણંદમાં સરકારી અનુસંધાન ક્રીમરીમાં ડેરી એન્જીનિયર બનાવી દેવામાં આવ્યાં. લીલો શર્ટ, પીળું પેન્ટ અને લીલી હેટ પહેરીને વર્ગીસ અવર સચિવને મળવાં ગયાં. તેમણે આ પોસ્ટિંગ માટે ના પાડી ત્યારે અવર સચિવે તેમના ડ્રેસઅપ ઉપર નજર કરી અને ગુસ્સામાં બોલ્યાં- જો ડ્યૂટી કરશો નહીં તો સ્કોલરશિપની રકમ 30 હજાર રૂપિયા પાછી આપવી પડશે. સરકારને દગો આપવા અંગે કેસ પણ થશે. જોન મથાઈ ત્યારે દેશના નાંણાકીય મંત્રી હતાં. તેમણે વર્ગીસની મદદ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે, મેં તને ટાટા ગ્રુપ છોડવા અને સરકારી અભ્યાસ લેવાની ના પાડી હતી. તે મારી વાત માની નહીં. હવે તું તારું ભવિષ્ય જાતે જ બનાવ.

આખરે આણંદઃ-

દસ હજારની વસ્તીવાળા આણંદ ત્યરે સુસ્ત અને શાંત ગામ હતું. વર્ગીસન્યૂયોર્કની લાઇફને ભૂલ્યાં નહોતાં. 13 મે 1949 શુક્રવારે તેઓ ડ્યૂટી કરવા પહોંચ્યા ત્યારે કોઇ કહ્યું કે આજે અશુભ દિવસ છે. આજે કામ શરૂ કરશો નહીં. વર્ગીસબોલ્યાં- અશુભ દિવસો મારી માટે સારા દિવસ છે. હું લાંબા સમયગાળા સુધી અહીં રહીશ નહીં.

વર્ગીસ મલયાલી ઈસાઈ હતાં, માંસાહારી હતાં, એટલે કોઇ ગુજરાત પરિવારે તેમને રૂમ ભાડે આપ્યો નહીં તો અનુસંધાન સંસ્થાનના અધીક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં એક ઘરના ગેરેજમાં તેઓ રહેવા લાગ્યાં. આણંદમાં રસ વિના તેમણે નોકરી શરૂ કરી. જે ડેરીના તેઓ એન્જીનિયર બની ગયાં હતાં, ત્યાં અત્યાર સુધી કોઇ સંશોધન થયું નહોતું. વર્ગીસના બોસ આળસું હતાં. આ નીરસથી ગુસ્સે થઇને વર્ગીસે કૃષિ મંત્રાલયને પત્ર લખવાનું શરૂ કરી દીધું કે, સરકાર મને બેકાર જ દર મહિને 350 રૂપિયા આવક આપી રહી છે.

જતાં-જતાં અટકી ગયાં અને રોકાઇ ગયાંઃ-

વર્ગીસ વિદેશમાં શિક્ષિત એન્જીનિયર છે, તે જાણીને આણંદના નજીકના કેરા સહકારી સમિતિના સંસ્થાપક ત્રિભુવનદાસ પટેલ તેમની સલાહ લેવા માટે ગયાં. દિવસમાં પત્તા રમવાની જગ્યાએ વર્ગીએ કેરા સહકારી સમિતિની જૂની મશીનનું સમારકામ શરૂ કરી દીધું અને ત્રિભુવનદાસ પટેલને કહ્યું કે- તમે આધુનિક ડેરી સંયંત્ર ખરીદી લો, આ મશીન બેકાર થઇ ગઇ છે. વર્ગીસની સલાહ માનીને તેઓ પ્લેટ પાશ્ચુરાઇઝર ખરીદવા માટે તૈયાર થઇ ગયા અને વર્ગીસને કહ્યું- તમે જ બોમ્બે આ મશીનનો ઓર્ડર આપી દો. મશીન આવ્યું અને સાથે જ કૃષિ મંત્રાલયનો લેટર આવ્યો કે, વર્ગીસની અરજી મંજૂર થઇ ગઇ છે. વર્ગીસે પોતાનો સામાન ભેગો કર્યો કે ત્રિભુવનદાસ પટેલ આવી ગયા અને કહ્યું- મેં સાંભળ્યું કે તમે જઇ રહ્યા છો. તમે જે મશીન મંગાવી છે તેના અંગે કોઇ જાણતું નથી. હવે તમે અમને સંકટમાં મુકીને કઇ રીતે જઇ શકો છો? બે મહિના માટે સમિતિ સાથે જોડાઇ જાવ. અમે તમને 600 રૂપિયા પગાર આપીશું.

