તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકોટદર એમપી વસાહત પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલા ઝડપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ પોલીસે રૂા.61,149નો દારૂ-બિઅરનો જથ્થો ઝડપી પાડ્યો

ડભોઈ: ડભોઇ તાલુકાની અકોટાદર એમપી વસાહતના જવાના માર્ગ પર 3 મહિલાઓ પોતાની સાથેના થેલામાં દારૂનો જથ્થો લઈને ઉભી હોવાની બાતમી આધારે પોલીસે મહિલા પંચને સાથે રાખી છાપો મારતા ત્રણેય પાસેથી કુલ વિદેશી દારૂ તથા બિઅર મને મળી 302 નંગ બોટલ કિંમત રૂપિયા 61,149ની મળી આવતા ત્રણેયને જેલ ભેગી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ પોલીસ મથકના પીઆઈ જે. એમ. વાઘેલાને મળેલી બાતમી મુજબ ડભોઇ તાલુકાની અકોટાદર એમપી વસાહતમાં જવાના માર્ગ પર ત્રણ અજાણી મહિલાઓ પોતાની સાથે બે થેલા રાખી દારૂ લઇ ઉભી હોવાનું જણાઈ આવે છે. જેથી પી.આઈએ સ્ટાફના પોલીસ જવાનોને મહિલા પંચોને સાથે રાખી છાપો મારવાનું જણાવતા પોલીસે સત્વરે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ ઊભેલી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી. તેઓ પાસેના થેલામાં તપાસ કરતા બાતમી મુજબ ત્રણેય પાસેના થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા પ્લાસ્ટિકની બોટલ, કોટરીયા તથા બિયર મળી કુલ 302 નંગ કિંમત રૂા. 61,149નો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેયના નામઠામ પુછતાં સરઘી અલસિંગ ધાણુંક રહે. ચિસાડિયા તા. જિ. છોટાઉદેપુર, હિરલી બચુભાઈ ધાણુંક અને હતુંડી ખૂમસિંગ ધાણુંક બંને રહે. કોલીયા થોર તા.જિ. છોટાઉદેપુરનું જણાવ્યું હતું. પોલીસે મુદ્દામાલ કબજે કરી આ ત્રણેયને ડભોઇ જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો