પાદરા: રણુ ગામમાં લઘુમતી કોમના યુવાનો હિન્દુઓની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક ઉચ્ચરણો કરી, અપશબ્દ બોલી રાષ્ટ્ર વિરોધી શબ્દો બોલનાર તત્વો સામે રાષ્ટ્રદ્રોહની કલમ ઉમેરવાની સાથે પાદરાના વિવિધ હિન્દુ સંગઠનોએ રેલી સ્વરૂપે પાદરા પોલીસ મથકે અને મામલતદારમાં આવેદનપત્ર આપ્યું હતું.
પાદરાના રણુ ગામના 4 જેટલા લઘુમતી કોમના યુવાનોએ હિન્દુ વિરોધી શબ્દોનો ઉચ્ચરનો કરીને, હિન્દુઓની લાગણી દુભાય તેમજ રાષ્ટ્ર વિરોધી ઉચ્ચરણો કરી વીડિયો બનાવીને તેને સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા રણુના 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવથી હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતા અને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ બનાવની હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને પાદરાના અંબાજી મદિરેથી નીકળેલી રેલી પાદરાના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં ભાજપના તેમ RSSના કાર્યકરો સહિત ભારતીય કિસાન સંઘ સહિત અખંડ યુવા સંગઠન તેમજ પાદરા નગર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સદસ્યો રેલીમાં જોડાયાં હતા. રેલી પાદરા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં પાદરા પોલીસ ઇન્સપેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપી ઝડપાયેલા આરોપી આમે રાષ્ટ્ર દોહની કલમ ઉમેરવામાં આવે તેવી માંગ કરી હતી.
જ્યાં વીએચપીનાના આગેવાનોએ પણ રોષ સાથે આકોશ સાથે જણાવ્યું હતું. રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો સાથે રણુ ગામના આગેવાનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવા અસામાજિક તત્વો પોલીસ વિભાગ દ્વારા છોડવામાં ન આવે તેવી માંગ કરી હતી. જેમાં બુધવારના રોજ પાદરા પોલીસે પકડાયેલા આરોપીઓને પાદરા કોર્ટમાં રજૂ કર્યા હતા અને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.