પાદરા / જાસપુર SBI સાથે 1 લાખની ઠગાઇ

1 lakh fraud with Jaspur SBI

  • જીગ્નેશ માળીએ ગ્રાહકના ખાતામાંથી ખોટા પેપર રજૂ કરી 1 લાખની લોન લઇ નાણાં ઉપાડી લીધા
  • હિંગલોટના ખાતા ધારક બેન્કમાં એફડી રિન્યૂ કરાવવા માટે આવ્યા ત્યારે કૌભાંડનો ભાંડો ફૂટ્યો

Divyabhaskar.com

Oct 16, 2019, 09:04 AM IST

પાદરા: પાદરા તાલુકાના જાસપુર ગામની એસબીઆઈ બ્રાન્ચ બેન્કમાં હિંગલોટના રહીશની 90 હજારની એફડી હતી. એફડી રિન્યૂ કરવા આવતા તેની એફડી સામે એક લાખની લોન લીધી ખબર પડતા બેન્ક મેનેજરે ઊંડી તપાસ કરતા ગ્રાહકનું ખોટું ખાતું બનાવી ખોટી સહીઓ કરી ખોટા પેપર રજૂ કરી એફડીની સમર લોન લઈ બેંક સાથે છેતરપિંડી થયાનું માલૂમ થતાં પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ગ્રાહકોના નાણા હવે બેંકમાં સલામત નથી. જેથી જેથી ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

પાદરા પોલીસ મથકમાં એક સપ્તાહમાં બેંક સાથે છેતરપિંડીના બે દરાપુરના આધેડ સાથે પણ 2.58 લાખની છેતરપિંડી કરી દરાપુરા ગામના ચંદુભાઈ પુંજાભાઈ માળીનું પાદરા એસબીઆઈ બેન્કમાં ખાતું છે. તેઓએ બેન્કમાં એફડી કરી હતી. પરંતુ જીગ્નેશ રમણભાઈ માળી તેમની એફડી ઉપર નેટ બેન્કિંગ દ્વારા લોન લઇને 2.58 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી.તેની શાહી સુકાઇ નથીને ફ્રોડની બીજો બનાવ બન્યો.

ક્યાંય સહી કરી નથી, હું અભણ છું જેથી અંગૂઠો કરું છું : ખાતાધારક
બેન્કમાં એફડી રિન્ય કરાવવા ગયેલા છગનભાઈ માળીને લોન એપ્લિકેશનની ફાઈલ કાઢી બતાવતા તેવોએ જણાવ્યું કે મેં લોન લીધી નથી અને કોઈ કાગળો કરાવ્યાં નથી. હું અભણ છું ક્યાંય સહી કરી નથી. હું અંગુઠો કરું છું. જેથી મેનેજરે સિસ્ટમ ઓપન કરી તો વર્ષમાં 2015માં રોજ કોઈ ઈસમે છગનભાઇ જીણાભાઇ માળીના નામથી એફડીની સામે એક લાખ રૂપિયાની લોન લીધી છે.

દરાપુરના આધેડ સાથે પણ 2.58 લાખની છેતરપિંડી કરી
દરાપુરા ગામના ચંદુભાઈ પુંજાભાઈ માળીનું પાદરા એસબીઆઈ બેન્કમાં ખાતું છે. તેઓએ બેન્કમાં એફડી કરી હતી. પરંતુ જીગ્નેશ રમણભાઈ માળી તેમની એફડી ઉપર નેટ બેન્કિંગ દ્વારા લોન લઇને 2.58 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી.તેની શાહી સુકાઇ નથીને ફ્રોડની બીજો બનાવ બન્યો.

X
1 lakh fraud with Jaspur SBI

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી