મહેમાન / 45000 યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવનાં મહેમાન બન્યાં, ગત વર્ષની સરખામણીમાં સંખ્યામાં ઘટાડો થયો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • શનિવારે વન વિભાગ દ્વારા યાયાવર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી

Divyabhaskar.com

Jan 05, 2020, 12:31 AM IST

ડભોઇઃ ડભોઇ તાલુકાનાં વઢવાણા ખાતે આવેલા યાયાવર પક્ષી તળાવ ખાતે આજરોજ શનિવારે વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે 90000ની સામે આ વર્ષે આજની ગણતરી મુજબ 206 જેટલી વિવિધ જાતિનાે 45000નો આંક નોંધાયો હતો. જે જોતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જોકે આ વર્ષે એક નવીન જાતમાં રેડ હેડેડ બંટિંગ(ગંદમ) નામની જાતિ જોવા મળી હતી. પાછલાં વર્ષોમાં માત્ર 10થી 15ની સંખ્યામાં દેખાતી રેડ ક્રિસ્ટેડ પોચાડ(લાલ કારચિયો)ની સંખ્યા 82થી 100 જેટલી જોવા મળી હતી.

206 જાતિના પક્ષીઓનું આગમન
ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા આ 579 હેક્ટરમાં ફેલાયેલા તળાવમાં આવેલાં પક્ષીઓની ગણતરી માટે મુંબઇ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા વડોદરાની એનજીઓના સહકારથી વૈજ્ઞાનિકોના મોનિટરિંગ સાથે તળાવને 7 વિભાગમાં અને આજુબાજુના 5 કિમીના વિસ્તારને 4 વિભાગમાં વહેંચીને કુલ 11 ઝોનની 11 ટીમો, પ્રત્યેક ટીમમાં 3 મેમ્બરો સાથે ડાયરેક્ટ ડેડ કાઉન્ટિંગ પદ્ધતિથી બાયનોક્યુલર, ટેલિસ્કોપ, દૂરબિનની મદદથી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સાંજના 4 કલાક સુધીમાં 206 જાતિનાં 45000 જેટલાં પક્ષીઓએ આગમન કર્યું છે. જે આંક આવનારા દિવસોમાં વધી 60000ના આંકે પહોંચે તેવી પણ શક્યતાઓ છે. હાલની ગણતરી મુજબ રાજહંસની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે.

રાજહંસ માટે વઢવાણા તળાવ હોટ ફેવરિટ
ગુજરાતમાં રાજહંસનું કેન્દ્ર વઢવાણા બની ગયું છે. સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ યાયાવર પક્ષીઓનાં કેન્દ્રો ઊભાં થઇ ગયાં છે. પરંતુ તમામ કેન્દ્રો કરતાં રાજહંસોનું સૌથી વધુ પ્રમાણ વઢવાણા તળાવમાં જ બની ગયું છે તેવું ડીએફઓ ધવલ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી