અમદાવાદ / VSમાં મૃતદેહની અદલાબદલી કેસનો આરોપી કોણ? 6 દિવસ બાદ પણ તપાસના નામે મીંડુ

ડાબેથી મૃતક નસરીન અને મિત્તલની ફાઈલ તસવીર
ડાબેથી મૃતક નસરીન અને મિત્તલની ફાઈલ તસવીર

  • શું પોલીસ જવાબદાર ડોક્ટર અને કર્મચારીઓને બચાવવા રહી છે?
  • કોની બેદરકારીથી મૃતદેહ બદલાયો તેની પોલીસે તપાસ કરી નથી
  • વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર મનિષ પટેલનો મોબાઈલ સ્વીચ ઓફ

divyabhaskar.com

May 16, 2019, 11:31 AM IST

અમદાવાદ: શહેરની વીએસ હોસ્પિટલમાં બાવળાની મિત્તલ જાદવ અને દાણીલીમડાની નસરીન બાનુના મૃતદેહની અદલા બદલીના મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ગુનો વીએસ હોસ્પિટલના પીએમ રૂમના જવાબદાર ડોક્ટરો અને કર્મચારીઓ સામે નોંધાઈ ચૂક્યો છે. પરંતુ ગુનો નોંધાયાના 6 દિવસ બાદ પણ પોલીસે કોની બેદરકારીથી આ મૃતદેહ બદલાયો અને આરોપી કોણ છે તેની કોઈ તપાસ કરી નથી. મૃતદેહ કઈ રીતે બદલાયો તે અંગે પણ પોલીસે હજુ સુધી માહિતી મેળવી નથી. આ મામલે DivyaBhaskar વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર મનિષ પટેલનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.

બન્નેમાંથી એકપણ પીડિતાના પરિવારજનનું નિવેદન નોંધ્યું નથી
આ કેસની તપાસ એસટી-એસસી સેલના એસીપીને સોંપવામાં આવી છે, ત્યારે બન્નેમાંથી એકપણ પીડિતાના પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા નથી. પોલીસ વીએસ હોસ્પિટલમા મૃતદેહ બદલવા જેવી ગંભીર ઘટનામાં જવાબદાર ડોકટર અને કર્મચારીઓને બચાવી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ મામલે નસરીનના પરિવારજનોના જણાવ્યા મુજબ, અરજી પરથી એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ હજી સુધી કોઈ આરોપી ઝડપાયા નથી. તપાસ ચાલુ છે તેવું કહેવામાં આવ્યું છે. જ્યારે મિતલના પરિવારના જણાવ્યા મુજબ અદલાબદલીના કેસમાં પોલીસે અમારો કોઈ સંપર્ક નથી કર્યો. અમારા નિવેદન પણ નોંધવામાં આવ્યા નથી. DivyaBhaskarએ આ કેસની તપાસ કરતા એસસી-એસટી સેલના એસીપી એવી પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

X
ડાબેથી મૃતક નસરીન અને મિત્તલની ફાઈલ તસવીરડાબેથી મૃતક નસરીન અને મિત્તલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી