તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
q પૈસાથી બધું નથી ખરીદી શકાતું વાસ્તવમાં જીવનમાં જે સૌથી મહત્ત્વપૂર્ણ છે તે પૈસાથી ક્યારેય પણ નથી ખરીદી શકાતું. સ્વાસ્થ્યના સંદર્ભમાં સુખી-સંપન્ન લોકો પણ લાચાર જોવા મળ્યા. સંકટના સમયની સાથે મળતી સંભાવના આપણી સદ્ભાવના અને સંબંધોની મજબૂતી માટે પ્રમાણસર રહી. એટલે સુધી કે પૈસા ખર્ચવા છતાં પણ લોકડાઉનના કારણે કેટલાક સમય સુધી સામાન્ય વસ્તુ અને સાધારણ સેવાઓ માટે હેરાન થવું પડ્યું.
w આપણે ઊછેરથી અલગ નથી, સમાજની સાથે આપણા હિત-અહિત જોડાયેલા હોય છે ઘરના દરવાજા બંધ કરીને મુક્ત અને સુરક્ષિત નથી રહી શકાતું. સમુદાયમાં એક વ્યક્તિ પણ તકલીફથી પીડાય છે તો વહેલા મોડા તેની તપાસ જાણકારી બીજા સુધી પહોંચવાની જ છે. ‘અમારે શું’ કહીને દૂર નથી રહી શકતા. વ્યક્તિઓની સાથે જ તે સમાજ અને દેશો માટે પણ સત્ય છે. દુનિયા ગ્લોબલ-ગ્રામ બની ચૂકી છે. બધા દેશો એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં તેના ફાયદા છે, ત્યાં જ તેના નુકસાન પણ છે. સુદૂર ચીનનું એક ખોટું કૃત્ય અથવા કારસ્તાને આખી દુનિયા માટે જીવનને મૂશ્કેલીમાં મુકી શકે છે. સોસાયટીમાં એક વ્યક્તિની બેદરકારી બધા માટે જોખમ પેદા કરી શકે છે. અંતઃ આપણા હિત માટે આપણે ઊછેર પ્રત્યે જાગૃત રહેવું, ખોટાનો ખુલીને વિરોધ કરવો અને સારાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
e હુનર મહત્ત્વપૂર્ણ છે. ડિગ્રી કરતા વધારે કુશળતા જરૂરી હજારો વર્ષ પહેલા નૃત્ય-સંગીત, રસોઈ કુશળતા, ઘોડા અને હાથીઓની સંભાળ અને શૃંગારની જાણકારી જેવી વિદ્યાએ દ્રોપદી સહિત પાંડવોને અજ્ઞાતવાસમાં બચાવ્યા હતા. 2020એ શીખવ્યું કે અસ્તિત્વ ટકાવવા માટે હાથની કોઈ એક કુશળતા કેટલી જરૂરી છે. જ્યારે બધું સમાપ્ત થઈ જાય, ત્યારે પણ તમારી પાસે કંઈક એવું હોય તો તમે બે હાથ અને બે પગની મદદથી તમે ખાવા જેટલું કમાવી શકો.
r સંબંધો પ્રેમથી બને છે, પીઆરથી નહીં. પીઆર લાભકારક છે, પરંતુ તે વાસ્તવિક સંબંધો નથી બનાવતા, કેમ કે જ્યાં જરૂરિયાત અથવા લાભ સમાપ્ત થઈ જાય ત્યાં સંબંધો પણ સમાપ્ત! સંબંધો બને છે શરત વગર અને હિસાબ-કિતાબ વગર આપેલા સાથથી, કેમ કે તમને ક્યારેય એ નથી ખબર હોતી કે કોની ક્યારે જરૂરી પડે. સંકટના સમયે અસલી સંબંધો કામ આવે છે. આભાસી દુનિયા પણ એક હદ સુધી અસરકારક છે, પરંતુ પ્રત્યક્ષ જોડાણ અનિવાર્ય છે.
t સ્વાસ્થ્ય છે તો જીવન છે. ત્યારે બુદ્ધિ, કરિયર અને તમામ વસ્તુ છે. સ્વામી વિવેકાનંદની પાસે સતેન્દ્ર બેનર્જી નામનો એક યુવક ગીતાનું જ્ઞાન લેવા આવ્યો હતો. સ્વામીજીએ તેને કહ્યું કે પહેલા તે છ મહિના ફૂટબોલ રમીને આવે. તેમણે કહ્યું કે, ગીતાના અધ્યન કરતા તું ફૂટબોલ દ્વાર સ્વર્ગની વધારે નિકટ જઈશ. તેની પાછળનો વિચાર એ હતો કે મજબૂત શરીરમાં જ મજબૂત મન અને મસ્તિષ્કનો નિવાસ હોઈ શકે છે. બાદમાં બેનર્જીએ ગીતા પ્રચાર મંડલની સ્થાપના કરી અને બંગાળી ભાષામાં ગીતાના કાવ્યનું ભાષાંતર કર્યું. શારીરિક શ્રમ, અસ્ત્ર-શસ્ત્રનો અભ્યાસ અને યોગાભ્યાસ ઋષિ પરંપરાનો હિસ્સો છે. સ્વયં ગીતા પણ કર્મ કરવા અને કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે.
y કડવી વસ્તુઓ લાભકારક હોય છે, ભલે પછી તે ગિલોય, હળદર અને ઉકાળો હોય અથવા અનુભવ. ખરાબ સ્વાસ્થ્યના કારણે જેમને પોતાનો જીવ ગુમાવ્યો, જેમને સવારના સમયે ઉઠવું, કસરત કરવી, ઘરના કામકાજમાં મદદ કરવા સંબંધિત પિતાની શિખામણ જરૂરથી યાદ હશે. એ પણ અહેસાસ થયો હશે કે 60 અથવા 70ની ઉંમરમાં પિતા કેટલા સ્વસ્થ્ય અને મહેનતું હતા, જ્યારે 35-40ની ઉંમર સુધી પહોંચે છે તેમનું પોતાનું જીવન કેવી રીતે ઘસાવા લાગે છે. ત્યારે કડવા બોલ પ્રતીત થતી તે શીખામણનું મહત્ત્વ સમજાયું હશે.
નિયમિત અને અનુશાસન જરૂરી છે. પાવડર ખાઈને બનાવેલી બોડી કામ નથી આવતી. તમે સમગ્ર દુનિયાને છેતરી શકો છો પોતાને નહીં. વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવેલ કાર્ય ફળદાયી હોય છે. ભલે તમે ચાર દિવસનું કામ એક દિવસમાં કરી લો અને બીજાને ખબર પણ ના પડે, પરંતુ તમારા શરીર અને મગજને ખબર પડે છે, તેના પર સ્થાયી ફરક પડી ચૂક્યો હોય છે. તે થોડો ફરક સંચિત થઈ જાય છે અને એક દિવસ ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યાના રૂપમાં બીજાની સામે આવી જ જાય છે.
i શ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ છે. 2020ની આ એક મહત્ત્વની શીખ છે. આપણે સારા એવા લોકોને શ્વાસની સમસ્યાનો સામનો કરતા જોયા અને ત્યારે યાદ આવ્યું કે કેમ ભારતની પ્રાચીન પરંપરા શ્વાસ-પ્રશ્વાસના નિયમિત અભ્યાસને આટલું મહત્ત્વ આપે છે. ઘણા લોકોએ આ કોરોનાકાળમાં જ યોગ્ય રીતે શ્વાસ લેવાનું શીખ્યું અને તેના મહત્ત્વને સમજ્યાં. મહેસૂસ કર્યું કે પોતાના શ્વાસ પર ધ્યાન આપવું જીવન અને સ્વાસ્થ્ય માટે આટલું મહત્ત્વ કેમ રાખે છે.
o આપણે શીખ્યા કે આપણી સુરક્ષા આપણા હાથમાં છે. લોકો બેદરકારી દાખવશે, દરેક કોઈ માસ્ક નહીં પહેરે, પરંતુ તમે હંમેશાં લગાવી શકો છો. તમારી સુરક્ષા માટે કંઈક કરવું તમારા હાથમાં છે. તમારા માટે પોતાને અને તમારા નજીકના લોકોનું જીવન અમુલ્ય છે, તેથી બીજાને દોષ આપવાથી કોઈ ફરક નહીં પડે. પોતાના જીવની સલામતી માટે તમારે દરેક સાવધાની રાખવી પડશે.
a આ શીખ બધાને મળી કે તમે બધું કરી શકો છો, પરંતુ ઇચ્છિત પરિણામ નક્કી કરી શકતા નથી આ સમયગાળામાં ઘરની અંદર રહેતા વૃદ્ધો અને PPE કીટ પહેરનાર સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ દુર્ભાગ્યનો ભોગ બન્યા. તેથી પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો અને અંતિમ પરિણામ તેમના પર છોડી દો. તમે ઈમાનદારીથી તમારું કામ કર્યું છે, તો ફળ શું હશે તેને લઈને ચિંતા ન કરો. ગીતાની આ શીખ 21મી સદીના સંકટકાળમાં પણ અસરકારક સાબિત થઈ.
s સંયમ જ જીવન છે મિત્રોને ડરપોક કહીને મજાક ઉડાવી. સહકર્મીઓએ કહ્યું કઈ નહીં થાય. સેર-સપાટાના પ્રલોભન આવ્યા. ચટોરી જીભે લલચાવ્યા. હૃદયે ઘણી વખત કહ્યું, છોડો આ બધું, જે થશે એ જોયું જશે. પરંતુ કરોડો લોકોએ સાવધાની નથી છોડી. બાળકોને કોઈ પણ રીતે સમજાવ્યા મોજ-મસ્તી આપણે બાદમાં પણ કરી શકીએ છીએ. માસ્ક, સાફ-સફાઈ અને અંતરનું ધ્યાન હંમેશાં રાખવું. ત્યારે જઈને કરોડો લોકોનો જીવ બચ્યો અને મર્યાદિત સાધનોવાળા દેશમાં મોટાભાગની વસ્તી સુરક્ષિત રહી.
d વર્ષે બતાવ્યું કે વ્યવસાય પૈસા કમાવવા અને આજીવિકાનું માધ્યમ નથી, કર્તવ્ય પણ છે સંકટના સમયમાં ઈમાનદારીથી પોતાની ડ્યુટિ નિભાવતી દરેક વ્યક્તિએ દુઆઓ પણ કમાઈ છે. આપણામાંથી ઘણા લોકો વિચારતા હશે કે આપણે અંગ્રેજોના જમાનામાં હોત તો બધું દેશ માટે ન્યોછાવર કરી દીધું હોત અથવા પાકિસ્તાનની સાથે યુદ્ધ કરવામાં આવે તો દેશ માટે તેમાં કૂદી પડીશું. કોરોનાકાળના રૂપમાં આવી જ તક આવી હતી. ઘણા બધા લોકોએ દેશના લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. સીમા પર જ નહીં, આ કોરોનાકાળમાં યોદ્ધા હોસ્પિટલમાં પણ શહીદ થયા. દેશ અને સમાજ માટે કંઈક કરવાની તક દરેક પાસે નથી હોતી, આ વર્ષે તે ઘણી રીતે બતાવ્યું છે.
f કોઈપણ સમસ્યા નાની અથવા દૂર નથી હોતી પહેલા કોરોના ચીનમાં હતો, ત્યારબાદ તે આપણા દેશમાં, પછી પ્રદેશમાં ત્યારબાદ શહેર અને આપણા પાડોસ અથવા ઘરમાં જ આવી પડ્યો. ઘણા લોકો તેને સામાન્ય શરદી-તાવ જેવી મામૂલી બીમારી સમજતા, તેના કારણે પોતાના લોકોને ગુમાવ્યા. આપણે જોયું કે કેવી રીતે કોઈની એક નાની બેદરકારી પણ તેના સંપૂર્ણ પરિવાર માટે ભારે પડી ગઈ. બીજી તરફ એ પણ સાબિત થયું કે નાની નાની વસ્તુ જ મળીને જીવન પર નિર્ણાયક અસર પહોંચાડે છે. માસ્ક, સેનિટાઈઝર, હાથ ધોવા, અને અંતરનું ધ્યાન રાખવા જેવા ઉપાય લાખો લોકો માટે પ્રાણ રક્ષણ સાબિત થયા. અંતઃ કોઈપણ વાતને નાની કહીને હળવાશમાં ન લેવી.
g શોખ મોટી વસ્તુ છે. શોખ હોવો જોઈએ નહીં તો જીવન અટકી જાય છે અને નીરસ થઈ જાય છે. લોકડાઉનના કંટાળાએ અભ્યાસ, લેખન, કલા, હસ્તકલા અને ભોજન-પૂજા જેવી પ્રવૃતિઓનું મહત્ત્વ સમજાવ્યું. પદ, પ્રતિષ્ઠા અને પૈસાની દોડમાં સામેલ લોકોને વિચારવાની તક મળી કે રિટાયરમેન્ટ બાદ શું કરીશું, કઈ પ્રવૃતિ તેમને શાંતિ આપે છે, શેમાં તેમને બીજા પર નિર્ભર નથી રહેવું પડતું?
h વર્ષે વર્ષોથી આપવામાં આવતી શીખ ‘સ્વાવલંબી સદા સુખી’નો અહેસાસ કરાવ્યો. પોતાની જરૂરિયાતો માટે જે લોકો બીજા પર વધારે નિર્ભર હતા, તેમને લોકડાઉન દરમિયાન એટલી જ મુશ્કેલી પડી. જેઓ ક્યાંક એકલા રહી ગયા તેમને બે સમયના ખાવાની વ્યવસ્થા અને સફાઈ પણ પહાડ જેવું લાગતું. તેનાથી વિપરિત પોતાનું કામ જાતે કરતા હતા તે લોકોને કોઈ ખાસ ફરક ના પડ્યો, પરંતુ તેમને બીજા લોકોની પણ મદદ કરી. જે પરિવારમાં બધાના કામ વહેંચાયેલા હતા અને પહેલાથી જ મળીને કામ કરતા હતા, ત્યાં વધારે મુશ્કેલી નહોતી આવી.
j વર્ષ 2020એ બતાવ્યું તે કેટલાક લોકો ક્યારેય નહીં સુધરે. નષ્ટ થઈ જશે પણ બદલાશે નહીં. આ દુનિયામાં એવા લોકો પણ છે, જે જીવ પર સંકટ હોવા છતાં પણ માસ્ક પહેરતા નહોતા જોવા મળ્યા. જ્યારે ઘણા લોકો બીજા માટે કંઈક કરી રહ્યા હતા, તે સમયે કેટલાક લોકો સ્વાર્થપૂર્તિ અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હતા. જ્યારે આખી દુનિયા સંબંધોની ઉપયોગિતા અને મહત્ત્વનો અહેસાસ કરાવી રહી હતી, કેટલાક લોકો જીદ, અહંકાર અને સ્વાર્થમાં સંબંધો તોડી રહ્યા હતા. આખી દુનિયા કોરોના વોરિયર્સ પર ફૂલ વરસાવી રહી હતી જ્યારે કેટલાક લોકો અપમાનિત કરી રહ્યા હતા. સંકટ દરેકને સુધારે તે જરૂરી નથી.
k બચત અનિવાર્ય છે, ઓછામાં ઓછી મૂળભૂત જરૂરિયાતો જેટલી હોય એટલી જ કરવી જોઈએ. આ વર્ષે જેમની પાસે છત હતી અને ખાવાની વ્યવસ્થા હતી તેઓ લગભગ નિશ્ચિત રહ્યા. રોજગારી ન રહેવા પર પણ કામ જતું રહ્યું. શું ખાવું, ક્યાં રહેવું તેવી પરિસ્થિતિ આવી ગઈ. જેમના માથે કોઈ દેવું નહોતું, હપ્તા નહોતા ભરવાના તેઓ નુકસાન હોવા છતાં શાંતિથી સૂઈ શક્યા.
l જે ફ્રી છે, હકીકતમાં તે સૌથી કિંમતી છે. ગંદકીના નામે બાળકોને માટીથી દૂર રાખવા, ગોરાપણું માટે તડકાથી બચવું, સ્વચ્છ હવાના નામ પર એર કન્ડીશનરની હારમાળા કરી અને પ્રાઈવેસીના નામ પર એકદમ બંધ ઘરને પ્રાથમિકતા આપીને આપણે પોતાને કુદરતીના નિત્યક્રમથી દૂર થઈ ગયા. તે આ વર્ષે સમજાયું કે તાજી હવા, તડકો અને પ્રતિરોધક ક્ષમતા વધારતી માટીની સંગત કેટલી જરૂરી છે. જ્યારે કોઈ દવા નથી હોતી તો શરીરની પ્રાકૃતિક શક્તિ કામ આવે છે, જે પ્રકૃતિની સર્વસુલભ નેમતોથી જ મળે છે.
આભાસી અસલની જગ્યા નથી લઈ શકતા. કોરોનાકાળમાં આભાસી દુનિયાના સાધન સૌથી વધારે કામ આવ્યા. ઈન્ટરનેટે ઘરેથી કામ અને અભ્યાસને શક્ય બનાવ્યું અને મોબાઈલ ફોને નિકટના લોકો સાથે જોડાઈ રહેવામાં મદદ કરી. પરંતુ તેની સાથે એ અહેસાસ પણ થયો કે આ બધું અસ્થાયી અને વેકલ્પિક છે. કોઈપણ મશીની સાધન વાસ્તવિક સંપર્ક અને અસલી સંસારનું સ્થાન નથી લઈ શકતા. વિચારો, બાળકોને બધુ સ્માર્ટફોન અને કમ્પ્યુટર દ્વારા શીખવવામાં આપણે તેમની સાથે કેટલો અન્યાય કરી રહ્યા છીએ!
2020 એ વર્ષ છે, જ્યારે આપણે આપની દુનિયામાં સારા લોકોની જરૂરિયાતને મહેસસૂસ કરી. અમીર-ગરીબ, દરેકને કોઈપણ શરમ-સંકોચ વગર સારા કામોની પ્રશંસા. મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન પણ સમાજ માટે કોરોનાથી પીડિત અને પોતાનો જીવ જોખમમાં મૂકનાર સ્વાસ્થ્ય કર્મચારી માટે તાલી-થાળી વગાડતા જોવા મળ્યા. ભલે તે પ્રતીકાત્મક હતું, પરંતુ આપણે દરેક નર્સ, ડૉક્ટર, એમ્બ્યુલન્સ ચાલક, પોલીસકર્મી, બેંકકર્મી, નાના દુકાનદાર, મીડિયાકર્મી સહિત તે તમામ લોકોને દિલથી સલામ કરી, જેમને ડરને પાછળ છોડીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું. તેમના માટે દિલથી સાચી પ્રાર્થના કરી. એક રાહત મળી કે જ્યાં સુધા આવા લોકો છે, દરેક સંકટ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેમને જોઈને પ્રેરણા પણ મળી.
u તમે દુનિયામાં જેવા લોકો ઈચ્છો છો તેવા જાતે બનો, આ 2020ની સૌથી મોટી શીખ છે. આ વર્ષ ભલે ભૂલી જઈએ, પરંતુ તેની શીખ જરૂર યાદ રાખવી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.