વર્ગીસને જાણ હતી નહીં કે નિયતિએ ચાલ બદલી લીધી. આ બે મહિનામાં જીવન કેવી રીતે બદલાઈ ગયું, વર્ગીસક્યારેય સમજી શક્યાં નહીં. તેમણે પોતાની આત્મકથામાં જણાવ્યું કે, હું પડછાયા જ્યોતિષની વાત સાંભળીને હસ્યો હતો. મનમાં વિચાર્યું કે, જે જ્યોતિષી જણાવી રહ્યા છે તેવું ક્યારેય થશે નહીં. જ્યારે વાસ્તવિકતા કઇંક અલગ જ સામે આવી હતી.

ત્રિભુવનની ઉપકથાઃ-

ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદના એક અમીર ઘરમાં થયો હતો. તેઓ સ્વતંત્રતા સેનાની હતાં. આઝાદી પછી કેરા જિલ્લાના ડેરી ખેડૂતોના અગ્રણી નેતા બની ગયાં હતાં. તે દિવસોમાં આણંદ જિલ્લામાં પોલસન ડેરીનો સિક્કો ચાલતો હતો, જે સ્થાનીય ખેડૂતો પાસેથી ઓછી કિંમતે દૂધ ખરીદતા અને ઊંચી કિંમતે વહેંચતાં હતાં. એટલું જ નહીં, ખેડૂતો કોઇ અન્ય વેન્ડરને પણ દૂધ વહેંચી શકે નહીં. આ શોષણ વિરૂદ્ધ 1946માં સ્થાનિક ખેડૂતોએ આંદોલન કર્યો અને હડતાલ કરી. ખેડૂતોએ સરદાર વલ્લભ ભાઈ પટેલને સંપર્ક કર્યો. તેમણે બિચૌલિયોંને ખતમ કરવા માટે ગુજરાતના ખેડૂત નેતા ત્રિભુવનદાસ પટેને કહ્યું કે તેઓ દુગ્ધ ઉત્પાદક ખેડૂતોની કો-ઓપરેટિવ સોસાયટી બનાવે, જે યોગ્ય મૂલ્યમાં તેમનું દૂધ ખરીદે અને ગ્રાહકોને વેંચે

તે પછી ત્રિભુવનદાસ પટેલે 14 ડિસેમ્બર 1946ના રોજ કૈરા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિયન લિમિટેડની સ્થાપના કરી હતી. અસાધારણ વ્યક્તિત્વના ધની ત્રિભુવનદાસ પટેલે વર્ગીસ કુરિયનને પણ પોતાના કામમાં જકડી લીધા. તેમણે વર્ગીસને સમજાવ્યું કે માત્ર પોતાના લાભ માટે કામ કરશો તો અલ્પકાલિક સુખ મળશે પરંતુ બધાના લાભ માટે કામ કરશો તો ઓછું ધન કમાશો પરંતુ અપાર સંતુષ્ટિ મળશે.

માત્ર 29 વર્ષના જનરલ મેનેજરઃ-

ત્રિભુવનદાસ પટેલે વર્ગીસ કુરિયનને 1950માં કૈરા જિલ્લા સહકારિતા દુગ્ધ ઉત્પાદક સંઘના જનરલ મેનેજર બનાવ્યાં, ત્યારે તેમની ઉંમર 29 વર્ષની હતી. બંને જાણતાં ન હતાં કે, પ્રતિભા અને શક્તિનું આ સમન્વય ભારતના ડેરી ઉદ્યોગમાં ક્રાંતિ કરનાર રહેશે. બે દુગ્ધ ઉત્પાદક ખેડૂતોના સભ્યપદથી કેરા કો-ઓપરેટિવ સોસાયટીની શરૂઆત થઇ હતી. કૈરા ડેરીએ નાના-નાના ખેડૂતોથી 1-1, 2-2 લીટર દૂધ ભેગું કરીને તેનો પુરવઠો બોમ્બે મિલ્ક સ્કીમ શરૂ કરી તો અન્ય ખેડૂતો એકઠાં થવા લાગ્યાં.

વર્ગીસના જનરલ મેનેજર બન્યાં પછી બોમ્બે મિલ્ક સ્કીમની ક્ષમતાથી વધારે દૂધ એકઠું થવા લાગ્યું અને નવી સમસ્યા ઊભી થઇ ગઇ. સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ગીસે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કર્યો, જેથી દૂધને સંરક્ષિત કરી શકાય. દુનિયામાં ત્યારે કોઇ પણ જગ્યાએ ભૈંસના દૂધનો પાવડર બનતો ન હતો. વર્ગીસે તેની તકનીક વિકસિત કરવા માટે પોતાના મિત્ર એચ.એમ.દલાયાને અમેરિકાથી ભારત બોલાવ્યાં. દલાયાએ તે કરી બતાવ્યું, જે દુનિયામાં પહેલાં ક્યારેય થયું ન હતું. તેઓ પણ આણંદમાં જ રોકાઇ ગયાં.

મિલ્કિયત સરકાર નહીં, ખેડુતોનીઃ-

કૈરા ડેરીના નવા પ્લાન્ટનું 15 નવેમ્બર 1954ના રોજ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ભૂમિ પૂજન કર્યું. આ પહેલી સ્વદેશી ડેરી હતી, જે ભેંસના દૂધનો પાવડર બનાવતી હતી. તેના માલિક સરકાર અથવા કોઇ અંગત ઉદ્યોગપતિ નહીં, પરંતુ ખેડૂત હતાં. 11 મહિનામાં વર્ગીસઅને દલાયે ડેરી પ્લાન્ટ સ્થાપિત કર્યો. તેનો શુભારંભ કરવા માટે 31 ઓક્ટોબર 1955ના રોજ પ્રધાનમંત્રી પં. જવાહરલાલ નહેરૂ પોતાની દીકરી ઇન્દિરા ગાંધી સાથે આણંદ આવ્યાં. જવાહરલાલ નહેરૂને સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેને ત્યારે કહ્યું હતું કે, વર્ગીસ કુરિયને તે કરી બતાવ્યું છે, જે અત્યાર સુધી અસંભવ હતું.

દેશને અમૂલ્ય દેનઃ-

યૂરોપમાં ગાયનું દૂધ વધારે હોવાથી નેસ્લે ગાયના દૂધથી પાવડર બનાવતું હતું. યૂરોપ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની બહુરાષ્ટ્રીય કંપનીઓઓ આશ્ચર્ય હતી કે ભેંસના દૂધથી પાવડર બનશે. કુરિયને ત્યારે ભારતીય ઉદ્યોગોની બીજી મોટી દેન હતી- ભેંસના દૂધનું માખણ. કૈરા ડેરીએ આ માખણ લોન્ચ કર્યું, ત્યારે તેના બ્રાન્ડ નેમની શોધ શરૂ થઇ. પ્રયોગશાળાના એક કેમિસ્ટે અમૂલ નામ જણાવ્યું. અમૂલ્યનો અર્થ છે મૂલ્યવાન.

1957માં અમૂલ શબ્દ કૈરા ડેરીએ પોતાના બ્રાન્ડ સ્વરૂપે રજીસ્ટર કરાવ્યો. કૈરા ડેરીએ બ્રાન્ડ પ્રમોશન માટે એડ એજન્સીને પણ હાયર કરી. 1996માં એડવરટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન કંપનીએ એક તોફાની પરંતુ સુંદર બાળકીને અમૂલનું પ્રતીક બનાવીને ‘અટરલી, બટરલી, ડિલીશિયસ’ પંચલાઇન સાથે અમૂલ બટરને પ્રમોટ કર્યું તો અમૂલ કૈરા ડેરીની ઓળખ બની ગયું.

આણંદમાં શાસ્ત્રીજીઃ-

પં. જવાહરલાલ નહેરૂના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રી દેશના પ્રધાનમંત્રી બન્યાં. નાના કદના ગરીબ પરિવારમાં જન્મેલાં શાસ્ત્રીજી જમીન સાથે જોડાયેલાં રાજનેતા હતાં. 18 મહિનાના કાર્યકાળમાં તેમણે પાકિસ્તાનને હરાવ્યું તો તેમના કાર્યકાળમાં જ હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ. હરિત ક્રાંતિએ દેશને અનાજ મામલે આત્મનિર્ભર બનાવ્યાં તો શ્વેત ક્રાંતિએ દેશને દુનિયામાં સૌથી મોટું દુગ્ધ ઉત્પાદક બનાવ્યું. સહકારીતાથી દેશમાં દુગ્ધ ઉત્પાદન વધારવાથી તેઓ વર્ગીસ કુરિયનની કોશિશોથી પ્રભાવિત હતાં.

1964માં કૈરા સંઘે મવેશિયોંના આહારના ઉદ્યોગના શુભારંભ માટે શાસ્ત્રીજીને આમંત્રિત કર્યા તો પ્રધાનમંત્રી કાર્યાલયથી વર્ગીસ કુરિયનને જવાબ મળ્યો કે પીએમ એક દિવસ પહેલાં પહોંચશે અને ગામમાં એક રાત ખેડૂતોને ત્યાં રહેશે. વર્ગીસ કુરિયન અને ગુજરાતના ગૃહ સચિવ એફ.જે. હરિદિયાએ આણંદથી થોડાં કિલોમીટર દૂર સ્થિત અજરગામ અને ત્યાંના ખેડૂત રમણભાઈ પૂંજાભાઇને આગતા-સ્વાગતા માટે પસંદ કર્યાં. પરંતુ પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને માત્ર એવું જ જણાવવામાં આવ્યું કે તમારે ત્યાં એક રાત માટે બે વિદેશી મહેમાન રોકાશે.

પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા આણંદથી રવાના થયાં, ત્યારે વર્ગીસ કુરિયને રમણભાઈને મહેમાનોના નામ જણાવ્યાં. તેઓ બોલ્યાં- સાહેબ આ તમે શું કરી દીધું? મેં તો અસાધારણ ભોજન બનાવડાવ્યું છે. વર્ગીસ કુરિયને તેમને સમજાવ્યાં કે શાસ્ત્રીજી ખૂબ જ સહજ છે. તમે જે પણ બનાવ્યું છે તે જ તે ખાશે. તમે કોઇ અન્યને આમંત્રિત કરશો નહીં. શાસ્ત્રીજી ગામમાં ખેડૂતોના ઘરે ગયાં. તેમાં દલિત અને મુસ્લિમ ખેડૂતો પણ હતાં. તેમણે આ ખેડૂતોના પશુવાડા જોયાં. રાતે 2 વાગ્યા સુધી તેઓ ખેડૂતો સાથે વાતચીત કરતાં રહ્યાં.

ઓપરેશન ફ્લડ તરફઃ-

બીજા દિવસે મવેશિયોની આહાર ફેક્ટ્રીનું ઉદ્યાટન કર્યા પછી શાસ્ત્રીજી કુરિયનના ઘરે પહોંચ્યાં. ત્યાં તેમણે કહ્યું- મેં અહીંની માટી જોઇ, સારી છે, પરંતુ ગંગાના મેદાન જેવી ઉપજાઊ નથી. મેં વાતાવરણ અંગે જાણ્યું, જે આખા દેશમાં જેવું છે તેવું જ છે. અહીંની જમીન પણ સંપૂર્ણ ભારત જેવી છે. અહીં વધારે ચારો પેદા થતો નથી અને અહીંની ભેંસ મારા ગૃહ રાજ્ય ઉત્તરપ્રદેશ જેટલી સારી નથી. અહીંના ખેડૂતો પંજાબના ખેડૂતો જેટલાં મહેનતી નથી. દ્વિતીય અને તૃતીય પંચવર્ષીય યોજનાઓ દરમિયાન સરકારે દેશમાં અનેક ડેરીઓ સ્થાપિત કરાવી હતી, જે આજે ઘાટામાં છે. ગુજરાતમાં પણ મને ડેરી સફળતાના કોઇ કારણ મળ્યાં નથી છતાંય આણંદમાં તમારી ડેરી સફળતાનું રહસ્ય શું છે. વર્ગીસ કુરિયને આ ચર્ચાને પોતાની આત્મકથા ‘સપના જો પુરા હુઆ’માં ઉલ્લેખ કરીને લખ્યું છે કે મેં પ્રધાનમંત્રીને કહ્યું- સર, એક ફરક તમે જોયો નથી. અમૂલ ડેરીના માલિક ખેડૂતો છે, કોઇ રાજનેતા કે બ્યૂરોક્રૈટ નથી. હું પણ ખેડૂતોનો કર્મચારી છું, તેનાથી વધારે કઇંજ નથી. આ જવાબથી જ ઓપરેશન ફલ્ડનો જન્મ થયો હતો, તેના પછી આખી દુનિયાએ બિલિયન લીટર આઇડિયા માન્યો અને વર્ગીસ કુરિયનને બનાવી દીધો- દુનિયાનો સૌથી મોટો ગ્લોબલ ગ્વાલા.

અધવચ્ચે બિચૌલિએ ગાયબઃ-

1965માં લાલબહાદુર શાસ્ત્રીએ અમૂલ મોડલને આખા દેશમાં ફેલાવવા માટે રાષ્ટ્રીય દુગ્ધ વિકા બોર્ડ (એનડીડીબી)ની રચના કરી. વર્ગીસ કુરિયનને તેના અધ્યક્ષ બનાવ્યા તો તેઓ બોલ્યાં- હું ખેડૂતોનો કર્મચારી રહીશ. સરકાર પાસેથી એક રૂપિયો લઇશ નહીં, કેમ કે સરકારી કર્મચારીઓએ પોતાના પ્રમુખને ખુશ રાખવા પડે છે, જે હું કરી શકીશ નહીં. આવું જ થયું. ખેડૂતો અને ઉપભોક્તા વચ્ચે બિચૌલિએ ગાયબ કરીને કુરિયને દેશમાં જેટલાં મિત્રો બનાવ્યાં તેનાથી વધારે દુશ્મન બન્યાં. જેમના અંગત હિતોનું નુકસાન થયું હતું, તે રાજનેતા, બ્યૂરોક્રેટ્સ અને મીડિયા જગતમાં તેમના હિમાયતી ગુટે એનડીડીબીના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામની ખૂબ જ નિંદા કરી. કુરિયને બધાનો સામનો કર્યો.

નોકરશાહોં નહીં ખેડૂતોના સેવકઃ-

કુરિયને પોતાની આત્મકથામાં લખ્યું છે કે, હું કોઈ મહાન કામ કરી રહ્યો નથી. ભારતમા દુગ્ધ સરકારિતા સમિતિઓ ઉપર રાજનેતાઓ અને નોકરશાહોએ કબ્જો કરી રાખ્યો હતો. રાજનેતા રાજનૈતિક ઉદેશ્યોની પૂર્તિ માટે સહકારિતાનો ઉપયોગ કરી રહ્યા હતાં. નોકરશાહો દ્વારા તૈયાર નોકરશાહોની સરકારી નોકરશાહો અને રાજનેતાઓ માટે કામ કરે છે તો જનહિત ભૂલી જાય છે. ત્રિભુવનદાસ પટેલે જે પરંપરા કાયમ રાખી હતી, તેનું નિર્વહન કરીને અમે આણંદની બધી સહકારી સમિતિને આ અવગુણોથી બચાવી હતી. ત્રિભુવનદાસજીના સંપર્કમાં આવ્યાં પછી મેં સરકારી નોકરી કરી નથી, હું ખેડૂતોનો સેવક બની ગયો. 60 વર્ષની આ નોકરીમાં મને 50 હજાર આવક મળી. 60 વર્ષના થયાં પછી પગાર વિના ખેડૂતોની સેવા કરી. 10 કરોડ ખેડૂતોએ આત્મબળ એટલું વધારી દીધું કે દુગ્ધ ઉત્પાદકો ખેડૂતોના હિત માટે હું અનેકવાર રાજનેતાઓ અથવા બ્યૂરોકક્રૈટ્સ સાથે વિવાદમાં ઉતર્યો.

1970 માં મેં એક સરકારી બેઠકમાં દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યો હતો. મને જણાવવામાં આવ્યું કે ખેડૂત તથા સિંચાઈ મંત્રી જગજીવન રામ મને મળવા માંગે છે. હું તેમના રૂમમાં પહોંચ્યો ત્યારે તેઓ બોલ્યાં મારા ચૂંટણી ક્ષેત્રમાં એક ડેરી સ્થાપિત કરી દો. મેં પૂછ્યું- આ એક સહકારી ડેરી હશે અથવા સરકારી. તે બોલ્યાં- બંનેમાંથી એકપણ નહીં, અંગત ડેરી હશે. મેં થોડી સ્પષ્ટતા સાથે કહ્યું- સર, હું માત્ર સહકારી ડેરીના નિર્માણ માટે છું. તેમણે એકવાર ફરી કહ્યું અને મેં ના પાડી દીધી તો તેઓ બોલ્યાં- તમે જઇ શકો છો. ત્યાર પછી જગજીવન રામે મને એનડીડીબીના અધ્યક્ષ પદથી હટાવવાની કોશિશ કરી પરંતુ ઇન્દિરા ગાંધીએ તે મંજૂરી ફગાવી દીધી. તેમને યાદ હતું કે તેઓ 1955માં નેહરૂ સાથે આણંદ આવ્યાં હતાં, ત્યારે તેમના પિતાએ મારા તરફ સંકેત કરીને કહ્યું હતું કે હું પ્રસન્ન છું કે દેશમાં કુરિયન જેવા લોકો પણ છે.

શ્વેત ક્રાંતિના જનકઃ-

ઓપરેશન ફ્લડે ભારતીય ડેરી સહકારી સમિતિઓની ઉપલબ્ધિને દુનિયાભરમાં પહોંચાડી દીધી. પ્રખ્યાત વિદેશી હસ્તિઓ આણંદ આવ્યાં. તેમાં ઉલ્લેખનીય છે- બ્રેટિનના પ્રિન્સ ચાર્લ્સ, નેધરલેન્ડની ક્વિન બીટ્રિક્સ, બ્રિટિશ પીએમ લોડ જેમ્સ અઅને સોવિયત પીએમ અલેક્સાઈ કોસિગિન. અનેક દેશોએ વર્ગીસ કુરિયનને પોતાને ત્યાં આમંત્રિત કર્યાં. વર્ગીસ કુરિયનને લોકો ‘શ્વેત ક્રાંતિના જનક’ બોલાવવા લાગ્યાં.

ખેડૂતોના જીવનમાં આર્થિક પરિવર્તન લાવવા માટે ડો. કુરિયન અનેક પુરસ્કારોથી સન્માનિત થયાં. ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પ્રદાન કર્યું હતું. સામુદાયિક નેતૃત્વ માટે તેમને રૈમન મૈગ્સેસે પુરસ્કાર મળ્યો. કાર્નેગી બટલર વિશ્વ શાંતિ પુરસ્કાર સાથે તેઓ અમેરિકાના ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર દ્વારા સન્માનિત થયાં. કૃષિ રત્ન સન્માન અને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ તેમને મળ્યું. પરંતુ ડો. વર્ગીસ કુરિયનને સૌથી વધારે આનંદ ત્યારે થયો, જ્યારે 1990માં તેમને સમન્વય પુરસ્કાર મળ્યો. આ પ્રસન્નતાનું કારણ એ હતું કે ભારતના દક્ષિણતમ ભાગના મલયાલી ઈસાઈને ઉત્તરમાં સ્થિત હિમાલયના મનીષી સ્વામી સત્યમિત્રાનંદજીએ આ પુરસ્કાર આપ્યો હતો.

કર્મભૂમિ ગુજરાતમાં જ પ્રણાયઃ-

પોતાની બધી જ ઉપલબ્ધિઓ અને સન્માનને ડો. કુરિયને દસ કરોડ ખેડૂતોના પ્રેમ અને વિશ્વાસ દ્વારા મેળવ્યાં તેવું માનતાં હતાં. તેઓ કહેતાં હતાં કે, હું ગુજરાતમાં જન્મેલો નથી પરંતુ કટ્ટર ગુજરાતી છું. નિધન પછી મારો દાહ સંસ્કાર ખેડૂતોની હાજરીમાં આણંદમાં જ થાય. મારા નિધન પછી કોઇ સમારોહ ન થાય, જેવું સુપ્રસિદ્ધ કવિ અલ્ફ્રેડ ટેનિસને કહ્યું કે-

સૂર્યાસ્ત પછી સાંધ્ય નક્ષત્રમાં,

સ્પષ્ટ પુકાર મારા માટે આવે,

બંદરગાહથી સમુદ્રમાં મારી રવાનગી પર,

બાલૂના તટ ઉપર વિલાપ ન થાય.

આવું જ થયું. 9 સપ્ટેમ્બર 2012ના રોજ ડો. કુરિયને સાચા ભારતીય બનીને કર્મભૂમિ ગુજરાતમાં જ કાયા ત્યાગી.

અન્ય સમાચારો પણ છે...