તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાલીયા-ટીંબા પાસે મહીસાગર નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડેસર: ડેસર પાસેના સેવાલીયા, ટીંબા પાસેની મહીસાગર નદીમાંથી ક્વોરી ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા કાળા પથ્થરોની માઇન્સોમાંથી ખનીજ મોટાપાયે ચોરી કરતા ખનીજ માફીયાઓને ત્યાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા છાપો મારતા મોટાપાયે ખનીજ ચોરી ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો અને સ્થાનિક અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા.
 
ઉદલપુર, સેવાલીયા, ગોધરા રોડ પર મોટાપાયે ક્વોરી ઉદ્યોગો આવેલા છે. જ્યાં કપચી, ગ્રીટ મેટલ જેવા ઉત્પાદનો થતા હોય છે. જેના માટે કાળા પથ્થરોની જરૂર રહેતી હોય છે. જો ટીંબા સેવાલીયા વચ્ચે આવેલ મહી નદી તેમજ આસપાસના વિસ્તારોમાં મોટાપાયે સરળતાથી મળી રહે છે. ત્યારે સરકાર દ્વારા આ પથ્થરો કાઢવા માટે કાયદેસરની લીઝો આપવામાં આવે છે. ત્યારે કેટલાંક ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીનમાં ઉંડુ ખોદકામ કરી તેના પેટાળમાંથી મોટાપાયે ખનીજોની ચોરી કરતા જોવા મળ્યા હતા. ત્યારે કેટલીક વાર સ્થાનિક જિલ્લા કક્ષાની ટીમો દ્વારા દેખાવ પુરતું છાપા મારી મામુલી દંડ ફટકારીને કાર્યાવાહી કરી લેતા હોય છે. પરંતુ આજરોજ સેવાલીયા-ટીંબા પાસેની મહીનદીમાં આવેલી ઘણી બધી ખનીજની માઇન્સોમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વરા દરોડા પાડવામાં આવ્યા હતા. 
 
મોટાપાયે ગેરકાયદેસર લીઝ હોવાનું જોવા મળ્યું હતું. તો કેટલાંક ખનીજ માફીયાઓ દ્વારા તપાસ માટે ટીમ આવવાની બાતમી મળી જતા માઇન્સોમાં પાણી ભરી દીધા હતા. ત્યારે ગાંધીનગરથી તપાસ અર્થે આવેલ સીનીયર ભૂસ્તર શાસ્ત્રીની અધ્યક્ષતામાં તેઓએ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરની ખાનખનીજ વિભાગની ટીમના કેટલાંક અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા. ખાનખનીજ વિભગની ટીમ દ્વારા મહી નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા ખનીજ માફીયાઓની માઇન્સોમાંથી હાલમાં તે ટીમ દ્વારા જે વાહનો જ્યાં હતા ત્યાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે પાંચ ટ્રેક્ટર, દસ હીટાચી મશીન, વીસ જેટલાં ટર્બોટ્રક હાલમાં પકડવામાં આવ્યા હતા અને બીજા અન્ય દૂર માઇન્સોમાં આવેલ વાહનોની પણ અધિકારીઓ દ્વારા તપાસ હાથધરી તેને જપ્ત કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. 
 
જેમાંથી જે કાયદેસર હશે તેને મુક્ત કરવામાં આવશે અને બાકીના વાહનો પકડી તેમને કાયદેસરનો દંડ ફાટકારવામાં આવશે તેવુ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મહી નદીમાં થોડા થોડા અંતરે જે માઇન્સો બનાવવામાં આવી છે તે જોતા અધિકારી મોટાપાયે ખનીજ ચોરી માફીયાઓ દ્વારા કરવામાં આવી હોય તેમ વિચારી ને સ્તબ્ધ બની ગયા હતા ત્યારે હાલ સાંજ સુધી મહી નદીમાં આવેલ ત્યાંની તમામ માઇન્સોમાં ખનીજ માફીયાઓ દ્વારા કેટલી ખનીજ ચોરી કરી છે. તેની માપણી કરી અને વાહનો જપ્ત કરીને કેટલી ખનીજ ચોરી થઇ હોવાનો ક્યાસ કાઢી રહ્યાં છે. ત્યારે ત્યાની હાલ જોતા અંદાજો ઘણીબધી માઇન્સો છે તેમાંથી જો જોઇએ તો અંદાજે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. અને વાહનોના દંડ સાથે આ દંડની રકમ કરડોમાં અંકાય તેમ છે. હવે હાલ ખાનખનીજ અધિકારીઓ દ્વારા ખનીજ માફીયાઓની સાથે કાયદેસરનો દંડ વસુલે છે કે પછી રાબેતા મુજબ મામુલી દંડ ફટકારીને સંતોષ માને છે તે જોવાનું રહ્યું.
 

ખનીજ માફિયાઓએ ખોદકામ કરીને પૂલને પણ નુકસાન કર્યુ 
નદીમાંથી માઇન્સ ધારકો દ્વારા પોતાની પરમીટ હોય તેવી માઇન્સોની નજીક જ અન્ય માઇન્સો ખોદી તેમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરકતા હોવાનું બહાર આવ્યું હતું. અને સરકારી નિયમ મુજબ જાહેર હિતની વસ્તુને નુકસાન ન થાય તેમ ખોદકામ કરવાનું હોય છે પરંતુ સ્થાનિક લાંચીયા અધિકારીઓને લીધે સેવાલીયા-ટીંબા પુલથી નજીકમાં જ મોટાપાયે ખોદકામ કરીને પુલને પણ  નુકસાન પહોંચાડતા હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો