પાદરા / નિયમિત આવતી બસ બંધ કરાતાં વિદ્યાર્થીઓ-ગ્રામજનો વિફર્યા, ભારે સૂત્રોચ્ચાર સાથે 5 બસ રોકી હતી

bus stop movement by  student at padra

  • વિદ્યાર્થીઓ-નોકરિયાતો માટે આશીર્વાદરૂપ કરખડીની નાઇટ હોલ્ટની બસ બંધ કરતાં આંદોલનના મંડાણ

Divyabhaskar.com

Jan 21, 2020, 08:13 AM IST

પાદરા: પાદરા તાલુકાના કરખડી ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એસટી બસને થોભાવી દઈને આંદોલન શરૂ કર્યું હતું. નાઈટ હોલ્ડની બસ જે સવારે વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ હતી. તે બંધ કરી હોવાના વિદ્યાર્થીઓ આક્ષેપો સાથે આંદોલનના મંડાણ કર્યા હતા. પાદરા તાલુકાના કરખડી ગામના વિદ્યાર્થીઓએ ગામના મુખ્ય રસ્તા પર બસો રોકીને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં કરખડી ગામની નાઈટ હોલ્ડની બસ જે સવારે નિયમિત રીતે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે સવલત વાળી હતી.

એસટી વિભાગ દ્વારા બંધ કરી હોવાથી કરખડી ગામના વિદ્યાર્થીઓ અને યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા સવારે આવતી અને રૂટ પર જતી બસોને થોભાવી દઈને આંદોલન શરૂ કર્યુ હતું. ભારે સુત્રોચ્ચાર સાથે અપડાઉન કરતી 5 બસો થોભાવી દીધી હતી. જે રૂટ બંધ કરવામાં આવ્યો હતો. તેને પુનઃ શરૂ કરવા માટે છેલ્લાં ઘણા સમયથી લેખિતમાં માગણી કરવામાં આવી હોવા છતાં પણ એસટી વિભાગે કોઈ નિવારણ નહીં આવતા આખરે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિફર્યા હતા અને બસોને અટકાવીને આંદોલન શરૂ કર્યું હતું. જે બનાવની જાણ થતાં વડુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પાદરા એસટી ડેપોના ATI કરખડી ખાતે દોડી આવ્યા
બસો અનિયમિત ના કારણે પાદરા તાલુકા ના અનેક ગામના વિદ્યાર્થીઓ ને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આખરે ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજા આંદોલન કરે છે.ત્યારે જ ન્યાય મળે છે. આંદોલનની જાણ થતા પાદરા એસટી ડેપોના ATI કરખડી ખાતે દોડી આવ્યા હતા અને આંદોલનકર્તાઓને સમજવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. સમસ્યાના નિવારણ માટે લેખિતમાં બાંહેધરી માંગ હતી. કલાક બાદ એસટી વિભાગે રૂટ પુનઃ શરૂ કરવાની લેખિત બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.

X
bus stop movement by  student at padra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી