રજૂઆત / પાદરાની સરકારી હોસ્પિટલમાં પ્રથમવખત ઓર્થોપેડિક સર્જન દ્વારા ઓપરેશન કરાયાં

The first-ever orthopedic surgeon underwent surgery at a pastor's government hospital

  • તમામ પ્રકારના ઓપરેશન કરાતા હોવાથી દર્દીઓને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે
  • પહેલીવાર ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક થતા દર્દીઓમાં આનંદની લાગણી

Divyabhaskar.com

Jan 06, 2020, 09:16 AM IST

પાદરા: પાદરા સરકારી હોસ્પિટલમાં 50 વર્ષના ઇતિહાસમાં પહેલાવાર ઓર્થોપેડિક સર્જન નિમણુક થવા પામી છે. તેના કારણે દવાખાનામાં સારવાર માટે આવતા ગરીબો માટે આશીર્વાદ સમાન બનતા તેઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. તમામ પ્રકારના હાડકાના ઓપરેશન શરૂ થતાં લોકોને ભારે રાહત થવા પામી છે. જેથી હવે દર્દીઓએ વડોદરા સુધી લાંબો ખાવો પડતો ધક્કો બંધ થઈ જશે. પાદરામાં સરકારી હોસ્પિટલમાં છેલા 50 વર્ષથી કોઈ ઓર્થોપેડિક સર્જન તબિબની નિમણૂક થઈ ન હતી. તેના કારણે સામાન્ય હાડકાની ઈજા માટે ખાનગી હોસ્પિટલ અથવા વડોદરા એસએસજીમાં જવું પડતું હતું. ખાનગીમાં સામાન્ય માણસથી કે ગરીબો દશ વખત વિચાર કરવો પડતો હતો કે આર્થિક રીતે ભાર પડતો હતો. આ અંગે લોક પ્રતિનિધિઓએ સરકારમાં અનેક રજૂઆતો કરી હતી. તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં. જેમાં હાલમાં ત્રણ મહિનાથી યુવા ઓર્થોપેડિક ડોક્ટર હાર્દિક બારોટની નિમણુક થઈ છે.

જે હોશિયાર અને નિષ્ણાત ઓર્થોપેડીક તબીબ છે. તેના કારણે દર અઠવાડિયે 200થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે તથા દર અઠવાડિયે 20થી વધુ નાના મોટા ઓપરેશન થઈ રહ્યા છે. જેમાં હાડકાના તૂટેલા પ્લેટ નાખેલી હોય તે કાઢવાનાં, જોઈન્ટના, ઢીંચણના, થાપાના, ઓપરેશન કરવાના શરૂ થયા છે.તેના કારણે ગરીબ તેમજ સામાન્ય લોકોને ભારે રાહત સાંપડી છે અને મફતમાં થતાં ઓપરેશનને કારણે લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. ત્યારે હવેની રિપ્લેસમેન્ટના ઓપરેશન શરૂ થશે. જે ગરીબો માટે આશીર્વાદ સમાન છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલમાં પાદરા સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિકને લગતા કેટલાક સાધનોની ઊણપ હતી. પરંતુ સેવા ભાવનાથી પ્રેરાયેલા તબીબ હાર્દિક બારોટ દ્વારા કેટલાક સાધનોની સહયોગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રસંશાને પાત્ર છે. આ વોર્ડ શરૂ થતાં હોસ્પિટલ સ્ટાફ ખભા મિલાવીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. જે ગરીબોની જરૂરિયાત લોકો માટે સેવાનો સંદેશો છે.ડોક્ટર હાર્દિક બારોટે જણાવ્યું હતું કે પાદરા સરકારી હોસ્પિટલમાં દરેક પ્રકારના ઓર્થોપેડિક હાડકાના ઓપરેશન થિયેટર શરૂ થયા છે.દર્દીઓની સેવામાં અમે પાછા નહી પડીએ.

X
The first-ever orthopedic surgeon underwent surgery at a pastor's government hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી