વડોદરા / પોતાના ધર્મના ભાઈએ ખુશ્બુને ઘરે બોલાવી બળજબરી કરી હતી, તાબે નહીં થતાં હથોડી અને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધી

આરોપી જય વ્યાસ અને મૃતક ખુશ્બુ જાની
આરોપી જય વ્યાસ અને મૃતક ખુશ્બુ જાની

  • પ્રમુખ સ્વામીના નિવાસ સ્થાનના CCTVનું DVR ચોરતા જય વ્યાસ કેમેરામાં ઝડપાઈ ગયો, પોલીસને પહેલેથી જ શંકા હતી
  • હત્યા કર્યા બાદ લાશને ગાદલામાં બાંધી સ્કૂટર પર તળાવમાં ફેંકી આવ્યો, બીજા દિવસે લાશ બહાર આવી જતાં ઝાડના થડ સાથે બાંધી લાશને ફરીથી તળાવમાં ધકેલી, હત્યામાં વપરાયેલી હથોડી અને કુહાડી પણ તળાવમાં ફેંકી દીધી

Divyabhaskar.com

Dec 21, 2019, 09:35 AM IST

વડોદરા: પાદરાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિવર્સિટીની સ્ટુડન્ટ ખુશ્બુ જાનીની હત્યા તેના ધર્મના ભાઇ જય વ્યાસે કરી હોવાનો જિલ્લા એલસીબી પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે જય વ્યાસ અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના માતા-પિતાની ધરપકડ કરી હતી. જય વ્યાસે ખુશ્બુને ચોપડીના પુંઠા ચઢાવાના બહાને ઘરે બોલાવીને ખુશ્બુને બળજબરીપૂર્વક જકડી લીધી હતી અને વશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પણ ખુશ્બુએ વશ થવાનો ઇન્કાર કરતાં જયે ક્રુરતાપૂર્વક તેને હથોડી અને કુહાડીના ઘા ઝીંકયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોદડી જે સાડીમાંથી બનાવાઇ હતી તે સાડી આંગણવાડીમાં નોકરી કરતી બહેનો પહેરે તેવી હોવાનું લાગતાં તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. પ્લાસ્ટીકના ટાંટીયું તથા કાળો શર્ટ અને દરવાજાના હેન્ડલ વિશે પણ તપાસ કરાઇ હતી. ત્યારબાદ પોલીસે અફવા ફેલાવી હતી કે પોલીસ હત્યારાની નજીક છે. દરમિયાન 17 ડિસેમ્બરે ગામના સ્વામીનારાયણ મંદિરના સીસીટીવીના ડીવીઆર ચોરી થતાં પોલીસને જેના ઉપર શંકા હતી. તે શંકા પ્રબળ બની હતી. ત્યારબાદ પોલીસે જય વ્યાસ અને તેના માતા-પિતાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જય વ્યાસે ખુશ્બુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

લાશને પ્લાસ્ટિકના ટાંટીયામાં લપેટીને સ્કૂટી સાથે બાંધીને ગામના તળાવમાં ફેંકી દીધી હતી

ઇન્ચાર્જ પોલીસ વડા રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાણસદમાં રહેતા અને આઇટીઆઇમાં અભ્યાસ કરતા 18 વર્ષના જય હિતેષ વ્યાસે તેના સમાજની બનાવેલી ધર્મની બહેન ખુશ્બુ જાનીની માથામાં હથોડીના બે ફટકા તેમજ કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. અને તેની લાશ ઘરની ગોદડી અને પ્લાસ્ટિકના ટાંટીયામાં લપેટીને સ્કૂટી સાથે બાંધીને ગામના તળાવમાં ફેંકી દીધી હતી. હત્યા બાદ જયના પિતા હિતેષભાઇ વ્યાસ અને માતા રક્ષાબહેને પુત્રને બચાવવા ઘરમાંથી લોહીના ડાઘા સાફ કર્યાં હતા. ઉપરાંત બાથરૂમનું તૂટી ગયેલું હેન્ડલ પણ બદલી નાંખ્યું હતું. આ ઉપરાંત હત્યાને લગતા તમામ પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસે જય વ્યાસ અને તેના માતા-પિતાની ધરપકડ કરી હતી. ખુશ્બુ જાની જય વ્યાસને ભાઇ માનતી હોઇ ક્ષાબંધનના દિવસે રાખડી પણ બાંધતી હતી. પરંતુ ખુશ્બુને એ ખબર ન હતી કે જયની દાનત ખરાબ છે.

ઝનૂની બનેલા જયથી બચવા ખુશ્બુ લોહી નીંગળતી હાલતમાં ઉપરના માળે દોડી
પોલીસે જણાવ્યું હતું કે બનાવના દિવસે બપોરે જય પોતાની દાદીને આંગણવાડીમાં મૂકી દીધા બાદ ખુશ્બુના ઘરે ગયો હતો અને ખુશ્બુને ચોપડીઓને પુઠ્ઠા ચઢાવવાના નામે ઘરે બોલાવી હતી, જેથી ખુશ્બુ જયના ઘરે પહોંચી હતી. ખુશ્બુ ઘરમાં જતા જયે દરવાજા બંધ કરી તેને બાંહોમાં જકડી લીધી હતી અને બળજબરીથી આલિંગન આપ્યું હતું. પરંતુ ખુશ્બુએ પ્રતિકાર કરી બુમરાણ મચાવતા જય ગભરાઇ ગયો હતો. તુરંત જ તેણે ઘરમાં પડેલી હથોડી ખુશ્બુના માથામાં મારી હતી. માથામાં હથોડી વાગતા જ ખુશ્બુ લોહીલુહાણ હાલતમાં ઘરના ત્રીજા માળે જઇને બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. જય પણ હથોડી લઇને તેની પાછળ દોડ્યો હતો. અને બાથરૂમના દરવાજાની ખેંચતાણમાં બાથરૂમના દરવાજાનું હેન્ડલ તૂટી જતાં દરવાજો ખુલી ગયો હતો. દરવાજો ખુલતાની સાથે ખુશ્બુ બહાર આવતા જયે હથોડીનો બીજો ફટકો મારી દીધો હતો. તે બાદ તેણે ગળામાં કુહાડી મારી કૃરતાપૂર્વક ખુશ્બુની હત્યા કરી હતી.

માતા-પિતાએ બાથરૂમનું નવું હેન્ડલ લાવીને ફિટ કરાવ્યુ
ખુશ્બુની હત્યા કર્યાં બાદ જયે ગોદડી અને પ્લાસ્ટિકની થેલી તેમજ કેબલ વાયરથી લાશને સ્કૂટી પર બાંધી તળાવમાં ફેંકી દીધી હતી. બીજા દિવસે જય તળાવમાં લાશ ઉપર દેખાતા બીજા લાકડું લાશ સાથે બાંધી પુનઃ તળાવમાં છોડી આવ્યો હતો.માતા-પિતાને પુત્રને બચાવવા ઘરમાં લોહીના ડાઘા સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. બાથરૂમનું નવું હેન્ડલ લાવી ફીટ કરાવ્યું હતું.

ખુશ્બુની હત્યા કર્યાં બાદ જય આઇ.ટી.આઇ. જતો હતો
ખુશ્બુની હત્યા કર્યાં બાદ જય વ્યાસ નિયમીત આઇ.ટી.આઇ. જતો હતો. અને રાબેતા મુજબ પોતે કંઇ કર્યું નથી. તે રીતે જ ગામમાં ફરતો હતો. જ્યારે તેના માતા-પિતા ખુશ્બુના ઘરે બેસવા પણ જતા હતા. પરંતુ વડોદરા જિલ્લા પોલીસ તંત્રની ટીમ દ્વારા ચાલી રહેલી ઝીણવટભરી તપાસે ખુશ્બુની હત્યાનો પર્દાફાશ કરી દીધો હતો.

જયની ગામમાં તોફાનીમાં ગણતરી થતી હતી
ચાણસદની કોલેજીયન યુવતીની હત્યા કરનાર જય વ્યાસ આઈટીઆઈ કર્યું છે.તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માતા આંગણવાડીમાં નોકરી કરે છે. જય વ્યાસ ભણતો હતો ત્યારથી મારામારી કરવામાં આગળ હતો. આઈટીઆઈ કર્યા પછી પણ બેવાર ઝઘડા થઈ ચૂક્યા હતા. જેને રાખડી બાંધી તેની પર ખરાબ દાનત બગાડી તેના પરથી તેનું ચરિત્ર સ્પષ્ટ થાય છે.

હું જ ગુનેગાર છું
ખુશ્બુ જાની મર્ડર કેસમાં ઇન્ચાર્જ પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં જય તેમજ તેના માતા-પિતાને બુરખા પહેરાવીને હાજર કરાવ્યા હતા.ત્યારે હત્યારો જય બોલી રહ્યો હતો કે, હું જ ગુનેગાર છું. મારા માતા-પિતાનો કોઇ હાથ નથી.પોલીસે ખુશ્બુની હત્યાના પુરાવાના નાશ કરવાના ગુનામાં જયના પિતા હિતેષ વ્યાસ અને માતા રક્ષાબેેન વ્યાસની ધરપકડ કરી હતી.

X
આરોપી જય વ્યાસ અને મૃતક ખુશ્બુ જાનીઆરોપી જય વ્યાસ અને મૃતક ખુશ્બુ જાની

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી