પાદરા / મારી પાસે ડીગ્રી નથી, લેબ બીજા ડોક્ટરના નામે ચલાવું છું : માલિક

Vadu's Swara Lab Administrator arrested for speeding at padra

  • વડુની સ્વરા લેબ સંચાલકની ધરપકડના ચક્રોગતિમાન
  • 3 દિવસ પહેલા આરોગ્ય અધિકારી સામે કબૂલાત કરી

Divyabhaskar.com

Nov 18, 2019, 08:10 AM IST

પાદરા: વડુના ચકચારી કેસ સ્વરા પેથોલોજી લેબના સંચાલક પાસે યોગ્ય ડિગ્રી ન હોવા છતાં પેથોલોજી લેબ ચલાવતા હતા. જેમાં આરોગ્ય વિભાગે છાપો મારી લેબને સીલ મારી હતી. જેમાં લેબના સંચાલકે ત્રણ દિવસ પહેલા કોઈ પુરાવા નથી તેમ આરોગ્ય અધિકારીને જણાવતા શનિવારે મોડી રાત્રે વડુ પોલીસમાં આરોગ્ય અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધી લેબના સંચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ બનતા વડુમાં અને આરોગ્ય સેવાના આલમમાં ખળભળાટ મચી ગયો છે.


ગત સપ્તાહે વડુ ગામમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમ સ્વરા પેથોલોજી લેબોરેટરીમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં સ્વરા લેબના માલિક અને કાનવા ગામના એક ડોક્ટર વચ્ચે વાતચીત સાંભળવા મળી હતી કે તમે અમોનર લેબોરેટરીમાં કેસ મોકલો તમારે જેવા રિપોર્ટ જોઈતા હશે તેવા અમો આપીશુ. અમે તમોને કમિશન આપી દઈશું. આ ઓડિયોના આધારે સ્વરા લેબમાં પાદરાના તાલુકા આરોગ્ય અધિકારી વિમલસિંહની ટીમ વડું પહોંચી સ્વરા લેબમાં તપાસ કરતા તેના માલિક હાજર ન હતા. એક કર્મચારી જે સેમ્પલ લેવા બેઠા હતા. જેમાં લેબ અંગે લાઇસન્સ માંગતા મળી આવ્યું ન હતું. તેના માલિક જૈમિન શાહનો ફોન ઉપર સંપર્ક થઈ શકતો ન હતો.


આરોગ્ય અધિકારીઓએ પોલીસને બોલાવી યોગ્ય ડિગ્રીના અભાવે લેબને સીલ મારી હતી અને વડુ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. જેમાં ત્રણ દિવસ પહેલા સ્વરા લેબના સંચાલક જૈમિન મહેશ શાહ રહે.એચ 33,રયજીપાર્ક સોસાયટી ગુરુકૃપા ચાર રસ્તા વડોદરા જાતે આરોગ્ય અધિકારી પાસે આવીને જણાવ્યું કે મારી પાસે કોઈ ડિગ્રી નથી. લેબોરેટરી બીજા ડોક્ટરના નામે ચાલવું છું. જેથી આરોગ્ય વિભાગે સંપૂર્ણ અભ્યાસ અને તપાસ કરીને આખરે શનિવારે રાત્રે સ્વરા પેથોલોજીના સંચાલક અને માલિક જૈમિન શાહ વિરુદ્ધ વડુ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેમાં વડુ પોલીસે 1, 58/19 આઇપીસી કલમ 406, 419, 420, 336,જી મેડિકલ એક્ટ 1963, 30.33, ડો. વિમલસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી જૈમિન મહેશ શાહની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

X
Vadu's Swara Lab Administrator arrested for speeding at padra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી