પાદરા / સોસાયટી પાસે લારીઓ મૂકી દેતાં બે જૂથ સામસામે

two group between fight about store at padra

  • પાલિકાના નેતાઓ આવી જતા મામલો થાડે પાડ્યો હતો અને સોમવારે પાલિકા કોઈ વચગાળાનો માર્ગ કાઢી સમસ્યાનું સમાધાન કરાવશે
  • પાદરા સરદાર માર્કેટ ચાર રસ્તા પાસે કાસ સાફ કરતી વખતે લારીઓ મુકતા સ્થાનિકો-લારીઓવાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી

Divyabhaskar.com

Dec 23, 2019, 09:00 AM IST

પાદરા: પાદરા સરદાર માર્કેટ ચાર રસ્તા નજીક આવેલી સોસાયટીના રહીશો અને લારી ગલ્લાવાળા વચ્ચે ટ્રાફિક અને ગંદકીનાં મામલે અનેક વખત માથાકુક થઇ છે. જેમાં રવિવારે કાસ સાફ કરતી વખતે લારીઓ સોસાયટી આગળ મૂકતાં ભારે બોલાચાલીનું સ્વરૂપ ઉગ્ર સ્વરૂપ લીધું હતું.જેમાં પાલિકાના નેતાઓ આવી જતા મામલો શાંત પડ્યો હતો અને સોમવારે પાલિકા કોઈ વચગાળાનો માર્ગ કાઢી સમસ્યાનું સમાધાન કરશે.

પાદરા જંબુસર રોડ ઉપર સરદાર માર્કેટ ચાર રસ્તા ઉપર ચારે બાજુ લારી ગલ્લાઓની ભરમાર છે.જેમાં નજીક રહેણાક સોસાયટીઓ દ્વારકાધીશ, આંબાવાડી અંબિકા વગેરે સોસાયટીઓ આવેલી છે. આ રહીશોને આવવા જવાના રસ્તા ઉપર મુખ્ય હાઈવે રોડ છે. તેની આજુ બાજુ લારી ગલ્લાની લાઈનો પડે છે. તેના કારણે ખુબ જ ટ્રાફિક ની સમસ્યા ઊભી થાય છે. અકસ્માતો થાય છે. તેના કારણે અનેક વખત ઘર્ષણ થયા છે. ઉપરાંત સોસાયટીની આગળ વરસાદી ખુલો કાસ છે. જેમાં તમામ પ્રકારની ગંદકી ચારે બાજુ બારે માસ રહે છે. જે ગંદકી મચ્છરોનો ત્રાસ ફેલાવે છે. આમ આ સમસ્યા પાલિકા માટે પણ માથાનો દુખાવો બની છે. રવિવારે પાલિકાએ જેસીબી મૂકી ગંદકીની સફાઈ કાસમાં થતી હતી. ત્યારે લારીઓ સોસાયટી આગળ અડચણરૂપ મૂકતાં ફરી રહીશો અને લારી ગલ્લાવાળાઓ વચ્ચે ભારે ઘર્ષણ થવા પામ્યું હતું અને આમને સામને લોકો આવી ગયા હતા. જેમાં લારી ગલ્લા અસોોસિએેસનના હોદ્દેેદારો અને પાલિકાના જવાબદાર નેતાઓ સચિન ગાંધી, સંજય પટેલ, પરેશ ગાંધી વગેરે આવીને મામલો શાંત પાડયો હતો અને સોમવારે તમામ લાગતા વળગતા લોકોની આગળ ચર્ચા કરી માર્ગ કાઢવાનુ વિચાર્યું છે. તેમ માહિતી મળી રહી છે. ત્યારે પાલિકા અને પોલીસ ગંદકી અને ટ્રાફીક ની સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે આવે તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.

ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ થઇ ગયાં
અમે સ્થાનિક સોસાયટીના રહીશો ટ્રાફિક અને ગંદકીનો સમસ્યાથી થાકી ગયા છે પાલિકા અને પોલીસ સમસ્યાનો કાયમી અંત લાવી લોકોને શાંતિ આપે તેવી અમારી માંગણી છે.>હાર્દિક વૈદ,સ્થાનિક રહીશ

X
two group between fight about store at padra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી