પાદરા / દરાપુરાના રહીશ સાથે નેટ બેન્કિંગ દ્વારા 2.58 લાખની છેતરપિંડી 

2 lakh fraud by net banking with Darapura resident

  • બેંકની સાથે કામ કરતી ખાનગી સિકયુરિટી કંપનીના કર્મચારીએ કરેલ વિશ્વાસ ઘાત :  ખાતામાંથી તેની જાણ બહાર થયેલું ફ્રોડ
  • એસબીઆઈમાં કરાવેલી એફડી પાકતી મુદતે ઉપાડવા જતાં છેતરપિંડીની જાણ થતાં બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Oct 13, 2019, 08:42 AM IST

પાદરા: પાદરાની એસબીઆઈ બેન્કના ખાતા ધારકની એફડીના નાણાં બેન્કની સાથે કામ કરતી એસબીઆઈ કેપ સિકયુરિટી પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીએ ગ્રાહકના ખાતાની વિગત મેળવી નેટ બેન્કિંગ દ્વારા ગ્રાહકથી અજાણ બેંકમાં મુકેલ એફડીના રૂપિયા 2,58,000 રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પાદરા એસબીઆઈ બેંકના મેનેજરે પાદરા પોલીસ સ્ટેશનમાં આપતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાદરા એસબીઆઈ ચોકસી બજાર શાખાના મેનેજર સુનિલ સિંહાએ પાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસ ઘાતની ફરિયાદ આપતા પાદરામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની વિગત પ્રમાણે દરાપુરા ગામના ચંદુભાઈ પુંજાભાઈ માળીએ પાદરા એસબીઆઈ બેન્કમાં ખાતું છે. જેમાં તેમને 21/12/16ના રોજ 2,50,000ની એફડી 7.5 ટકાના વ્યાજ દરે કરેલી અને એફડીની પાકતી મુદત 20/12/17ની હતી જેથી ચંદુ ભાઈ એફડીના રૂપિયા લેવા 11/10/19ના રોજ લેવા ગયા હતા. જેથી તેમની એફડીનું કટુ બેન્કના કર્મચારીએ ચેક કરતા તેમાં 28726 રૂપિયા જ હતા જેથી સિસ્ટમ ચેક કરતા 22/12/18ના રોજ ચંદુ ભાઈના ખાતામાંથી તેઓએ 2,58,529 રૂપિયાની લોન ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા લીધેલી છે.

જેથી બેન્કના અધિકારીઓએ પૂછતાં ચંદુભાઈએ જણાવેલ કે હું અભણ છું મને નેટ બેન્કિંગ આવડતું નથી લખતા વાંચતા નથી આવડતું તો નેટ બેન્કિંગ ક્યાંથી આવડે, જેથી વધુ તાપસ કરતા બેંકે તેમને નેટ બેન્કિંગ કીટ નથી આપવામાં આવી તો કેવી રીતે થયુ જેથી રિજિયોનલ ઓફિસમાં તપાસ કરતા જેમાં ખબર પડેલ
કર ઇન્ટરનેટ બેન્કિંગ કિટ ગુમ થયેલ છે.

રેસકોર્સ રોડ બ્રાન્ચમાંથી અને તેના દ્વારા ચંદુભાઇના ખાતામાંથી લોગીન કરીને 22/12/18ના રોજ નેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરીને એફડીમાંથી પડેલા રૂપિયા 2,87,255ની સામે 90ટાકા રકમ 2,58,529ની લોન લઈ લોનના રૂપિયા ચંદુભાઇના ખાતામાં આવીગયેલા ત્યારબાદ કોઈ ઈસમે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા 22/12/18 1,10,000 તથા 23/12/18ના રોજ એક લાખ રૂપિયા તથા 25/12/18ના રોજ 48000 મળી કુલ 2,58,000 જીગ્નેશ ભાઈ રમણભાઈ માળી રહે,બી/55 વૃંદાવન સોસાયટી નારાયણ વાડી પાછળ અટલાદરા વડોદરાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતાં.

આ જીગ્નેશ માળી પીબીબી એસબીઆઈ બ્રાન્ચ રેસકોર્સ રોડ ખાતે આવેલ એસબીઆઈ કેપ સિકયુરિટી વિભાગમાં કોન્ટ્રાકટમાં કામ કરતો હતો અને તેને પીબીબી એસબીઆઈ રેસકોર્સમાં પણ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી ઓનલાઇન સુવિધા મેળવી બીજા ગ્રહકોના એફડીમાંથી નાણાં ઉપાડેલા આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનેમાં પણ જીગ્નેશ માળી વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે. પાદરામાં પણ આજ પ્રકારે ચંદુભાઇના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતા પાદરા એસબીઆઈના મેનેજરે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

X
2 lakh fraud by net banking with Darapura resident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી