તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢ ડુંગર ખાતે 22થી 31 માર્ચ સુધી વેપારીઓ દુકાનો બંધ રાખશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ, ડે.સરપંચની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે બેઠક યોજાઇ

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25 માર્ચ થી શરૂ થનાર ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં  યાત્રાળુઓ આવાની વકી છે. ત્યારે નવરાત્રીને લઇ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અન્ય વિભાગના અધિકારી સાથેની બેઠક યોજાઇ હતી. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રખાશેની જાહેરાત બાદ આજે હાલોલ પ્રાંત આલોક ગૌતમ મામલતદાર એસ.એન.કટારા બીએલઓ જોશી સાથે પાવાગઢ માચી ડુંગર પર વસતા વેપારીઓ રહીશો સાથે બેઠક યોજી હતી

વેપારીઓએ 22 માર્ચથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક બંધ પાડવાનું નક્કી કર્યુ
કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા તો બીજી તરફ નવરાત્રી દરમિયાન દેશભરમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવશેના વેપારીઓના ગણિતને લઇ વેપારીઓમાં છુપા ભયની લાગણી ફેલાતા વેપારીઓએ 22 માર્ચથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક બંધ પાડવાનું નક્કી કર્યાનું જાણવા મળેલ છે. જે અંગે બુધવારની મોડી સાંજે પાવાગઢ દૂધિયા તળાવ ખાતે સરપંચ, ડેપ્યુટી સરપંચની અધ્યક્ષતામાં સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે. આ લખાય છે ત્યારે વિશ્વનિય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ પાવાગઢ મહાકાળી મંદિર પણ બંધ રખાશે તેવી જાહેરાત થવાની સંભાવના જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...