તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશોભિત:મોતીઓનો થાળ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા જ્યારે શહેર અને તેનો ઝગમગાટ વધારે નહોતો ત્યારે રાતે તારા ચોખ્ખા દેખાતા હતા
  • તારા ગણવાનો સમય પણ બધા પાસે ઓછો નહોતો.
  • હવે મોતીઓના આ થાળ સાથે પહેલાં જેવો સંબંધ નથી રહ્યો તેમ છતાં આજે પણ અંધારી રાતે ધાબા પર જઈએ અને આકાશને નિહાળીએ તો ઘણી આપણા મનમાં છુપાયેલી વાતો બહાર
  • આવી શકે છે.

ત્રણ માળના મકાનની છત પર ચાલતા-ચાલતા જ જોયું, પશ્ચિમમાં સૂરજ ડૂબી ગયો છે. રોજ સાંજે કેટલાક અંતર સુધી ચાલવાની આદત. ના ચાલો તો શરીરની શિરાઓ થીજવા લાગે છે. રસ્તા પર ચાલવું સારું છે તો છત પર ચાલવું તેના કરતાં પણ સારું. ત્યાંથી આખું આકાશ દેખાય છે. સૂરજ ડૂબ્યો તો પશ્ચિમનું ક્ષિતિજ લાલ થઇ ગયું, જાણે શોક લાગ્યો હોય. પૂર્વમાં અંધારું ઘેરાઈ ગયું. પાણીમાં સહીની બૂંદ ફેલાય તેમ તે આકાશમાં ફેલાવા લાગ્યું. મેં જોયું તો આકાશમાં અંધકાર પૂર્વથી પશ્ચિમ તરફ તારી રહ્યો હતો.

ચંદ્ર ઉગ્યો, પરંતુ એકલો નહિ. ચંદ્રની પાસે એક તારો હતો. ચંદ્ર પછી સૌથી વધારે ચમકતો. શુક્ર તારો: જે હકીકતમાં તારો નથી. પહેલા પણ જોયો હતો પણ આમ નિરાંતે નહિ. આ સમયે સૌથી મોટી ખુશીને પરવાનગી આપી દીધી કે સાંજનું આકાશ ધાબેથી નિહાળો.

કઈ પાથર્યા વગર જમીન પર જ સુઈ ગયો, પીઠમાં કોન્ક્રીટના કાંકરા વાગવા લાગ્યા! જ્યારે પૂર્વથી ચાલતું આવતું અંધારું પશ્ચિમ સુધી આવી ગયું તો એક-એક તારો દેખાવા લાગ્યો. મોતીઓથી ભરેલો થાળ તૈયાર થઇ ગયો. આકાશ ચોખ્ખું હોય અને અંધકાર હોય ત્યારે વ્યક્તિ તેની આંખોથી હજારો તારા જોઈ શકે છે અને દરેકના નામ પણ છે. હું આટલામાંથી કેટલા તારાના નામ જાણતો હતો? કોઈ પણ નહિ. ધરતી હવામાં લપટાયેલી હતી, જે સૂરજની રોશનીમાં સુંદર દેખાતી. હું જ્યારે ખુલ્લામાં ખામોશ સુતો હતો ત્યારે અંધારું હતું. હું ચંદ્રને ઓળખતો હતો. શુક્ર તારાને ઓળખતો હતો જે રોજ રાતે ચંદ્રથી દૂર જતો દેખાતો હતો. ચંદ્રની જોડે કાલપુરુષ તારામંડળની આકૃતિ જોઈને હું મનોમન હસ્યો. હું કાલપુરુષને ઓળખતો હતો. અંગ્રેજીમાં તેને અરિયન કહે છે. આ દરેક તારાન જોડીએ તો તેનો આકાર અહેરી જેવો દેખાય છે. તેમાં ત્રણ બટન છે. જેને અરિયન દેખાઈ જાય તેને તોરસ, કેનિસ મેઝર વગેરે તારાને શોધવા સરળ છે, પણ મારી એવી આંખો ક્યાં?

તે ફાગણ મહિનો હતો, આથી વિચાર્યું કે સપ્તર્ષિ તારામંડળ નજીક જ હશે. સપ્તર્ષિ રોજ દેખાતું નથી. પરંતુ ફાગણ પછી ઉત્તર ગોળાર્ધમાં તે સરળતાથી શોધી શકાય છે. ઘણું શોધ્યા પછી ચંદ્રથી દૂર કઈક દેખાયું. તે સાત ઋષીઓનું સંયોજન હતું. સાત તારા. અંગ્રેજીમાં તેને ધ બિગ ડીપર કહેવાય છે. એ તો ખબર હતી કે બે સપ્તર્ષિ હોય છે. બૃહદ અને લઘુ. ત્યારે ભૂતકાળમાં વાંચેલી વાત યાદ આવી જે, બૃહદનો એક છેડો લઘુ તરફ અને બીજો છેડો જ્યાં મળે છે ત્યાં ધ્રુવ તારો હોય છે. લઘુ સપ્તર્ષિમો છેલ્લો તારો. જ્યાં ધ્રુવ તારો છે ત્યાં ઉત્તર દિશા છે. આથી તે નોર્થ સ્ટાર કહેવાયો-પોલરિસ!

આ બધું વિચાર્યા પછી ઘણા સમય સુધી શોધતો રહ્યો પણ ધ્રુવ તારો ના મળ્યો. આકાશમાં વાદળો હતા. તેના લીધે મંડળ દેખાતા નહોતા. પરંતુ ચંદ્ર અને શુક્ર તારા પછી વધુ બે તારામંડળ માર્ચ મહિનાના તે આકાશમાં શોધીને મને વધારે ગર્વ થયું.

કેટલા તારામંડળ છે? કોઈ ગણતરી નથી. એલેક્ઝાન્દ્રીયાના દરિયાકિનારે સૂતા-સૂતા ટોલેમીએ 48 તારામંડળ શોધ્યા હતા અને તેના નામ પોતાની બુકમાં લખ્યા. એ પછી તેની ગણતરી વધતી ગઈ. ધાબા પર સૂતો હું વિચારી રહ્યો છું કે, હું 1900 વર્ષ પહેલાં મરી ગયેલા ટોલેમી કરતાં કેટલો પાછળ છું. સભ્યતા એક યાત્રા છે, જેમાં એક પેઢી પોતાનું જ્ઞાન-પરંપરા બીજી પેઢીને સોંપે છે. બીજી પેઢી તેનો ઉપયોગ કરે છે અથવા તો તેને બંધ બુકમાં રાખે છે. તો હું કઈ સભ્યતાનો વંશ છું? હું આકાશમાં માત્ર બે જ તારામંડળ ઓળખી શકતો હતો? વારસામાં જે મળે છે તેને એક સીમા પછી પોતાનું ના જ સમજવું જોઈએ, કદાચ.

ભૂતકાળમાં જ્યારે નાવિક સમુદ્ર યાત્રા પર જતા હતા, ત્યારે તેઓ તારા અને મંડળ જોઈને દિશા ઓળખતા હતા. ધ્રુવ તારો તેમને દિશા દેખાડતો હતો. તેનો પ્રકાશ આંખે ઊડીને વળગે એવો હતો. એક આદિ રોમાંચ થયો મારામાં, હું મૃત્યુઓ, દિશાસૂચકો, દુ: સાહસો. એકાંતવાસોનો વંશજ હતો. આ જ મારા પૂર્વજોનું તારાતમ્ય હતું. ફાગણના આકાશની નીચે હાડ-માંસનું એક પૂતળું-જેમાં જીવનની જ્યોતિ.

અને ત્યારે જ એક તૂટતો તારો દેખાયો. કોઈ સફેદ ફુગ્ગાની જેમ તે ઊડી રહ્યો હતો. ઘણા સમય સુધી આકાશમાં તરત રહ્યો, પછી ગાયબ થઇ ગયો. મારું મન તેની સાથે જોડાઈ ગયું. તેના અભાવથી મનમાં દુઃખ થયું. આત્મામાં દૂરની પ્રીતિ જાગી ગઈ. કોણ જાણે, જ્યારે એક સદી પછી કોઈ આવનારા દિવસોનો ઈતિહાસ લખશે તો તેમાં નોંધશે કે નહિ કે તૂટેલા નામ વગરના તારોથી ભરેલા આકાશનો એક સમય હતો, જે ઘણો ઘણો ધીમે-ધીમે પસાર થયો હતો. ભૂતકાળની જેમ!

અન્ય સમાચારો પણ છે...