તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસપ્રદ:અજીબો-ગરીબ વસિયત

ડૉ. શશિ ગોયલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડૉ. શશિ ગોયલ

ઉત્તર કેલિફોર્નિયાની ફિલોરિન માર્ગરેટ ઓશિયા નામની મહિલાની પાસે લગભગ 80 હજાર ડૉલરની સંપત્તિ હતી. તેની વિચિત્ર વસિયતના અનુસાર, જે વ્યક્તિ તેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે, તે બધાને પાંચ ડૉલર અને જે જોર જોરથી રડશે, તેમાંથી દરેકને પચાસ ડૉલરની રકમ આપવામાં આવશે. ફિલોરિનના અંતિમ સંસ્કારમાં ઘણા લોકો સામેલ થયા હતા, તેમાંથી લગભગ પાંચસો જોર-જોરથી રડી રહ્યા હતા. તમામ પચાસ ડૉલરના હકદાર માનવામાં આવ્યા. કુલ મળીને 30 હજાર ડૉલરની રકમ આવા લોકોને આપવામાં ખર્ચ થઈ. ÂÂÂ

19મી સદીમાં એક સનકી અંગ્રેજી કીટ જેમ્સ એડવર્ડ તેમના જૂના પુસ્તકોને ઘણો પ્રેમ કરતો હતો. તેને વસિયતમાં લખ્યું કે, તેનું તાબૂત તેની પુસ્તકોથી ભરેલા કબાટના દરવાજામાંથી બનાવવામાં આવે. તેમજ એક અન્ય અંગ્રેજ ઑગસ્ટાઈન કોલે તેમની કેટલીક પુસ્તકોની સાથે દફનાવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને લખ્યું હતું કે, મારા પછી મારા કબાટમાંથી પુસ્તકો કાઢીને વાંચવાની આશા એટલી જ છે, જેટલી મારી કબર ખોદીને તેમાંથી પુસ્તકો કાઢીને વાંચવામાં આવે.

ÂÂÂ 1989માં મેલવર્ગની એક કેન્ટીનના માલિક લા પિયરેને મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સ્ટીફેના સાથે પ્રેમ થઈ ગયો હતો. તેને એક બે વખત તે યુવતીને સ્પર્શ કરવાની ચેષ્ટા કરી તો સ્ટીફેનાએ લોકલ પોલીસમાં તેની ફરિયાદ કરી દીધી. લા પિયરેને કેદ કરીને કોર્ટમાં કેસ ચાલુ થાય તે પહેલા જ તેને જામીન મળી ગયા. તે સીધો મેડિકલ કોલેજ પહોંચ્યો અને ત્યાં તેના મૃત્યુ બાદ શરીરને મેડિકલ વિદ્યાર્થીઓ માટે દાન કરવા સંબંધિત દસ્તાવેજ તૈયાર કર્યા બાદ રિવૉલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી. વસિયતના અનુસાર, લા પિયરની બોડી જ સ્ટીફેનાના અભ્યાસ દરમિયાન ચીરવા હેતુ ઉપયોગ કરવામાં આવી શકતી હતી. લા પિયરેની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવી. લા પિયરેના અનઈચ્છિત સ્પર્શથી ગુસ્સે થનારી સ્ટીફેનાને છેલ્લે લા પિયરના મૃતદેહને સ્પર્શ કરવો પડ્યો. ÂÂÂ હલ નિવાસી એક 61 વર્ષના વૃદ્ધાએ મૃત્યુ પહેલા પોતાની વસિયતમાં લખ્યું કે, 26,000 પાઉન્ડની રમકને ‘રૉયલ સોસાયટી ફોર પ્રોટેક્ટિવ એનિમલ’માં જમા કરાવવામાં આવે, જેથી તેના અનાથ ફ્રેડ ઉછેરમાં કોઈ કમી ન આવે. ફ્રેડ તેના પાલતુ કાચબાનું નામ હતું. એક અમીર અમેરિકન દારૂનો શોખીન હતો, પરંતુ તેની પત્નીએ તેના આ શોખ પર પ્રતિબંધ લગાવી દીધો. છેલ્લે તેને પોતાની વસિયતમાં તેને પોતાની પત્ની સાથે બદલો લઈ લીધો. તેને લખ્યું કે, મારી સંપૂર્ણ મિલકત મારી પત્નીને મળે, પરંતુ શરત એટલી કે તેને દરરોજ એક બોટલ દારૂ પીવો પડશે. જે દિવસે તે દારૂ નહીં પીવે તે દિવસે બધી મિકલત લઈને કોઈ સાર્વજનિક સંસ્થાને દાન કરવામાં આવે. ત્યારે દારૂથી નફરત કરનારી તે મહિલાને નિયમિત રૂપથી એક બોટલ દારૂ પીવો પડતો પડ્યો.

ÂÂÂ ફ્રાન્સમાં મિ. ફાર્કિસે વસિયતમાં લખ્યું કે, મરણોત્તર વખતે મારા પાર્થિવ શરીરને દારૂથી ભરેલી બોટલની સાથે દફનાવામાં આવે. વસિયતનું પાલન કરવામાં આવ્યું અને દારૂથી ભરેલી લગભગ 20 હજાર બોટલની સાથે તેમને દફનાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રસપ્રદ વાત એ હતી કે, બાદમાં જ્યારે શહેરના દારૂડિયા લોકોને આ અંગે ખબર પડી તો તેઓ ફટાફટ તે દારૂની કબર પર પહોંચ્યા અને કબરમાંથી દારૂની બોટલો કાઢીને ત્યાં દારૂ પીધો અને આ રીતે તે દારૂડિયાને અનોખી શ્રંદ્ધાંજલી આપી. ÂÂÂ

અમેરિકામાં કરોડપતિ સેમુઅલ ગ્રેનાહટ ફેબ્રુઆરી 1989માં સ્વર્ગવાસી થઈ ગયા. તેઓ વિધુર હતા. પરંતુ જ્યારે તેમનું વસિયતનામુ ખોલવામાં આવ્યું તો તેમણે પોતાની પત્નીના નામે પચાસ હજાર ડોલર વસિયતમાં લખી દીધી હતા. વાસ્તવમાં તેમણે પોતાની પ્રિય કૂતરીને મોનીને તેમને પોતાની અર્ધાંનિગી બતાવી હતી. સફેદ રંગની ઊંચા કદની કૂતરી સેમુઅલની પાસે ચાર વર્ષથી હતી. ÂÂÂ

સિકંદરને મૃત્યુ પહેલા ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના બંને હાથ કફનમાંથી બહાર ખુલ્લા રાખવામાં આવે, જેનાથી બધાને ખબર પડે કે, વિશ્વ વિજેતા સિકંદર જ્યારે દુનિયામાંથી ગયો હતો તો તેના પણ બંને હાથ ખાલી જ હતા. ÂÂÂ 1988માં બેનારિયા નામના કરોડપતિ વેપારીને દફનાવ્યા બાદ ઉત્સુક સંબંધીઓએ જ્યારે તેની વસિયત વાંચી તો તે જાણીને બધા ચોંકી ઉઠ્યા કેમ કે તેને બધી મિલકત તેના દ્વારા પાળવામાં આવેલી 15 બિલાડીઓના નામે કરી દીધી હતી, જ્યારે તેણે પોતે ગરીબ રહીને જિંદગી પસાર કરી હતી. એક દારૂડિયો જે એક યુગોસ્લાવિયાનો નાગરિક હતો જ્યાં સુધી જીવતો રહ્યો દારૂ પીતો રહ્યો. મૃત્યુ પહેલા તેને પોતાની વસિયતમાં લખ્યું કે, તેના મૃત્યુ બાદ દર વર્ષે જ્યારે તેની પુણ્યતિથી મનાવવામાં આવે તો તેની કબરને પહેલા દારૂથી ધોવામાં આવે અને ત્યારબાદ તમામ દારૂડિયાઓને કબરની પાસે બેસાડીને તેમની ઈચ્છા હોય એટલો દારૂ પીવડાવવો. આજે આ વ્યક્તિના મૃત્યુને લગભગ સવા સો વર્ષ કરતા વધારે થઈ ગયા છે. પરંતુ તેની વસિયત અનુસાર આજે પણ તેની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. ÂÂÂ ઈજિપ્તમાં કેટલા મનુષ્ય મળીને અમુક પ્રાણીઓની વિરુદ્ધ કેસ કરતા હતા. કારણ, ત્યાં એક કરોડપતિ જ્યારે સ્વર્ગવાસી થયો તો તેને તેની બધી મિલકત કૂતરા, બિલાડીઓ અને ગધેડાના નામે કરી દીધી હતી. વસિયતમાં તેને લખ્યું હતું કે, આ પ્રાણીઓ મનુષ્ય કરતા ઘણા વફાદાર અને પ્રેમ કરનાર હોય છે. મરનારના સંબધીઓને જ્યારે કંઈ ન મળ્યું તો તે બધાએ મળીને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે માણસોના પક્ષમાં ચૂકાદો આપ્યો. ÂÂÂ જૉમ બોસિર, જે ન્યૂયોર્કના એક કરોડપતિ હતા, તેમને વસિયતમાં પોતાના ડ્રાઈવર માટે જૂની કાર, નોકરો માટે તેમના જૂના કપડા, પત્ની માટે માત્ર એક ડૉલર અને તેમના એકના એક છોકરા માટે કંઈ રાખ્યું નહોતું. પરંતુ વસિયતમાં તેમની દિકરીના નામે બધી મિલકત કરી દીધી હતી. તેનું પાછળનું કારણ એ હતું કે મારી પત્નીએ મને હંમેશાં ગાંડો સમજ્યો, આખી જિંદગી તેની નજર મારા રૂપિયા પર હતી. તેથી તે એક ડૉલરની હકદાર છે. ડ્રાઈવરે તેની ચાલાકીથી ગાડીના નવા ભાગો વહેંચીને જૂના નાખ્યા, તેથી ભંગાર ગાડી તેના માટે યોગ્ય છે. નોકરો માટે તેનું માનવું હતું કે, હવે તેઓ ક્યારે પણ કપડાની ચોરી નહીં કરે. ÂÂÂ

મેક્સિકોના એક નાવિકે પોતાની વસિયત પીઠ પર જ લખાવી દીધી હતી. સાક્ષીની સહી જાંઘ પર ગુંદવામાં આવી હતી. આ વિચિત્ર વસિયતને કાયદાની માન્યતા પણ પ્રાપ્ત હતી.

અન્ય સમાચારો પણ છે...