પાદરા / ખુશ્બુ જાની હત્યા કેસમાં ચાણસદ ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

Khushbu Jani murder case, the incident was reconstructed at Chansad village

  • પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સ્થળ પર લઇ જવાયાં

Divyabhaskar.com

Dec 25, 2019, 07:52 AM IST

પાદરા: ચાણસદ ગામે યુવતની હત્યાના પ્રકરણમાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચાણસદ ગામે કોલેજની યુવતીની હત્યાના હત્યારાઓને ચાણસદ લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતાં. સમગ્ર શહેર જિલ્લામાં ચકચાર મચાવનાર ખુશ્બુ જાની હત્યા કેસમાં ત્રણેવ આરોપીઓને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાણસદ લવાયા હતાં. જેમાં પીઆઈ કરમુર સહિત મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહ્યો હતો. હત્યાના દિવસે શું ઘટના બની હતી અને કેવી રીતે બની હતી તેની સંપૂર્ણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ક્યાંય શાંતિ ડહોળાયા વગર આરોપીઓને તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં આરોપીએ હત્યાના દિવસે શું થયું અને કેવી રીતે થયું ઉપરાંત મદદગારોએ શું મદદ કરી હતી અને હત્યાની ઘટનામાં વપરાયેલા સાધનો ક્યાંથી મેળવ્યાં તે બતાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન સમયે લોકટોળા એકત્ર થઈ ગયા હતા આરોપીઓને જોવા માટે અને ધિક્કાર વરસાવતા હતાં.

હત્યાની ઘટના કેવી રીતે બની તે આરોપીએ બતાવ્યું
જય વ્યાસે ખુશ્બૂને કેવી રીતે બેઠા હતા ક્યાં બેઠા હતા, તેની સાથે શું કર્યું તે જણાવ્યું હતું. હથોડી કપાળ ઉપર મારી અને ખુશ્બુ દોડીને બાથરૂમમાં ઘૂસી ગઇ હતી. બાથરૂમમાંથી બહાર કાઢી દાદર નીચે ઉતરતા ગળા ઉપર કટર ફેરવ્યું અને હથોડી માથા ઉપર મારી દીધી હતી. બાદમાં લાશને સ્કૂટર ઉપર બાંધી કયા રસ્તે લઇ ગયો અને તળાવમાં લાશને ફેકી ઘરે આવી સાફ સૂફી કરી તેની સંપૂર્ણ વિગત જેની તેને કબૂલાત કરી હતી અને તે ઉપરાંત લાકડું ક્યાંથી લાવ્યો, સાડી, ગોદડી ક્યાંથી લાવ્યો તેની માહિતી મેળવી અને તેનાં માતા-પિતાએ કેવી રીતે મદદ કરી વગેરે બતાવ્યું હતું.

X
Khushbu Jani murder case, the incident was reconstructed at Chansad village

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી