પાદરા / વડુ ગામેથી 660 કિલો અખાદ્ય ગોળ ઝડપાયો

From Vadu village, 660kg of ungodly circulation was launched

  • અનાજના વેપારીએ દુકાનના ગોડાઉનમાં સંતાડી રાખેલા ગોળના જથ્થાને એલસીબીના જવાનોએ દરોડો પાડી ઝડપી પાડ્યો
  • ગોળના બે સેમ્પલ લઇ ગોડાઉનને સીલ મારતા અન્ય વેપારીઓમાં ફફડાટ

Divyabhaskar.com

Nov 28, 2019, 07:56 AM IST

પાદરા: પાદરા તાલુકાના વડુ ગામના અનાજના વેપારીને ત્યાંથી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડીને 30 ડબ્બા અખાદ્ય ગોળ 660 કિલો કબ્જે કરવામાં આવ્યો છે. વેપારીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ બનતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાદરાના વડુ ગામે જિલ્લા એલસીબી પોલીસ રવિ નાથાલાલને બાતમી મળી હતી કે દશરથ રતનલાલ મહેશ્વરી રહે. પરમાર વગો વડુ ગામે આવેલી અનાજની દુકાનના ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો રાખ્યો છે અને તેનું વેચાણ કરે છે.


બામતીના આધારે એલસીબી પોલીસના જવાનોએ પંચોને સાથે રાખીને વડુ ગામે બારોટ માહોલામાં દશરથ મહેશ્વરીને સાથે રાખીને વેપારીના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાં આગળના ખંડમાં દાદર નીચે પ્રથમ દ્રષ્ટિએ પીળાશ પડતો દુર્ગંધ મારતો અખાદ્ય ગોળ ભરેલા પતરાવાળા ખુલ્લા 30 ડબ્બા મળી આવ્યા હતા. દરેક ડબ્બામાં 22 કિલો ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જે મળીને 660 કિલો ગોળ જેની કિંમત 19800 રૂપિયા થાય છે. જેમાં એફએસએલ તથા રિઝર્વ સેમ્પલો અલગ અલગ બે બરણીમાં પેક કરીને પંચનામાની વિગતો સીલ કરવામાં આવી છે અને બાથરૂમમાં ગોળનો સામાન મુકવીને ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. દશરથ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવી છે.


પાદરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ ગોળનો જથ્થો ઝડપાયો હતો
પાદરા તાલુકા મા અને ગામડાઓના વેપારના મથકો જેવાકે વડુ મોભા વગેરે તથા પાદરા નગર નાં ૪ થી વધુ વેપારીઓ અખાદ્ય ગોળ વેચતા પોલીસ નાં હસ્તે ઝડપાયા છે જેમાં મોભા ખાતે જિલ્લા ડી વાય એસ પી નાં હસ્તે અખાદ્ય ગોળ પકડ્યો હતો આમ પાદરા શહેર અને તાલુકાના ગામોમાં બિન્દાસ્ત અખાદ્ય ગોળ વેચાય છે જેમાં પોલીસ દ્વારા કાર્ય વાહી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

X
From Vadu village, 660kg of ungodly circulation was launched
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી