તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FFSPLના ચેરમેન સહિત 7 સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંજુસર GIDCની મનપસંદ બેવરેઝિસ લિ.ના ચેરમેનને લોનની લાલચ આપી 500 કરોડની મિલકત લખાવી છેતરપિંડી કરી હતી
  • ફિનક્વિસ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રા.લિ.ના ચેરમેન સહિત સાત સામે ‌િવશ્વાસઘાતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ

સાવલી: સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેઝિસ લિમિટેડના ચેરમેનને રૂા.100 કરોડની લોન આપવાની લાલચ આપી કંપનીની 500 કરોડથી વધુની મિલકતો લખાવીને છેતરપિંડી કરવાના પ્રકરણમાં ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફિનક્વીસ્ટ ફાઇનાન્સીયલ સોલ્યુશન પ્રા.લી. નામની કંપનીના ચેરમેન સહિત સાત ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જિલ્લા એલ.સી.બી.એ તપાસ હાથ ધરી છે.

ભાદરવા પોલીસ મથકે કંપનીના ચેરમેન અને ફરિયાદી ધિરેન્દ્ર હંસરાજ સિંહે ફરિયાદમાં નોંધાવ્યું હતું કે  તા.23-05-2019ના રોજ મંજુસર પ્લાન્ટ પર સી.જી.એસ.ટી. વિભાગમાંથી સર્ચ કરવા માટે આવ્યા તે સમયે તેમના બે પુત્રો અભિષેકસિંહ અને હર્ષવર્ધનસિંહ અને બીજા કંપનીના કર્મચારી હાજર હતા. બંને પુત્ર અને કંપનીના સીએફઓ પરેશભાઇ ચીમનભાઇ ઠક્કરને લઇને વધારાની પુછપરછ માટે સુભાનપુરા સીજીએસટીની કચેરીએ લઇ ગયા હતા.

બીજા દિવસે તા.24-05-2019ના રોજ સીજીએસટી વિભાગે તેમના બંને પુત્રો અને સીએફઓને અટકમાં લઇને જેલમાં મોકલી આપ્યા હતાં. સીજીએસટી વિભાગ દ્વારા કંપનીને 40 કરોડનો વેરો ભરવાનો નીકળે છે તેેમ જાહેર કરાતા કંપનીના શેરને મોટો આંચકો લાગ્યો હતો અને કંપનીના અન્ય ડાયરેક્ટરોએ રાજીનામા આપી દીધા હતાં. જીએસટી વિભાગે 50થી વધુ કંપનીના સપ્લાયરો અને કર્મચારીને સમન્સો મોકલ્યા હતા. કંપનીના માર્કેટ કેપમાં 1000 કરોડથી વધુ નુકસાન થયું હતું.

જીએસટી વિભાગે કોર્ટમાં સોગંદનામું કરીને કંપનીનો વેરો 17.77 કરોડ બાકી હોવાનું જાહેર કર્યું હતું. તેમના મિત્ર વિશાલ સુદે ફિન્કવિસ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રા.લિ. માણસ અજય અગ્રવાલ સાથે મુલાકાત કરાવી હતી. અજય અગ્રવાલ પાસે કંપનીની હાલતની તમામ વિગતો હતી. તેથી તેણે આશ્વાસન આપીને બાંહેધરી આપેલી કે અમે તમારી કંપનીને રૂા.100 કરોડની લોન આપીશું અને તે પહેલા તમારા બંને પુત્રોને જેલમાંથી બહાર કાઢવા માટે 17.77 કરોડ આપીને તેમણે જામીન પર મુક્ત કરાવીશું. કોર્ટમાં બંને પુત્રોની તારીખ હોવાથી જજે જણાવેલ કે 17.77 કરોડ ભરી દો, જેથી સગા સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના લઇને આ રૂપિયા કોર્ટમાં ભરી દીધા હતાં.

ફિન્કવિસ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનો ભૂતકાળ સારો નથી
ધિરેન્દ્ર હંસરાજ સિંહે ફરિયાદમાં નોંધાવ્યું હતું કે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા ગુગલ પર સર્ચ કરતા ફિન્કવિસ્ટ ફાઇનાન્સિયવ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનો ભુતકાળ સારો નહીં હોવાનું અને વડોદરાની જ્યોતિ લિમિટેડ કંપની સાથે પણ આ પ્રકારનો જ વિશ્વાસઘાત કર્યો હતો. અજય અગ્રવાલનો પણ ભુતકાળ જોતા વડોદરા ખાતે આવેલ રૂબામીન કંપનીમાં છેતરપિંડીમાં કરી હતી તેમજ સેબીના પણ ઘણા કેસો ભરત પટેલ પર ચાલતા હોવાની તેમજ રેમન્ડ કંપની સાથે પણ ભરત પટેલ તથા તેમની કંપનીએ નાણાં પડાવવા માટે છેતરપિંડી કરી હોવાની જાણ થયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

કંપની ભારે આર્થિક ભીંસમાં આવી ગઇ હતી
તેઓના એક મિત્ર જે કંપનીમાં ડાયરેક્ટર વિશાલ સુદ જે ઇન્વેસ્ટર પણ હતા. તેમને વ્યક્તિગત વ્યથા જણાવી હતી. અને વિશાલ સુદે ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું હતું. અને તેઓ મળવા આવેલા અને જણાવેલ કે હુ આનો કંઇક નિકાલ કરૂ છું તેમ કહીને દિલાસો આપ્યો હતો. ત્યારબાદ કંપનીની મંજુર થયેલી 240 કરોડની લોન બેંક દ્વારા રોકી દેવામાં આવતા કંપની ભારે આર્થિક ભીંસમાં આવી ગઇ હતી. અને દિવસે દિવસે હાલત બગડતી જતી હતી.

કંપનીના દેશમાં અલગ અલગ પ્લાન્ટો છે
કંપનીના ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ પ્લાન્ટો આવેલા છે. હરિયાણાના અંબાલામાં, ઉત્તરપ્રદેશના વારાણસી, ઉત્તરાખંડના દહેરાદુન તથા આંધ્રપ્રદેશ ખાતે પણ કંપનીના પ્લાન્ટો આવેલા છે. કંપની મનપસંદ બેવરેઝિસ લિ.ના નામથી વિવિધ ફ્રુટ જ્યુસ બનાવે છે.

7 લોકો સામે ફરિયાદ નોંધાઇ તેના નામ
ભરતભાઇ જયંતિભાઇ પટેલ રહે, દિવ્યદર્શન એન.એસ.રોડ નં.5 જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે વેસ્ટ, મુંબઇ, હાર્દિક ભરતભાઇ પટેલ, દિવ્યદર્શન, એન.એસ.રોડ, મુંબઇ
અજય અગ્રવાલ રહે.602 બોસ્ટન હાઉસ સીન્ડે મેક્સની બાજુમાં સુરેન રોડ, અંધેરી ઇસ્ટ મુંબઇ, જી.મુંબઇ સિટી, વિશાલ ઝરીવાલ રહે.42, સમર્પણ બંગલો પી.પી. પેટ્રોલપંપની સામે જીજસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ, પરાશીવા મૂર્તિ બી.એસ. ફીનક્વીસ્ટ ફાઇનાન્સીયલ સોલ્યુશન પ્રા.લી.ના ડાયરેક્ટર રહે. ફ્લેટ નં. ઇ-304, રોશન નિલય રોડ, પૂણે, મહારાષ્ટ્ર, જી.પૂણે પવન રાઠી રહે, એફ 404 શીખર એપા. ગોરવા વર્કેશોપ પાસે, વડોદરા શહેર વિશાલ સત્યેન્દ્ર સુદ રહે, બી.902 સેન્ટ્રલ પાર્ક-1, ગોલ્ફ કોર્સ રોડ, સેક્ટર-42, ગુડગાવ હરીયાણા