પાદરા / સોલાર સિસ્ટમ નાખ્યાં બાદ પણ ફાયદો નહીં થતા ખેડૂતો અકળાયાં

Farmers were disappointed after the solar system was put in place

  • વીજ અને સોલાર કંપનીએ ભેગા થઈ  ખેડૂતો સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ
  • ડભાસાના ખેડૂતોનો વીજ કંપનીમાં હોબાળો, ડે. એન્જિનીયરને ઉગ્ર રજૂઆત

Divyabhaskar.com

Dec 17, 2019, 08:16 AM IST

પાદરા: પાદરા તાલુકાના ડભાસા ગામના ખેડૂતોને વીજ કંપની અને સોલાર કંપની દ્વારા વીજ બચતના અને ફાયદાના મોટા સપના બતાવ્યા હતા. પરંતુ 7 મહિના પછી બિલ મળ્યું ત્યારે ખબર પડી કે આ સોલરથી કોઈ ફાયદો નહીં થયો અને ઉપરાંત બિલ ભરવાનું થતા પોતે છેતરાયાનું અનુભવ્યું હતું. બધા ખેડૂતોએ ભેગા મળી પાદરા એમજીવીસીએલ-2 શાખાની ઓફિસે જઈને મોરચો માંડ્યો અને ઉગ્ર રજૂઆત કરીને સોલાર છોડી જવા જણાવ્યું હતું.

ગુજરાત સરકાર અને ભારત સરકાર સોલારઉપયોગ માટે અનેક પ્રયાસ કરી રહેલ હે જેમાં ગૃહ ઉપયોગ ની સાથે સાથે ખેતી માટે પણ પાઇલોટ પ્રોજેક્ટ બનાવીને ગામડાઓમાં સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદન કરીને ખેડૂતોને ફાયદો થાય સાથે અન્ય રસ્તેથી ઉત્પાદન થતી વીજળી મોંઘી પડે છે જેથી પર્યાવરણ ની રક્ષા માટે સરકારે સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં પાદરા તાલુકાના ડભાસા ગામે પાદરા ગ્રામ્ય એમજીવીસીએલ-2 દ્વારા અને સ્કાય સોલાર કંપની દ્વારા અનેક મિટિંગો બાદ 40 ખેડૂતો સોલાર પેનલ માટે ફોર્મ ભારોને સોલારના ગ્રાહકો બન્યા હતા જેમાં ટેવોને સમજાવયું હતું કે આ સ્કીમ નો લાભ લો તમને ફાયદો થશે તમારા સોલારથી જે વીજળીના યુનિટ ઉત્પન્ન થશે તેના 7 રૂપિયા લેખે ગણી તમારા ઉચ્ચક રકમ જે હોર્ષ પાવર ઉપર છે તથા યુનિટ ઉપર બિલ આવે છે. તે કાપીને તમારા ખાતામાં અડધી રકમ લોન પેટે અને બાકીની રકમ વધેતે તમારા ખાતામાં જમા થશે.

આવી રીતે ખેડૂતો ને સમજાવ્યા હતા પરંતુ પહેલું બિલ 7 મહિના પછી મળતા ખબર પડી કે ખેડૂતોએ જે યુનિટ જનરેટ કર્યા અને ટયુબવેલ દ્વારા યુનિટ વાપર્યા તે સરખા થયા હતા. તેમાં ખેડૂતોને કોઈ લાભ ના થયો અને બિલ ભરવાનું થયું છે. જેથી ડભાસા ગામના ખડૂતોએ ભેગા થઈને પાદરા ગ્રામ્ય એમજીવીસીએલ તાજપુર રોડ પાદરા ઓફિસ સામે મોરચો મંડ્યો હતો અને ડેપ્યુટી એન્જીનીયર પીવી પટેલને મળી ઉગ્ર રજૂઆત કરીને સોલાર ખેતરોમાંથી કાઢી જવાની માંગણી પણ કરી હતી અને સોલાર રાખવું હોય તો તમામ યુનિટના 7 રૂપિયા લેખે લોન એકાઉન્ટમાં જમા કરવા, હાલના બિલમાં સુધારો કરીને જૂની સિસ્ટમ પ્રમાણે હોર્ષ પાવર ઉપર યુનિટ ગણાવા અને અમારે આ સ્કીમ જોઈતી નથી.તેવું સ્પષ્ટ શભ્દોમાં કહી દીધી હતું.

જૂના ભાવ હોર્સ પાવર પ્રમાણે ભાવ ગણો
વીજ કંપનીએ અમારી સાથે મોટી વાતો કરીને છેતરપિંડી કરી છે તેવો આક્ષેપ કર્યો છે. અમારે સોલાર જોઈતું નથી. સોલારથી કોઈ બચત થતી નથી. અમોને જૂના ભાવ પ્રમાણે હોર્ષ પાવર ભાવ ગણો અને સોલાર કાઢી જાવ. વીજ કંપની ખેડૂતોમાં ભાગલા પાડવાનું કામ કરે છે. - તેજસ પટેલ, ખેડૂત, આગેવાન

પોલિસી મેટર છે જેથી ઉપલા અધિકારીઓ નિર્ણય કરશે
અમોને ખેડૂતોએ આવેદન આપ્યું છે. આ પોલિસી મેટર છે. જેથી ઉપલા અધિકારીઓ નિર્ણય કરશે. અમે જામ્બુઆ મોકલી આપીશું. - પીવી પટેલ, ડે.એન્જિનિયર,એમજીવીસીએલ-2

X
Farmers were disappointed after the solar system was put in place
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી