તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂરના દર્શન:આંખનો ભ્રમ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમે અનેક તસવીર જોઇ હશે, જેમાં લોકો કોઇ આધુનિક એપની મદદથી વિવિધ પ્રકારના ભ્રમ પેદા કરે છે. જાદૂગરો માટે તો ભ્રમની સ્થિતિ પેદા કરવી ડાબા હાથની વાત છે. પરંતુ હકીકતમાં જાદૂની વાત કરવામાં આવે તો પ્રકૃતિથી મોટો જાદૂગર કોણ હોઇ શકે! આ વખતે અમે થોડી એવી તસવીર તમારા માટે લાવી રહ્યા છીએ, જે ભ્રમથી ભરપૂર છે અને તેની હકીકત જાણવા માટે તમારે તેને ફરી એકવાર જોવી પડશે...

1 સમુદ્રી ઝરણુંઃ-

જો તમે હવાઈ માર્ગથી મોરીશસની નજીકથી પસાર થશો તો તમને આ અદભૂત જગ્યા જોવા મળશે, જે પહેલી નજરે પાણીમાં પડતાં ઝરણાં જેવી જોવા મળશે. એવું લાગશે જાણે સમુદ્રની અંદર એક ઝરણું છે જે સમુદ્રના ઊંડાણમાં પડી રહ્યું છે. પરંતુ જેવું જોવા મળી રહ્યું છે તેવું છે નહીં. જોકે, આ ખાડીની અંદર રેતી છે જે દરિયા તરફ વહી રહી છે. તેનું મિશ્રણ જ દ્રષ્ટિભ્રમ રચાવી રહ્યું છે.

2 બરફમાં સૂતેલું વૃક્ષઃ-

પહેલી નજરે જોવાથી એવું પ્રતીત થાય છે કે એક વૃક્ષની મોટી તસવીરને બરફની અંદર સાવધાનીથી કોતરવામાં આવી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બરફની અંદર કોઇ વૃક્ષ નથી પરંતુ મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં સ્થિત રણની તસવીર છે અને વૃક્ષના આકારમાં જોવા મળતી આકૃતિ એક નદી છે જે આ રણમાં આવીને સૂકાઇ જાય છે.

3 ઇન્દ્રધનુષી પર્વતઃ-

ચાઇનાના ઝાંગ્યે ડાંઝિયા જિયોલોજિકલ પાર્કમાં સ્થિત આ ચટ્ટાન આકર્ષણનું કેન્દ્ર છે. તેના વિવિધ રંગના કારણે લોકો તેને ‘રેનબો માઉન્ટેન્સ’ કહે છે. ભૂગર્ભવિજ્ઞાની આ ચટ્ટાનાના રંગ અંગે જણાવે છે કે લગભગ 54 કરોડ વર્ષ પહેલાં આવેલાં ભૂકંપના કારણે ટેક્ટોનિક પ્લેટ્સના અથડાવાથી આવું થયું છે. વર્ષો સુધી નદીઓ દ્વારા પ્રવાહિત થઇને આવેલાં લાલ પથ્થર, કીચડ અને અન્ય પદાર્થો અહીં એકઠાં થવાથી આ પર્વતોને આવો અનોખો રંગ મળ્યો છે.

4 આગનું ચક્રવાતઃ-

તસવીર જોઇને સમજી શકાય છે કે, તેને આગનું ચક્રવાત કેમ કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં એવું નથી. આ સ્પેનની રિયો ટિંટો નામની નદીની તસવીર છે. આ નદીમાં આ પ્રકારના અનેક લાલ અને નારંગી રંગના શેડ્સ જોવા મળે છે. લાંબા સમય સુધી નદીમાં થયેલાં ખોદકામના કારણે તેનું પાણી વધારે એસિડિક થઇ ગયું છે અને લાલ રંગ તેને પાણીમાં મિશ્રિત થયેલાં લોહતત્વ દ્વારા મળ્યો છે.

5 કિનારાનો યાત્રીઃ-

આ યાત્રી કોઇ ઘાટીના બિલકુલ કિનારે ચાલી રહ્યો છે તેવું લાગે છે. થોડી પણ અસાવધાની તેને કાળનો ગ્રાસ બનાવી શકે છે. પરંતુ આ વાત જાણ્યા પછી તસવીર જુઓ. જોકે, આ તસવીર ઉટાહની પોવેલ નદી પાસેની છે. આ તસવીર લેનાર ફોટોગ્રાફર ડેરેલ સ્ટેગ્સ પ્રમાણે ‘આ ઘાટીમાં પાણી ભરાયેલું છે. જેના કારણે તે ઘાટીની દિવાલો માટે આદર્શ દર્પણ બની જાય છે. આ કારણે આવો ભ્રમ પેદા થઇ રહ્યો છે કે તેના કિનારે ચાલી રહેલાં યાત્રી ઘાટીની દિવાલ ઉપર ચાલી રહ્યો છે. સાથે જ આ તસવીરને જો તમે ઊંધી કરીને જોશો તો એવું લાગશે જાણે યાત્રી કોઇ મોટી ગુફામાં છે’

6 સ્વર્ણિમ ઝરણુંઃ-

આ ઝરણું કેલિફોર્નિયાના યોશેમાઇટ નેશનલ પાર્કમાં સ્થિત છે. આ એક સિઝનલ ઝરણું છે, જે ઠંડી અને વસંત ઋતુમાં પાણીથી ભરાયેલું હોય છે. તેની પ્રસિદ્ધિ પાછળ કારણ છે કે, દરેક વર્ષે ફેબ્રુઆરીના થોડાં સપ્તાહમાં એક એવી પ્રાકૃતિક સ્થિતિ નિર્મિત થાય છે કે ઢળતાં સૂર્યનો સીધો પ્રકાશ આ ઝરણાંના પાણી ઉપર પડે છે અને તેનો રંગ સોનેરી થઇ જાય છે. આ અદભૂત ઘટનાને જોવા માટે દર વર્ષે વિશ્વસભરના મુસાફરો અહીં પહોંચે છે.

7 પર્વતાકાર હાથીઃ-

આ સમુદ્રી ચટ્ટાન આઇસલેન્ડના એક તટ ઉપર છે. તેને એલિફ્રેંટ રોક પણ કહેવામાં આવે છે. આ દૃશ્ય એવું લાગે છે જાણે કોઇ વિશાળકાય હાથી સમુદ્રમાંથી પાણી પી રહ્યું હોય. બસ આ પર્વતાકાર હાથીને જોવા માટે તમારે એક યોગ્ય એન્ગલની જરૂરિયાત છે, જે આ તસવીરના ફોટોગ્રાફરે શોધી કાઢ્યો છે.

8 કેસરિયા આસમાનઃ-

તસવીર નામિબિયાના ડેડવ્લેઈ નામના સ્થાનની છે. તસવીરમાં જોવા મળી રહ્યા વૃક્ષની પાછળ આકાશ જોવા મળી રહ્યું છે. પરંતુ આ તસવીરની હકીકત એવી છે કે આ વૃક્ષની પાછળ રેતીનો વિશાળ ઢગલો છે, જે તેને આવો અદભૂત રંગ આપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો