ધમકી / ચાંદખેડાના કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટના માર્કેટિંગ મેનેજરે ઓફિસમાં નોકરી કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મેનેજરે યુવતીના પર્સનલ ફોટા લઇ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી

divyabhaskar.com

May 16, 2019, 07:21 PM IST

અમદાવાદ: ચાંદખેડામાં આવેલી એક જાણીતી કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટમાં જ કામ કરતા માર્કેટિંગ મેનેજરે ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ કરવાનું કહેતા ઇન્સ્ટિટ્યૂટના અજય વ્યાસે ફરિયાદ ન કરવાનું કહી અને મનિષને જ સાથ આપશે તેવી ધમકી આપી હતી. યુવતીએ આ મામલે માર્કેટિંગ મેનેજર અને અન્ય સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડા વિસ્તારમાં જ રહેતી અને ન્યૂ સી.જી રોડ પર આવેલી એક જાણીતી કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા મનિષ બારોટ નામના યુવકે 2018માં યુવતીના પર્સનલ ફોટા લઇ તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. જેથી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરે તું પોલીસ ફરિયાદ કરીશ તો ઇન્સ્ટિટ્યુટનું નામ ખરાબ થશે અને હું મનિષનો જ સાથ આપીશ તેમ કહ્યું હતું. મહિલા ક્રાઇમબ્રાન્ચના એસીપી કે મીની જોસેફે જણાવ્યું હતું કે, બળાત્કાર અને મદદગારી ફરિયાદ નોંધાઇ છે અને તપાસ કરવામાં આવી રહી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી