પાદરાના વેપારી સાથે છેતરપિંડી / પેટ્રોલ પંપની એજન્સી આપવાનું કહી 9.80 લાખ પડાવ્યા

9 lakh cheating case at padra area

  • વેપારીએ મોબાઈલ અને એકાઉન્ટ નંબરના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

Divyabhaskar.com

Dec 09, 2019, 08:59 AM IST

પાદરા: પાદરાના વેપારીને તેમના મિત્રએ ફોન કરીને પેટ્રોલ પમ્પની એજન્સી આપવાની છે. વેબસાઈટ ઉપર જાહેરાત આવેલી છે. તેમાં ફોર્મ ભરો અને વેપારીએ આપેલ વેબ સાઈટ ઓપન કરીને ફોર્મ ભરતા મોબાઇલ ઉપર ફોન આવવાના શરૂ થયા અને વેપારીએ લોભ વશ બતાવેલા એકાઉન્ટ નંબર ઉપર વારાફરતી 9.80 લાખ રૂપિયા આરટીજીએસ કર્યા છેલ્લે મોબાઈલ બંધ કરી દેતા છેતરપિંડી થયાનું માલુમ પડતા પાદરા પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઓન લાઈન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે પાદરામાં પણ આવી જ મોટી છેતરપિંડીનો બનાવ બનતા બજારમાં સનસનાટી મચી જવા પામી છે. બનાવની હકીકત પ્રમાણે પાદરાના ચોકસી બજારમાં બહુ મોટી પેઢી હરીશ ભાઈ જ્યંતિલાલ ચોકસીના મોબાઈલ ઉપર 28 /11/19ના રોજ તેમના પરિચિત ધ્રુમિલ કુમાર અસ્વીનભાઈ શાહ રહે. સાવલી વાળનો ફોન 9998173322 નંબર ઉપરથી ફોન કરેલ કે તમે પેટ્રોલ પમ્પની એજન્સી લેવા માટેની વાત કરતા હતા તો તેની વેબસાઈટ પર હિન્દુસ્તાન પેટ્રોલિયમની જાહેરાત આવેલ છે તો તમારે ફોર્મ ભરવું હોય તો ભરી દો તેવી વાત કરી હતી. જેથી હરીશ ભાઈના દીકરા પાર્થ હરીશભાઈ જ્યંતિલાલ ચોક્સી મોબાઇલમાં વેબસાઈટ ખોલી તેમના નામનું આઈડી બનાવી વેબસાઈડ ઓપન કરતા એમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/11/19 હતી. જેથી તેમને ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. પાર્થના મોબાઈલ ઉપર 9580 548633 નંબર ઉપરથી ફોન આવેલ કે તમારું ફોર્મ મળી ગયેલ છે. તેની ફોર્મ ફી 15200 તમે ભરીદો તમને વોટ્સએપ ઉપર એકાઉન્ટ નંબર આપુ છું, તેમાં ફી જમા કરી દો. તેમાં મેસેજમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નામથી એક્સિસ બેંકનો ખાતા નંબર 9190 10081300242 આપ્યો હતો. જેમાં 15200 ભર્યા હતા.

ફરી 29/11/19 ના રોજ ફોન આવેલ જેમાં જણાવેલ કે તમો તમારા તમામ ડોકયુમેન્ટ પાનકાર્ડ, આધાર કાર્ડ, ત્રણ વર્ષનું રિટર્ન, જમીન અંગેના પુરાવાઓ જીએસટી વગેરે બતાવેલા બીજા ઈમેલ ઉપર મોકલો, જે મોકલ્યા હતા. ત્યારબાદ ફરી ત્રણ દિવસ બાદ બીજા નંબર ઉપરથી પાર્થના મોબાઈલ ઉપર ફોન આવેલ કે તમારા ડોકયુમેન્ટ મળી ગયેલ છે. તમને એજન્સી આપી દીધી છે. જેથી ડીઝલ ના લાયસન્સના 45000 અને પેટ્રોલ લાયસન્સના 45000 અલગથી આરટીજીએસ કરો. જેથી પાદરા દેના બેંકમાંથી હરીશભાઈ ચોકસીએ 2/12/19ના રોજ એક્સિસમાં 90000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.


ત્યારબાદ 4/12/19ના રોજ અલગ અલગ મોબાઇલર ઉપરથી ફોન આવેલા કે પેટ્રોલ ડીઝલના સ્ટોરેજ માટે ટેન્કોના 2,50,000ની ડિપોઝીટ કરવાની છે. જે હરીશ ભાઈ ચોકસીએ તેમના દેના બેંકમાંથી બેંક ઓફ ઇન્ડિયાના બતાવેલા ખાતામાં 2,50,000 ભર્યા હતાં. 5/12/19 ના રોજ અલગ અલગ નંબર ઉપરથી ફોન કરીને તમારે તમામ મશિનનરી પેટે 6,24,000 ની ડિપોઝીટ કરવાની છે. જે હરીશ ભાઈએ ભરી દીધી હતી. હરીશભાઈ અને પાર્થ ચોકશીએ જમા કરાવેલા રૂપિયા પરત નહીં મળતા પાદરા પોલીસમાં ઉપરોક્ત મોબાઈલ નંબર વાળા માણસો દ્વારા મારી સાથે પૂર્વયોજિત કાવતરું અને વિશ્વાસઘાત કરીને રૂપિયા 9,79,200નું અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્ઝેકશન કરાવીને મારી સાથે છેતરપિંડી કરી છે. તે મુજબની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં કરતા પાદરાના બજારમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

એકાઉન્ટ અન્ય કોઇનું હોવાનું જણાતા છેતરપિંડીની જાણ થઇ
નાણાં ભર્યા બાદ ફોન કરીને તે લોકોએ જણાવેલ કે બધું ઓકે છે અને 6/12/19ના રોજ અમે કંપનીના સાહેબો સાઈટ વિઝીટ ઉપર આવીશું. આ તારીખે કોઈના આવ્યું અને તમામ ફોન કરતા તમામ ફોન બંધ આવતા તાત્કાલિક પાદરા બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં જઈ તપાસ કરતા આ ખાતુ એચપીસીએલનું નથી અને કોઈ ખાનગી વ્યક્તિ ગુડિયા ગુલાબ સિંહ, ન્યૂ આઝાદ કોલોની ગણેશપૂર રહમાનપુર ચિનહટ લખનઉનું બતાવેલ હતું. જેથી પાર્થ અને હરીશ ભાઈ જયંતીલાલ ચોક્સીને ખ્યાલ આવી ગયો કે આપણી સાથે મોટું છેતરપિંડીનું કૌભાંડ થયેલ છે. જેમાં ફરી 7/12/19ના રોજ ફરીથી તેજ નંબર ઉપરથી ફોન અને મેસેજ આવ્યા હતાં. એલપીજી અને સીએનજીની એજન્સી મંજુર થયેલ છે. તેની ડિપોઝીટ 9,64,000 ભરીદો જેથી પાર્થે જણાવેલ કે મારી પાસે રૂપિયા નથી. હમણાં બે દિવસ પછી કરીશું કહી ફોન કટ કર્યો હતો.

X
9 lakh cheating case at padra area

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી