તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયા જહાન:તારાઓની આગળ પણ કોઈ દુનિયા છે?

ડૉ. અરવિંદ મિશ્ર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું આપણે બ્રહ્માંડમાં ખરેખર એકલા છીએ?
જો આપણા સિવાય પણ કોઈ ઉન્નત સભ્યતા છે તો અત્યાર સુધી તેમની ઓળખ કેમ નથી થઈ શકી? આ જ અસમંજસને આજે વૈજ્ઞાનિક પેરાડોક્સના નામથી ઓળખે છે- અર્થાત મહાસન્નાટો
આ લેખ આ જ સન્નાટાને ભેદી કેટલીક આહટો પર કેન્દ્રિત છે.

અન્ય ગ્રહો પર જીવનની સંભાવના માનવ જાતિની ઉત્સુકતા અને કલ્પનાશીલતાનો એક પ્રમુખ વિષય છે. આ વિષય પર ચાલી રહેલી ચર્ચાને વધુ સ્થાન ત્યારે મળ્યું, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટના છેલ્લા અને સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોમાં ચીનના ખગોળ વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો અને સર્વાધિક સંવેદનશીલ રેડિયો દૂરબીન ‘અપર્ચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપ’ પર વારંવાર થનારા ફાસ્ટ રેડિયો બર્સ્ટ અર્થાત FRB જેવા રહસ્યમય સંકેતોની ઓળખ કરી, જેમનો સ્ત્રોત પૃથ્વીથી લગભગ 3 અબજ વર્ષ દૂર હોઈ શકે છે. ચીનની ઓફિશિયલ સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર, તે સમયગાળામાં 100 બર્સ્ટની ઓળખ થઈ. તે અત્યાર સુધીના બર્સ્ટની સૌથી વધુ સંખ્યા છે. FRB ચમકદાર, સેકન્ડના લાખના ભાગની પ્રકાશની ઝલક હોય છે. તે આકાશગંગાની બહાર ઘટિત થાય છે. આ ઘટનાએ આ વિષયમાં રુચિ રાખનાર લોકોમાં ઘણા પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે.

ભૌતિકશાસ્ત્રી એનરીકો ફેર્મીએ વર્ષ 1950માં આ સવાલ સામે રાખ્યો હતો કે, જો બ્રહ્માંડમાં અન્ય કોઈ સ્થળે જીવન છે, તો તેમના જોડે સંપર્ક કેમ નથી શક્યો? અને આ સવાલનો જવાબ કેમ નથી મળ્યો. 18 માર્ચ 2019ના રોજ મેસેજિંગ એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઈન્ટેલિજન્સ (METI) સમૂહ દ્રારા એક કાર્યશિબિરમાં આ વિશે વિસ્તૃત ચર્ચા થઈ. તેમાં અંતરિક્ષ વૈજ્ઞાનિકો સાથે જૈવિક, સમાજશાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસકાર પણ સામેલ હતા. પેરિસમાં સાયન્સ મ્યુઝિયમમાં આયોજિત કાર્યશિબિરમાં ફર્મીઝ પેરાડોક્સને લઈ વિવાદાસ્પદ ‘ઝૂ હાઈપોથેસિસ’ પર ખાસ ચર્ચા થઈ.

કોઈ આપણને જોઈ રહ્યું છે
‘ઝૂ હાઈપોથેસિસ’ 1973માં રેડિયો એસ્ટ્રોનોમર જાન બેલ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી હતી. તે અનુસાર, બ્રહ્માંડમાં અન્યત્ર જીવન હોવા છતાં તેની સાથે સંપર્ક ન થવાનું કારણ એ છે કે તેઓ આપણાથી જાણીજોઈને દૂર રહી રહ્યા છે. તેઓ આપણી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે એ પણ આપણી જાણ બહાર. જેવી રીતે આપણે કોઈ ઝૂ હોઈએ અને તેઓ કોઈ દર્શકની જેમ આપણને જોઈ રહ્યા હોય.

મેસેજિંગ એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઈન્ટેલિજન્સ સમૂહના અધ્યક્ષ ડગલસ વાકોચે પૃથ્વી ઉપરાંતની સભ્યતાઓ વિશે કહ્યું કે, તેઓ આપણાથી જાણી જોઈને દૂર રહી રહ્યા છે. એક અન્ય નક્ષત્રશાસ્ત્રી ડેનિયલ બ્રાયોટનો વિચાર હતો કે, પરગ્રહી જોખમકારક હોઈ શકે છે. આપણી ધરતી પર 2 અપરિચિત સંસ્કૃતિ-સભ્યતાઓના સંપર્કના દુષ્પરિણામ સામે આવતા રહ્યા છે. તેને લીધે પરિણામ સ્વરુપે ઓછી વિકસિત સભ્યતાઓ પર સંક્ટ ઊભું થયું છે.

શું આપણે ખરેખર એક બ્રહ્માંડીય ઝૂ છીએ? જેને તેઓ જોઈ રહ્યા છે, પરંતુ આપણાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કાર્યશિબિરના જ્યાં પિયરે રોસ્પર્સ અનુસાર, ધરતીવાસીઓને ઉન્નત બ્રહ્માંડીય સભ્યતાઓ દ્વારા એક પ્રકારનો એકાંત વાસ આપવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિ બચી છે.

કેટલા ગ્રહો પર જીવન?
પશ્ચિમ વર્જીનિયાના રેડિયો એસ્ટ્રોનોમર ફ્રેન્ક ડ્રેકે 1961માં એક સમીકરણથી બ્રહ્માંડમાં ઉન્નત કુશાગ્ર બુદ્ધિની સભ્યતાઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રેક ઈક્વેશન નામથી ફેમસ થયેલાં આ સમીકરણમાં ઘણા સંયોગથી બ્રહ્માંડીય સભ્યતાઓની સંખ્યાનું આંકલન કરવામાં આવ્યું છે. જોકે તે સંપૂર્ણ રીતે સ્વીકૃત નથી, કારણ કે ઘણા માનકોને સ્થાન મળ્યું નથી. જેમ કે એવા કેટલા પરગ્રહ હોઈ શકે છે, જ્યાં જીવન હોઈ શકે છે? કેટલા પર જીવન શક્ય છે? બુદ્ધિમાન સભ્યતાઓ વિકસિત થવાની સમયાવધિ શું છે? ધરતી સિવાય કેટલી આવી સભ્યતાઓ હોઈ શકે છે? ડ્રેક સમીકરણ આ પ્રકારનું છે...

N = R* x fp x ne x fl x fi x fc x L અહીં..
N એ સંખ્યા છે જણાવે છે કે મિલ્કી વે ગેલેક્સીમાં કેટલી સભ્યતાએ છે, જેનાથી વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે.
Fp = એવા તારા જ્યાં ગ્રહીય પ્રણાલી હોય
R = બુદ્ધિમાન જીવનની ઉપસ્થિતિ અનુકૂળ તારાઓના નિર્માણનો દર
ne = પ્રત્યેક સૂર્યમંડળના એવા ગ્રહોની સંખ્યા જ્યાં જીવન અનુકૂળ પર્યાવરણ હોય
fl = એવા ગ્રહો જ્યાં ખરેખર જીવન છે
fi = એવા ગ્રહો જ્યાં બુદ્ધિમાન પ્રાણીઓ હોય
fc = એવી સભ્તાઓ જે પ્રોદ્યોગિક ઉન્નતિનું એ લેવલ પ્રાપ્ત કરી ચૂકી છે કે પોતાની હયાતીનો સંકેત આપવામાં સક્ષમ હોય
L = એ સમયગાળો જેમાં ઉન્નત સભ્યતાઓ અંતરિક્ષમાં પ્રાપ્ત થઈ શકે તેવી સિગ્નલ આપવામાં સક્ષમ હોય
‘સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઈન્ટેલિજન્સ’ (SETI) અભિયાન મુખ્યત: અંતરિક્ષથી મળનારા સંકેતોને ગ્રહણ કરવામાં લાગ્યું છે.

UFO (અનનોન ફ્લાઈંગ ઓબ્જેક્ટ)નો સંસાર
એલિયન્સ અર્થાત પરગ્રહી ધરતીવાસીઓ માટે પ્રમુખ આકર્ષણ છે. 1835ના ગ્રેટ મૂન હોક્સમાં બેટમેન પર સમાચાર પત્ર ‘સન’માં 6 લેખની શૃંખલા પ્રકાશિત થઈ હતી. તેમાં સર જોન હર્શલના હવાલાથી ચંદ્રમા પર બેટમેન અને યુનિકોર્ન પ્રાણીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઘણા લોકોનો મત છે કે, પરગ્રહીઓ UFO દ્વારા આપણા સુધી પહોંચી શકે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સમાં 16 ડિસેમ્બર 2017ના રિપોર્ટમાં પેન્ટાગોનના ગુપ્ત UFO રિસર્ચ તરફ ઇશારા કરતા કહ્યું કે UFOની હાજરી પર ગંભીર ચર્ચા થઈ હતી.

પરગ્રહીઓ છે તો તે ગાયબ કેમ થઈ જાય છે?
અન્ય ગ્રહો પર જીવન, પરગ્રહીઓથી સંપર્ક, UFO પર ચર્ચા થતી રહી છે. તેના પર પરસ્પર વિપરિત દાવાઓ કરવામાં આવે છે. ઘણા સમૂહોમાં તેમના રિસર્ચથી કેટલાક સિદ્ધાંતો પણ સામે આવ્યા છે. તેમાંથી એક છે ફર્મીઝ પેરાડોક્સ. આ સિદ્ધાંતને પ્રવર્તકો એનરિકો ફર્મી અને માઈકલ એચ. હર્ટના જણાવ્યા પ્રમાણે, આ સિદ્ધાંત જે સંકલ્પનાઓ પર આધારિત છે, તેમાં એ સામેલ છે કે, આપણી આકાશગંગામાં લાખો તારાઓ છે, જે સૂર્ય કરતાં પણ જૂના છે. તેમાંથી અનેક તારાઓ પર પૃથ્વીની જેમ જીવન શક્ય છે. તેમાંથી અનેક પર બુદ્ધિમાન જીવનની પ્રત્યાશા છે. જો તેમાંથી કેટલીક સભ્યતાઓ પાસે આપણા જેવાં અન્ય ગ્રહોની યાત્રા હેતુ માધ્યમ બની તો પૃથ્વી પર તેમનું આગમન સંભવ છે.

પરંતુ, જો પરગ્રહીઓનું પૃથ્વી પર આગમન અને પ્રસ્થાન સંભવ છે તો તે આપણને દેખાતા કેમ નથી. અથવા આપણો સંપર્ક તેમના સાથે કેમ થતો નથી. જો ક્યારેય સંપર્ક થયો પણ હોય તો તેઓ આપણાથી દૂર કેમ છે. આ જ છે ફર્મીઝ પેરાડોક્સ.

તેના જવાબો શોધવાના પ્રયાસ, MITના ખગોળવૈજ્ઞાનિક જૌન બૌલે કર્યા છે. તેમના જણાવ્યાનુસાર, પરગ્રહીઓ આપણા સંપર્ક ન થવાનું કારણ એ છે કે, એ સંવેદનશીલ લોકોએ પોતાને પૃથ્વીથી અલગ રાખવાની પસંદગી કરી છે. તેમણે એ એટલા માટે નથી કર્યું કે તેઓ આપણા સમકક્ષ નથી બલકે એ આપણા ભવિષ્ય નિર્ધારિત કરવા માટે આપણા અધિકારનો સન્માન આપવા માટે કર્યું છે. વિવિધતા જ આ બ્રહ્માંડની મહત્વપૂર્ણ વસ્તુ છે. તેનું સન્મામ તમામ લોકોએ કરવું જોઈએ.

આ વાત જણાવે છે કે અંતરિક્ષમાં પરગ્રહી તો આપણને જોઈ શકે છે, પરંતુ આપણે તેમને જોઈ શકતા નથી. એ સભ્યતા એટલી ઉન્નત હશે કે વિકાસના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહેલી આ સભ્યતાને પ્રભાવિત કરવા માગતા નથી. એક અનુમાન પ્રમાણે સમજી શકાય કે, માત્ર 100 વર્ષમાં આપણી સભ્યતાએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એટલી ઉન્નતિ કરી છે તો લાખો વર્ષ પૂર્વે વિકસિત થયેલી સભ્યતાઓએ કેટલી ઉન્નતિ પ્રાપ્ત કરી હશે!

સહ લેખક: અભિષેક કુમાર મિશ્ર
પરગ્રહીઓથી સંપર્ક
વૈજ્ઞાનિકો દ્વારા નવી સભ્યતાઓ સાથે સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. 2017માં નોર્વેથી 12 પ્રકાશવર્ષ દૂર એક તારાકીય વ્યવસ્થા સુધી સંદેશ પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. સંભવ છે આ પ્રયાસ મનુષ્ય અને પક્ષીના મધ્ય સંવાદ જેવો હોય. જે એક સ્તરે ન હોવાને કારણે અર્થપૂર્ણ નથી, પરંતુ તે એક આભાસી પિંજરાથી બહાર એક અવાજ લગાવવાનો પ્રયાસ છે, જેમાં એ ભાવના છે કે આપણે તેમનો સંપર્ક કરી શકીએ.

સતર્કતા માટે એક સિદ્ધાંત પેન્સપર્મિયાનો પણ છે. આ પરિકલ્પના અનુસાર, જીવનના બીજ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે અને અંતરિક્ષમાં પ્રસારિત કરવામાં આવી શકે છે. કેટલાક વિચારકો પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ પણ આ બીજોનાં માધ્યમથી થઈ હોય તેવું જણાવે છે. આ સંબંધમાં એક મહત્વપૂર્ણ યોગદાન 1973માં નોબેલ વિજેતા પ્રોફેસર ફ્રાંન્સિસ ક્રિકનું રહ્યું. તેમણે બ્રિટિશ રયાયણશાસ્ત્રી લેસ્લી આર્ગેલ સાથે નિર્દેશિત પેન્સપર્મિયાના સિદ્ધાંતનો પ્રસ્તાવ રાખ્યો. તે અનુસાર, એક ઉન્નત અલૌકિક સભ્યતા દ્વારા અન્ય ગ્રહો માટે અથવા માનવ દ્વારા પૃથ્વીથી અન્ય ગ્રહો માટે જીવનના બીજ સુનિયોજિત પ્રસાર સંભવ છે.

એક ઉલ્કા પિંડ ALH84001 પર કરવામાં આવેલા પરિક્ષણોમાં એમિનો અસિડ અને પોલીસાઈક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન મળ્યા, જેને જીવનનાં સંકેત માનવામાં આવે છે. ભારતીય અને બ્રિટિશ શોધકર્તાઓએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા સમતાપ મંડળથી એકત્રિત હવાના નમૂનામાં જીવિત કોશિકાઓના સમૂહ હોવાનો દાવો કર્યો. હોયલ અને ચંદ્ર વિક્રમસિંઘે વર્ષ 1918માં ફ્લૂ મહામારી માટે અવધારણા પ્રસ્તુત કરી હતી કે લગભગ સાર્વભૌમિક આ મહામારીના વાઈરસ ધૂમકેતુ કણોથી પૃથ્વી પર આવ્યા હતા.

માનવની દરેક અજાણી વસ્તુને જણાવા માટે અને એકબીજા સાથે સંબંધ બનાવવાની પ્રવૃતિ છે. આ સરાહનીય તો છે પરંતુ સાવધાની રાખવાની પણ આવશ્યકતા છે. જેમ કે ભૌતિકવિદ સ્ટીફન હોકિંગે પણ આગ્રહ કર્યો છે કે, આ સંદેશ કોઈ ઉન્નત પરંતુ અમૈત્રીપૂર્ણ આચરણવાળી સભ્યતા સુધી પહોચવાની સંભાવના પ્રત્યે આપણે સાવતેચ રહેવાની જરૂર છે. પૃથ્વી પર 2 વિવિધ સંસ્કૃતિઓ, જેમાં એક જો અન્ય કરતાં વધારે વિકસિત થઈ રહી હોય તો તેમના સંબંધના પરિણામો સારા રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...