પાદરા / નિવૃત્ત જમાદારના ઘરમાંથી 21 કારતૂસ-1 ભાલો ઝડપાયો

21 cartridge-1 bears were fired from the house of a retired jamadar21 cartridges were recovered from the house of retired Jamadar at padra

  • દમણ પોલીસે વડુ પોલીસને સાથે રાખી આરોપીને આશરો આપનાર સહિત બેની ધરપકડ કરી : એક ફરાર
  • મંજૂરી વગર ઘરમાં રાખેલા જીવતા કારતૂસ અને ભાલો મળીને રૂપિયા 2.8 લાખનો મુદ્દામાલ જપ્ત  કરાયો

Divyabhaskar.com

Jan 23, 2020, 09:09 AM IST

પાદરા: દમણના આરોપીને પકડવા આવેલી પોલીસ વડુ આવી હતી. જેમાં વડુ પોલીસે મોબાઈલના ટ્રેસનાં આધારે મોભા ખાતે રહેતા નિવૃત્ત પોલીસ જમાદારને ત્યાં આશરો લેનાર આરોપીને ઝડપવા ઝાપો માર્યો હતો. જેમાં 21 નંગ જીવતા કારતૂસ એક ભાલો વગર પરમિશન રાખતા અને આરોપીને આશરો આપવાના ગુનામાં બેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 2 લાખ આઠ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપી જે ફરાર છે. તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડુ પોલીસ સ્ટેશનમાં દમણની પોલીસ મૂળ ભીમ પોર નાની દમણ હાલ રહે. મેત્રા રામબાણ એક ગુનામાં સંડોવાયેલા હતો. જેની મોબાઈલના ટ્રેસિંગના આધારે મોભા ખાતે લોકેશન બતાવતું હતું. જેમાં કોઈ પતો નહીં મળતા વડુ પોલીસની મદદ લીધી હતી. જે મોભા ખાતે રહેતા નિવૃત્ત પોલીસ જમાદાર ઇમામ બક્ષ ઉંમર બક્ષ બલોચના ઘરે ઝાંપો મારીને તપાસ કરતા ઇમામ બક્ષના ઘરમાંથી વગર પરમિશનના 32 એમએમ રિવોલ્વરના જીવતા કારતૂસ 11 નંગ મળી આવ્યા હતા. 8 એમએમના 10 કારતૂસ તથા એક ભાલો હથિયારનું લાયસન્સ હથિયારનાં લાયસન્સ મેળવવાની અરજીની નકલ મારુતિ સિફ્ટ ગાડી આરસી બુક, બે મોબાઈલ ફોન 5500 કુલ મળી મુદ્દામાલ રૂપિયા 2 લાખ 8 હજાર કબ્જે કર્યો હતો.

બે આરોપીઓ ઇમામ બક્ષ ઉંમર બક્ષ બલોચ હાલ રહે.તાંદલજા, સુરેશ ઉર્ફે સુખો જીગુ પટેલ નાની દમણની ધરપકડ કરી છે જ્યારે પ્રદ્યુમ્ન જશભાઈ પટેલની રહે મોભા ઘરે મળ્યો નથી જેની ધરપકડ નાં ચક્રો ગતિમાન કર્યાં છે આં આરોપીને નિવૃત્ત પોલીસ જમાદાર દ્વારા મોભા નાં ઘર ની આજુ બાજુ થી ડોક્યુમેન્ટ મેળવી મોબાઈલ નું સીમ કાર્ડ અપાવ્યું હ તેના ત્રેશિંગ મા આરોપી ઝડપાયો હતો જેને ઈમામ બક્ષે આશરો આપ્યો હતો.

X
21 cartridge-1 bears were fired from the house of a retired jamadar21 cartridges were recovered from the house of retired Jamadar at padra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી