તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોકારીના ચોરવાડા વિસ્તારમાં હજુ સુધી પાકા રસ્તા બન્યા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ આવતું નથી
  • ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ પણ ના આવી શકે તેવા બદતર રસ્તા

પાદરા: પાદરાનું ચોકારી ગામ ખૂબ મોટુ ગામ છે. એટલું જ નહીં ગામના વિકાસની સાથે સાથે ગામના કેટલાક વિસ્તારો જાણે 25 વર્ષ જૂનું જીવન જીવી રહ્યા છે. જેમ કે ગામમાં દીવા તળે અંધારું હોઈ 1200ની વસ્તી ધરાવતો ચોકારી ગામનો ચોરવાળા વિસ્તાર જ્યાં રસ્તો હજુ સુધી બનવા પામ્યો નથી. ચોકારી ગામના ચોરવાડાના રસ્તા માટે અનેક રજૂઆતો કરી પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી. બાળકો શાળાએ જતાં ડરી રહ્યા છે. એક એક કિલોમીટર બે બે ફૂટ જેટલા પાણી અને કીચ્ચડ વચ્ચે રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. ગામમાંથી કોઈ સગર્ભા મહિલા કે કોઈ ઉંમર લાયક વ્યક્તિને તાત્કાલિક દવાખાને સારવાર લેવી હોઈ તો 108 પણ પહોંચી શકતી નથી. 

સબ સલામતીની તમામ સરકારની વાતોથી ગામની વાસ્તવિકતા કેટલી વેગડી છે. સરકાર ગામડાઓ માટે નવી નવી જાહેરાત કરે છે. ત્યારે આગામી દિવસોનું ભવિષ્ય આમ તો બાળકો જ કહેવાય સૌ ભણે સો આગળ વધે આ સ્લોગન પરંતુ આગળ કેવી રીતે વધે ?  સગર્ભા સ્ત્રીઓ માટે સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે. 108 તેમજ ખિલખિલાટ જેવી ઈમરજન્સી સુવિધા પણ મુકવામાં આવ્યા છે. પણ એ જનતાના ઉપયોગમાં ક્યારે આવશે. જ્યારે આ સેવાઓને માર્ગ પણ યોગ્ય જોવશેને ? ચોરવાળા વિસ્તારમાં 1200 જેટલા લોકોની વસ્તી છે. જે વિસ્તારમાં હજુ સુધી રોડ રસ્તાની સુવિધાથી રહીશો હજુ પણ વર્ષોથી વંચિત છે. ચોરવાળા વિસ્તારમાં ગામ લોકો બે બે ફૂટ જેટલા પાણી તેમજ કાદવ કીચ્ચડમાંથી રસ્તો પસાર કરે છે. ગામમાં અન્ય કોઈ માર્ગ ન હોવાથી આજ રસ્તે પસાર થવું પડી રહ્યું છે. જ્યારે તંત્રને અનેક રજુવાતો પણ કરવામાં આવી છે. ત્યારે હવે રહીશો તંત્ર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે ક્યારે અમારો રસ્તો બનાવશો.

ચોમાસા બાદ પણ આ રસ્તાની પરિસ્થિત આવીને આવી જ રહે છે
આ વિસ્તારનો આ મુખ્ય માર્ગ હોવાથી આવવા જવા માટે અનેક વર્ષોથી ભારે અગવડો અને અત્યંત ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ચોમાસાના સમયગાળા દરમિયાન તો વધુ મુશ્કેલીઓ પડી રહી છે. ચોમાસા બાદ પણ આ માર્ગની આજ પરિસ્થિતિ રહેતી હોય છે. - તેજલબેન, સ્થાનિક ચોકારી

કોઇ જાનવર કરડી જાય તેવા ભયથી બાળકો શાળામાં જતાં નથી
આ માર્ગ કાચો હોવાથી પસાર થતા ગ્રામજનો શાળાએ જનાર નાના મોટા વિદ્યાર્થીઓને આ માર્ગ પરથી પસાર થતા ડર લાગે છે કેમ કે જાડી ઝાખરા તેમજ બે બે ફૂટ ભરેલા પાણીમાં ઝેરી જાનવર કે સાપ કરડી જવાનો ભય રહેલો હોઈ છે. જેથી  બાળકો શાળાએ જવાનું ટાળી રહ્યા છે. - વિદ્યાબેન ચાવડા,સ્થાનિક,ચોકારી 

તાત્કાલિક રસ્તો પાકો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ
રસ્તાનો અભાવ વારંવાર કારણભૂત બને છે.કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા આ અત્યંત જોખમી કાચો રસ્તો તાત્કાલિક સમય મર્યાદામાં સંપૂર્ણ પાકો બનાવવામી માગ ગામ લોકો દ્વારા તંત્ર પાસે કરાઇ રહી છે.વર્ષો થી રસ્તાને લઇ પીડાતા આ ગામ લોકોની સમસ્યા તંત્ર ક્યારે નિરાકરણ લાવે છે. - ચાવડા માનસિંગભાઈ, સ્થાનિક,ચોકારી ગામ

અન્ય સમાચારો પણ છે...