તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનનો અર્થ વર્તિકા નંદા:આશાનું કિરણ હતાશ જીવનને હર્યભર્યું બનાવે છે

10 મહિનો પહેલાલેખક: ચંડીદત્ત શુક્લ
 • કૉપી લિંક
 • વ્યક્તિએ ક્યારેય રસ્તા પર ચાલવાનો ડર ના લાગવો જોઈએ, રસ્તો હંમેશાં જમીન એટલે કે હકીકત સાથે જોડે છે
 • દુઃખની દુનિયામાં ડૂબકી મારીને જોઈએ ત્યારે ખબર પડે છે કે બહારની દુનિયા કેટલી ખોટી છે

સૌ પહેલા વાંચીએ એક કવિતા

ઈસ પતે પર કોઈ ખત નહીં લિખના ચાહતા ઈસ ગેટ કે બાહર સાંસારિક સુખ ઠિઠકે રહતે હૈ બાહર સડક સે ગુજરતે લોગોં કો, અક્સર ઈસ બાત કા ભાન તક નહીં હોતા, અંદર- એક દૂસરી દુનિયા પલ રહી હૈ ઈન સલાખોં કે પાર... એક છોટી સી ખિડકી સે ઝાંકતે હૈં સપને... શહર જબ સો જાયા કરતે હૈં જેલેં જાગતી હૈં ઔર કડી જંજીરોં કે બીચ યહાં ઉમ્મીદોં કે સૂરજ કો થામને મેં મદદ કરતી હૈ એક કવિતા...

આ જેલના જીવનના નામે લખવામાં આવેલી કવિતા છે, પરંતુ આ અંગે પછી વાત કરીશું. હાલ તો સાંભળીએ એક બાળકીની વાત.

તે પંજાબમાં રેલવેમાં સિવિલ એન્જિનિયર હતો. આ તે સમયની વાત છે, જ્યારે પાંચ નદીના અનોખા પ્રદેશમાં અલગાવવાદીઓની દહેશત હતી. જોકે, આ બધામાં એકદમ દૂર, એન્જિનિયર પિતાની માસૂમ દીકરી સક્રિય તથા બહિર્મુખી કલાકાર હતી. એકવાર બાળકી જાલંધર દૂરદર્શનના કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી તો પ્રોડ્યૂસર પર તેની એવી અસર થઈ કે તેમણે વીકલી પ્રોગ્રામ 'બચ્ચો કે લિયે'ની હોસ્ટ બનાવી દીધી. એશિયાની સૌથી નાની ઉંમરની તે એંકર હતી.

ચંચળ તથા હંમેશાં હાસ્ય રેલાવતી, નાટ્યકળામાં ભરપૂર રસ ધરાવતી નવ વર્ષની બાળકીને જોતજોતામાં ઘેર-ઘેર લોકપ્રિય થઈ ગઈ હતી. એકવાર બજારમાં બાળકીની નજીક મોટી મોટી મૂંછ વાળો, ખડતલ વ્યક્તિ આવી ગયો અને બોલ્યો, 'હું ખડાકુ છું.' ખડાકુ એટલે ખાલિસ્તાન સમર્થક. એવી જ રીતે એક આતંકવાદી તે બાળકીની નજીક ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયો હતો. જ્યારે બાળકી પઠાણકોટથી ભોરની ટ્રેનમાં જાલંધર જતી હતી. તે સવારના નવ વાગ્યાના રેકોર્ડિંગમાં હાજર થવા માગતી હતી. આ સમયે એકવાર બાળકીની ઘરના ગેટની નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો. (તે દિવસોમાં પંજાબમાં ભયનો માહોલ ઉત્પન્ન કરવા માટે આ પ્રકારની ઘટના સામાન્ય હતી) જોકે, આ ઘટનાની તે બાળકી પર કોઈ અસર ના થઈ. જો તેણે આ વાતો ધ્યાનમાં લીધી હોત તો તેનામાં ડર આવી જાત. જોકે, તે નાનપણમાં જ તેણે આ બધાનો સામનો કર્યો હતો અને તે બાળકીના જીવનનો ઉદ્દેશ જ એ હતો કે ભય સામે લડવું અને ગુનેગારો સામે નહીં પણ ગુના સામે લડવું.

આ બાળકી કોણ છે? નામ છે વર્તિકા નંદા. એ જ વર્તિકા જેણે આ આર્ટિકલની શરૂઆતમાં કવિતા લખી છે.

ફ્લેશબેકમાં જઈએ તો 1984ની આસપાસમાં વર્તિકાની મુલાકાત ક્રાઈમ સાથે થઈ. પછી તો વર્ષો સુધી ક્રાઈમની દુનિયા વર્તિકાને ક્યાંક ને ક્યાંક મળતી જ રહી. ક્યારેક અન્યાયના રૂપમાં તો ક્યારેક સીધા-સાદા ગુનામાં. સમય આગળ તરફ વધી રહ્યો હતો અને વર્તિકા દિલ્હી પહોંચી ગઈ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશમાં એડમિશન લેવા માટે દિલ્હી આવી. મોટું શહેર, બોલચાલ અલગ, નવો અંદાજ, વર્તિકા માટે આ તદ્દન નવી દુનિયા હતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનની એન્ટરસમાં વર્તિકા અવ્વલ રહી અને તેને પહેલો દિવસ આજે પણ યાદ છે. મોટા શહેરોમાં સૌથી પહેલી ઓળખ પોશાક હોય છે. પછી કામની વાત આવે છે. હંમેશાંની જેમ વર્તિકાએ પોતાના કામની પસંદગી કરી. તેણે એકવાર પણ અંજામની પરવા કરી નહોતી. જેવી રીતે નાનપણમાં ગમે ત્યારે કર્ફ્યૂ લાગી જતો તો નાનકડી વર્તિકા બસની રાહ જોયા વગર 8 કિમી પગપાળા ચાલીને જતી રહેતી.

આતંકગ્રસ્ત પંજાબના ડરામણા રસ્તા પર તે સમયે નાનકડી બાળકી ડર વગર પોતાની જ મસ્તીમાં ચાલતી હતી. જોકે, આ મુશ્કેલીનો સામનો કરીને વર્તિકા જેલની અંધકારમય દુનિયામાં પણ આવી ગઈ. પહેલા પત્રકાર તરીકે અને પછી જેલ સુધારક તરીકે. અહીંથી જ ઉપર લખેલી કવિતાનો પાયો નખાયો અને 'તિનકા મોડલ ઓફ પ્રિઝન રિફોર્મ'ની સાથે સાથે 'તિનકા તિનકા અવોર્ડ' પણ. જેલની અંદર જે સારું કામ કરે છે, તેમને ઈનામ આપવામાં આવે છે.

સ્ટાર્સથી જેલની સફર સુધી
1993ની આસપાસ વર્તિકાની પહેલી વાર્તા 'સિતારોં ભરા આસમાન'ને પહેલું ઈનામ મળ્યું હતું. ત્યારે જ તેણે સંકલ્પ લીધો હતો કે હવે 20 વર્ષ સુધી નક્કર પત્રકારત્વ કરશે. આ જ ક્ષણ રહી હશે જ્યારે તેના મનમાં વિચાર આવ્યો હશે કે માત્ર વાતો લખવી નથી, પરંતુ સાચા કિસ્સા સામે લાવવા છે.

સામાન્ય રીતે ક્રાઈમ બીટમાં મહિલાઓની હાજરી ઓછી છે અને તેમાં પણ ઉચ્ચ નેતૃત્વની જવાબદારીમાં તો મહિલાઓ દૂર દૂર સુધી જોવા મળતી નથી. વર્તિકાએ આ ઊણપ પૂરી કરી. તે અનેક ટીવી ચેનલમાં ક્રાઈમ બીટનો મુખ્ય ચહેરો રહી. જોકે, આ સંયોગ જ હશે કે તે ક્રાઈમ બીટમાં આવી અને બીજી બાજુ આખા દેશને ડરાવી દેતો ક્રૂર કાંડ તંદૂર સામે આવ્યો. નૈના સાહની તથા તેની હત્યાનો આરોપ સુશીલ શર્મા. વારંવાર દરેક જગ્યાએ પછી તે પત્રકારત્વ હોય કે અસાઈનમેન્ટ્સ, જેલ સુધાર કાર્યક્રમ હોય કે લેખન, વર્તિકાને નૈના જેવી પીડિત મહિલાઓ તથા સુશીલ જેવા આરોપીઓનો સામનો કરવો પડ્યો.

સમાચારની દુનિયામાં રોમાંચ હતો, ઉપલબ્ધિઓ હતી, રોજ કેદી, અપરાધી, નિર્દોષ તથા પીડિતોના સંસારની વાતો થતી, પરંતુ તેમની પણ ચોક્કસ ઉંમર હતી. માત્ર એક મિનિટનો એર ટાઈમ. ત્યારે વર્તિકાએ વિચાર્યું કે એવું તો શું કરું કે વાસ્તવમાં ફેરફાર થાય.

જેના વિશે કોઈ વિચારતું નથી, તે વાતો હંમેશાં મનમાં રાખી
વર્તિકાએ નક્કી કર્યું હતું કે તે જેલમાં બંધ મહિલા કેદીઓ, ખાસ કરીને સજાની રાહ જોતા કેદીઓની સાથે મળીને તેમની પીડાને ઓળખશે અને તેમને કંઈક ખાસ કરવા માટે પ્રેરિત કરશે. તે માને છે કે નાની બાબતો ભેગી કરીને મોટો ફેરફાર લાવી શકાય છે. શરૂઆત સરળ નહોતી.

કોઈની પ્રાર્થના હોય કે નિસાસા... તે ક્યારેય દેખાતા નથી પરંતુ અસર ચોક્કસથી કરે છે.

વર્તિકાનું જીવન દર્શન છેઃ 'એકલા ચલો રે..' તે કોઈ પણ સહયોગ વગર જેલ સુધારો (કેદીઓ માટે નવી સ્કિલ, હીલિંગ, જીવન પ્રત્યે ઉત્સાહ લાવવો)માં જોડાઈ ગઈ. અહીંયા મળેલા અનુભવોના આધાર પર વર્તિકાએ એક પુસ્તક 'તિનકા તિનકા તિહાડ' સંપાદિત કરી હતી. વોર્ડ નંબર 6ની અંદર બંધ મહિલા કેદીઓના અહેસાસને કવિતાના માધ્યમથી રજૂ કર્યા. 'લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'એ આની ખાસ નોંધ લીધી.

જેલની અંદરની વણકહેલી વાતો, જેમાં કેદીઓના દુઃખદ કિસ્સા સામેલ છે, વાંચીને લોકો અવાક રહી ગયા. અંધકારમય ઓરડીઓમાં મહિલા કેદીઓના મનમાં અજવાળા માટે કેટલું માન છે, તે વાત ખબર પડી. આ કાવ્યાત્મક ચિનગારીએ દુઃખ, પસ્તાવો, અંતહીન રાહ તથા અંધકારની એક પળને ઝાંખી કરી દીધી હતી.

તત્કાલીન ડિરેક્ટર જનરલ પ્રિઝન વિમલા મહેરાએ મુશ્કેલીઓ ઓછી કરી અને વર્તિકાની પહોંચ આશા વગરના તે અંધકાર સુધી પહોંચી, જ્યાં અનેક દોષીત તથા નિર્દોષ એ વાતની રાહ જોતા હતા કે તેમને જેલમાંથી છૂટકારો મળે અથવા સજા. જે પણ મળે તે જલ્દી મળે. થોડો વધુ સમય જેલની કોટડીમાં પસાર થશે અને પછી સજા બાદ જ્યારે બહારની દુનિયામાં આવશે તો તેમના માટે ઉપેક્ષા સિવાય કંઈ જ નહીં હોય.

કેદીઓને સવાલ પૂછવામાં આવ્યો, 'પાપડ, વડી, અગરબત્તી, દીવા તથા મીણબત્તીઓ તમે બનાવી લો છે પરંતુ એવું કંઈ છે, જે બનાવવાની ઈચ્છા તમારા મનમાં હોય?'

સવાલની સાથે એક બીજો સવાલ પણ હતો, 'તમારામાંથી કોઈ એવું છે, જે કવિતા લખતું હોય.' પહેલાં તો માત્ર ના જ સાંભળવા મળી, પછી ધીમે ધીમે કેદીઓના મન હળવા થયા અને કરચલી વાળા રૂમાલમાં લખેલી કવિતાઓ સામે આવવા લાગી.

રમા, સીમા, રિયા તથા આરતી જેવી મહિલા કેદીઓ કવિયત્રિ બનીને ભાવુક થઈ. જ્યારે તેમણે પોતાના શબ્દોમાં કવિતા લખી તો તેમના આંસુ તથા હાસ્ય અલગ જ ભાવ બતાવતા હતા.

તે કેદી, જેમણે હિંમત ગુમાવી દીધી હતી, સંબંધીઓએ તરછોડી દીધા હતા, તેઓ આશાનું કિરણ પણ હોય તે વાત જ ભૂલી ગયા હતા. તેમના મનમાં માત્ર ને માત્ર ગ્લાનિ તથા ઉદાસી હતી. હવે તેઓ કવિતા લખતા હતા. વર્તિકાનો પ્રયાસ સફળ રહ્યો અને અંતે એક પુસ્તક સામે આવ્યું, 'તિનકા તિનકા તિહાડ.'

આ કાવ્ય-પુસ્તક હવે તો અંદાજે 10 ભાષામાં અનુવાદિત થઈ ચૂક્યું છે અને આ અલગ કોન્સેપ્ટને કારણે 'લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સામેલ કરવામાં આવ્યું હતું. આ બધું એ તિહાડ જેલમાં થતું હતું, જ્યાં જવા માટે ટેક્સીવાળા ના પાડી દેતા તો રીક્ષા વાળા પૂછતા કે 'અહીંયા જ રોકાઈએ? તમે તો હમણાં પાછા આવશો ને.' કેદીઓને થોડાં કલાકો માટે કેમેરા આપવામાં આવ્યા. તેમની મનપસંદ વસ્તુઓની તસવીર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું. આ તસવીરો પુસ્તકના કવર પર છાપવામાં આવી.

સવારે લખું છું, સાંજે લખું છું...

અને શબ્દો જ કેમ... રંગ પણ કવિતા લખે છે. તિહાડની 960 મીટર લાંબી એક દીવાલ પર કવિતા અંકિત કરવામાં આવી- 'સવારે લખું છું.'

આ સવાર અંગે વર્તિકા નંદાનું માનવું છે કે જેલ જીવનને નવો દૃષ્ટિકોણ આપે છે. તમને બહુ જ ગ્રેસફુલ બનાવે છે. જેલના દરવાજા થોડાં પણ ખુલી જાય અને સમાજની બારી પણ. તો બંને દુનિયાની વચ્ચે સારું બોન્ડિંગ થઈ શકે છે.

હા, આ તમામ પ્રયાસો માત્ર પબ્લિસિટી કે જેલની અવેરનેસવાળા માત્ર અભિયાન નહોતા, જીવન સાચે જ બદલાયું.

વર્તિકા યાદ કરે છે કે એક ગીત 'તિનકા તિનકા તિહાડ' રચવામાં આવ્યું હતું. આ ગીત માટે કેદીઓએ મેકઅપ કર્યો હતો, સંગીત બનાવ્યું હતું, ગીત ગાયું અને અભિનય કર્યો હતો. તેઓ એટલા ઉત્સાહમાં હતા કે તેમને ખબર નહોતી પડતી કે જીવન કેવી રીતે બદલાઈ જશે.

કેદીને થોડો પણ પ્રેમ મળે તો તે રડવા લાગે છે. તેઓ પોતાની વાત રજૂ કરવા માગે છે. ગુના અને દંડની વચ્ચે તે અભિવ્યક્તિના સાધનને શોધી રહ્યા હોય છે. તમામ કેદી નિર્દોષ છે, એવું કેવી રીતે કોઈ કહી શકે, પરંતુ તે તમામમાં એવા પણ કેટલાક છે, જેમને ગુનો કર્યા વગર જ સજા મળી છે.

આંખો ન્યાયની રાહમાં
દીકરી વિચારે છે, 'માતા તો જેલમાં લાંબી ડ્યૂટી પર છે. તેમને ઘરે આવવાની રજા મળતી નથી. તે નાની સાથે જેલમાં માતાને મળવા જાય છે. મા-દીકરી વચ્ચે કાચની એક દીવાલ છે. તે માતાને, માતા તેને સાંભળી શકે છે. બંને એકબીજાને ગળે મળી શકતા નથી. ચહેરો આંસુઓથી ભીંજાયેલો છે અને થંભી ગયેલો સમય છે. બાળકોને ખબર નથી પડતી પરંતુ મોટા લોકો વિચારે છે કે નિર્દોષ છીએ તો જેલમાં કેમ? તે એ સમજી નથી શકતા કે આપણાં દેશમાં ઘણીવાર કેદીઓને ન્યાયની એટલી રાહ જોવી પડે છે કે તેનું પરિણામ સજા કરતાં પણ વધારે ખરાબ હોય છે. સાચે જ ઘણાં સંબંધો તૂટી જાય છે.'

મોતનું કેમ વિચારીએ, રંગોની વાત કરીએ
એક મહિલાને મોતની સજા આપવામાં આવી હતી. તેણે છૂટવા માટે અપીલ કરી હતી. એકવાર તેણે 'તિનકા તિનકા'ને સવાલ કર્યો, 'બની શકે કે મને ફાંસીની સજામાંથી છુટકારો મળે, પરંતુ આ રાહ જોવી બહુ જ સમય માગી લે તેમ છે. આખરે હું શું કરું?'

વર્તિકાએ જવાબ આપ્યો, 'તમને મળવા આવેલા અમે તમામ કોઈ ને કોઈ વસ્તુની રાહ તો જોતા હોઈએ છીએ, તો શું કામ બંધ કરીને બેસી જઈએ? ના... કાલે તમે આઝાદ થઈ જશો તો રાહ જોવામાં પસાર કરેલા દિવસોને કેવી રીતે યાદ કરશો?'

વર્તિકાને 15 દિવસ બાદ જેલ તંત્રે માહિતી આપી કે તે મહિલા કેદી જેલની દીવાલને રંગોથી રંગી રહી છે, કારણ કે તે નથી ઈચ્છતી તેમાં ફિકાશ રહે. અન્ય એક જેલમાં કોઈએ દીવાલ રંગીને બ્રશ ટેબલ પર મૂક્યો જ હતો કે સમાચાર આવ્યા કે તેને જામીન મળી ગયા છે.

જેલને દત્તક લીધી
વર્તિકાએ કહ્યું હતું કે કેટલાંક કેદી જેલની અંદર એવું કામ કરે છે, જે એકદમ અલગ અને શીખવા લાયક હોય છે. ગુજરાતની જેલમાં એક મહિલા બાળકોને ભણાવે છે. લખનઉમાં મહિલા કેદી ખેતી કરે છે. વર્તિકાએ આગ્રા જેલને દત્તક લીધી છે. દેશની સૌથી જૂની જેલમાંથી એક, આગ્રામાં એક ટેબલ, માઈક તથા કેટલાંક કાગળ તથા થોડાંક લોકો સાથે જેલ રેડિયોની શરૂઆત કરી હતી.

ત્યાં અનેક સંબંધો બન્યા, એક કેદીને ધર્મની બહેન મળી. તેને તેના પરિવારને તરછોડી હતી તો અહીંયા તેને નવો પરિવાર મળ્યો.

આ કિસ્સામાં એક રસપ્રદ વાત છેઃ રેડિયો શરૂ થયાની વાત ન્યૂઝ પેપરમાં આવી. સંયોગથી તે જ દિવસ છોકરીને તેનો પરિવાર મળવા આવ્યો હતો. પિતાએ દીકરી તરફ જોયું તો તેમની આંખમાં આંસુ આવી ગયા. પિતાએ કહ્યું, 'બેટા, આજે પહેલી જ વાર સારી વાતને કારણે તારું નામ ન્યૂઝપેપરમાં આવ્યું છે.'

વર્તિકાએ 2013માં તિહાડમાં 'જેલ સુધારો' અભિયાન ચલાવ્યું હતું. જૂન, 2017થી મધ્યપ્રદેશની અનેક જેલને નજીકથી જોઈ હતી. તેણે જોયું કે કોર્ટમાં જજમેન્ટ તો આપવામાં આવે છે, પરંતુ જેલમાં કોઈ કોઈને જજ કરતું નથી. તેઓ ધર્મ તથા નૈતિકતાની નિરાધાર વાતો કરતા નથી. અહીંયા કટાક્ષને સ્થાન નથી. દુઃખ વિના દુઃખની વાત થાય છે.

અને અંતે યાદ આવ્યું વધું એક નામ
પ્રદીપ યાદવે વર્તિકાને જેલમાં એટલો પ્રેમ આપ્યો કે હવે બંને પતિ પત્ની છે. તેમની કવિતા 'ચાર દીવારી' તિહાડ જેલની એક કિમી લાંબી દીવાલ પર લખવામાં આવી છે.

પ્રયાસ તથા ઈનામ

 • જેલ સુધારક, તિનકા તિનકા ફાઉન્ડેશનની સંસ્થાપક. કામના જુનૂનથી લોકો એટલા પ્રભાવિત થયા કે દીકરીનું નામ વર્તિકા રાખ્યું.
 • તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા. મહિલા સશક્તિકરણની દિશામાં દેશનું સૌથી મોટું નાગરિક સન્માન.
 • સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ બી લોકુર તથા દીપક ગુપ્તાની બેન્ચે જેલમાં મહિલાઓ તથા બાળકોની સ્થિતિ માટેની મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ કર્યા
 • દેશની ત્રણ જેલો માટે પરિચય ગીત લખ્યાં. આ ગીતો મહિલા કેદીઓએ જ ગાયા. જેલમાં લેખન, રેડિયોન શરૂઆત તથા મૌલિક નિબંધ.
 • જેલ પર કેન્દ્રિત પુસ્તકો- 'તિનકા તિનકા મધ્ય પ્રદેશ', 'તિનકા તિનકા ડાસના' તથા 'તિનકા તિનકા તિહાડ.' આ ઉપરાંત 'રાનિયાં સબ જાનતી હૈ' તથા 'થી હૂં ઔર રહૂંગી.'
 • અનેક ટીવી ચેનલમાં વરિષ્ઠ પદ પર કાર્ય. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ માસ કમ્યૂનિકેશનનાં પૂર્વ એસોસિયેટ પ્રોફેસર.
 • ભારત સરકાર તરફથી 2007માં 'ભારતેન્દુ હરિશ્ચંદ્ર' સન્માન આપવામાં આવ્યું હતું.
 • 'બળાત્કાર કી પ્રિન્ટ મીડિયા મેં રિપોર્ટિંગ' પર શોધ નિબંધ તથા લાડલી અવોર્ડથી સન્માનિત.